આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું આગમન

Share this story

Thunderstorm forecast in some

  • આજે પણ રાજ્ય (Gujarat) ના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે વહેલી સવારથી ડીસા સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ.

તમને જણાવી દઇએ કે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. તો બીજી બાજુ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી શકે છે.

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ :

ત્યારે આજે ડીસા સહિત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. મહત્વનું છે કે, બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ :

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમીરગઢમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં 16 મીમી, ધરમપુરમાં 14 મીમી, કપરાડામાં 13 મીમી, દિયોદરમાં 13 મીમી વરસાદ, વઘઈમાં 11 મીમી, લાખણીમાં 11 મીમી, ડાંગમાં 9 મીમી, ચિખલીમાં 8 મીમી, ખેરગામમાં 8 મીમી અને માળિયામાં 8 મીમી વરસાદ વરસી ચૂક્યો છે.

જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ :

બીજી બાજુ જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 61 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2019-2020માં 58 ઈંચની આસપાસ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો :-