A big tragedy in the well of death
- Accident In LokMela : રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી.
એક તરફ સૌરાષ્ટ્રના (Saurashtra) મેળા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રજા હોઈ મોટી સંખ્યામાં લોકો મેળામાં મ્હાલવા નીકળી પડ્યા છે. ત્યારે આ વર્ષે અનેક મેળામાં દુર્ઘટનાના કિસ્સા બની રહ્યાં છે. રાજકોટના લોકમેળામાં (Lok Mela) મોતના કૂવામાં મોટી દુર્ધટના બની છે. મોતના કુવામાં ચાલુ શો દરમિયાન કાર નીચે પડી હતી. સદ્દનસીબે કોઇ જાનહાનિ ન થઈ. કારનું ટાયર નીકળી જતા દુર્ઘટના બની હતી. જેના શોકિંગ સીસીટીવી (CCTV) પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. ચાલુ શો દરમિયાન ત્રણ વાહનો મોતના કુવામાં ગોળ ગોળ ફરી રહ્યા હતા. જેમાં એક કારનું ટાયર નીકળી ગયુ હતું. આ કારણે ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી.
ટાયર નીકળી જતા જ કાર સીધી નીચે ખાબકી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના લોકમેળામાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. એક દિવસ પહેલા લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી ગયુ હતું. જેને લીધે યુવકને ઇજાઓ પહોંચી હતી. તો તે પહેલા ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ હતું. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
આ પણ વાંચો :-