ભાજપના ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહની ધરપકડ, વિવાદિત નિવેદન સામે હૈદરાબાદમાં થયો હતો વિરોધ

Share this story

Arrest of BJP firebrand leader

  • ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

તેલંગાણામાં (Telangana) ભાજપના ધારાસભ્યની ધરપકડના સામે આવી રહ્યા છે. વિગતો મુજબ ટી.રાજા સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ધાર્મિક ભાવનાઓને (religious spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારથી લોકો નારાજ હતા.

દરાબાદમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ આજે સવારે હૈદરાબાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પયગંબર મોહમ્મદ વિશે તેમની કથિત ટીપ્પણી બદલ તેમની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી.

આટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો દબીરપુરા, ભવાનીનગર, રેઈનબજાર, મીર ચોક પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે, તેઓએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

શું છે સમગ્ર મામલો ? 

ટી. રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે પોલીસ કમિશનર સીવી આણંદની ઓફિસ સામે અને શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

દેખાવકારો તેમની ધરપકડની માંગ પર અડગ હતા. આ વીડિયોમાં ટી. રાજાએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો :-