The young man embraced
- ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો.
રાજકોટમાં (Rajkot) આજે આપઘાતનો ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજકોટમાં યુવકના આપઘાતના લાઈવ (Suicide Live) દ્રશ્યો સામે આવ્યા છે. જે ભલભલાને વિચલિત કરી દે તેવા છે. ગ્રીન લેન્ડ ચોક નજીક યુવકે દોડતી ટ્રક નીચે પડતું મૂકીને મોત વ્હાલુ કર્યું હતું. ટ્રકને આવતી જોઇ અચાનક યુવકે ટ્રકના ટાયર નીચે પડતું મૂક્યું હતું. આપઘાતના લાઈવ દ્રષ્યો (Live views) જોઈને તમે પણ ગભરાઈ જશો.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક યુવકે જાહેરમાં આપઘાત કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો.
જેથી ટ્રકની પાછળના પૈડાં તેના શરીર પરથી પસાર થઈ ગયા હતા. આ જોઈ ટ્રક ચાલકે ટ્રક રોકી હતી. પરંતુ તે પહેલા જ યુવકનું મોત નિપજ્યુ હતું.
આ ઘટનાથી રાજકોટ બી ડીવીઝનની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી પણ કબજે કર્યાં હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 30 વર્ષીય યુવક પરપ્રાંતીય હતો.
તેનું નામ નીલમ છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસે મોબાઈલના આધારે યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. સાથે જ યુવક કેમ જાહેરમાં આવુ કરવા મજબૂર બન્યો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :-