US Police Brutality
- અમેરિકાના અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે.
અમેરિકાના (America) અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. જે બાદ અર્કાંસસની ક્રૉફર્ડ કાઉન્ટીમાં (Crawford County, Arkansas) ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તેમને પાર્કિંગમાં એક વ્યક્તિને માર મારતા દર્શાવવામાં આવ્યા છે. ગવર્નરે કહ્યુ કે સ્ટેટ પોલીસ (State Police) આ ઘટનાની તપાસ કરશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પોલીસ અધિકારી વારંવાર અને નિર્દયતાથી એક વ્યક્તિને મુક્કા મારે છે અને ઘણીવાર સિમેન્ટની ટાઈલ્સ પર તેનુ માથુ પટકે છે. એક અન્ય પોલીસ અધિકારી નીચે પડેલા વ્યક્તિના શરીરના નીચેના ભાગ પર વારંવાર લાત મારે છે જ્યારે એક ત્રીજા પોલીસ અધિકારીએ તે વ્યક્તિને નીચે દબાવી રાખ્યો છે.
જેમાંથી બે પોલીસ અધિકારી ક્રૉફર્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયમાં નિયુક્ત છે અને ત્રીજા મલબરી શહેરના પોલીસ વિભાગના અધિકારી છે. અર્કાંસસના ગવર્નર અસા હચિંસને કહ્યુ કે સ્ટેટ પોલીસ આ ઘટનાની તપાસ કરશે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ કે મે અર્કાંસસ સ્ટેટ પોલીસના કર્નલ બિલ બ્રાયંટ સાથે વાત કરી છે અને ક્રૉફર્ડ કાઉન્ટીમાં લોકલ અરેસ્ટની ઘટનાની તપાસ વીડિયો પુરાવા અને ફરિયાદ પક્ષના વકીલની વિનંતી મુજબ કરવામાં આવશે.
જ્યારે ક્રૉફર્ડ કાઉન્ટીના શેરિફ જેમ્સ ડેમાન્ટેએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે ઘટનામાં સામેલ બે ડેપ્યુટીને તપાસનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. ડેમાન્ટેએ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યુ કે તેઓ પોતાના તમામ કર્મચારીઓને તેમના કામ માટે જવાબદાર ઠેરવે છે અને આ કેસમાં યોગ્ય પગલા ઉઠાવવામાં આવશે.
મલબરી પોલીસના એક અલગ નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે વીડિયોમાં કેદ થયેલી ઘટનામાં તેમના એક અધિકારી સામેલ હતા. તેમને સ્ટેટ પોલીસની તપાસનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. એક ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે મલબરી સિટી પોલીસ વિભાગ આ પ્રકારની તપાસને ખૂબ ગંભીરતાથી લે છે. અમે તપાસ પૂર્ણ થતા યોગ્ય કાર્યવાહી કરીશુ.
આ પણ વાંચો :-