બદમાશો બેફામ બન્યા : 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારી, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

Share this story

Miscreants go wild

  • બદમાશે પાછળના ભાગેથી મારેલી ગોળી વિદ્યાર્થિનીના ગળામાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીને સારવાર માટે નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી હતી.

બિહારમાં (Bihar) ગુનેગારો બેફામ બનીને ફરી રહ્યા છે. રાજ્યની રાજધાની પટનામાં એક 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારવામાં આવી છે. આ બનાવ બુધવારે સવારે બન્યો હતો. કાજલ નામની વિદ્યાર્થિની ટ્યુશનથી પોતાના ઘરે પરત જઈ રહી હતી ત્યારે લાગ જોઈને અજાણી વ્યક્તિએ તેણીને ગોળી મારી દીધી હતી. આ આખો બનાવ નજીક લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. વિદ્યાર્થિનીને ગોળી મારવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે બદમાશે પાછળના ભાગેથી મારેલી ગોળી વિદ્યાર્થિનીના ગળામાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીને સારવાર માટે નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી હતી. અહીં તેણીની નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જો કે, વિદ્યાર્થિનીને ગોળી મારવાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

આરોપી ફરાર :

ગોળી માર્યા બાદ આરોપી ભાગતો નજરે પડે છે. હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ગોળી મારવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ પરિવારનું કહેવું છે કે પોલીસ ઘટનાસ્થળે ખૂબ મોડી પહોંચી હતી. આ મામલે તેમણે પોલીસની કાર્યવાહી સામે નારાજગી પણ પ્રગટ કરી છે.

શું છે આખો કેસ ?

પટના શહેરના સિપરાવ વિસ્તારમાં એક યુવકે કિશોરીને ધોળા દિવસે ગોળી મારી દીધી હતી. સીસીટીવીમાં પણ આ દ્રશ્યો જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક ગલીના નાકે આવીને ઊભો રહી જાય છે. તેની પાછળ એક વિદ્યાર્થિની આવી રહી હોય છે.

યુવકે છોકરીને અટકવાનો ઇશારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે કિશોરી ઊભી રહેતી નથી. જે બાદમાં યુવક તેણીને પાછળથી ગોળી મારી દે છે. ગોળી માર્યા બાદ યુવકને ત્યાંથી ભાગતો જોઈ શકાય છે.

આ પણ વાંચો :-