BJP leader Vijaybhai Suwala is the chief guest
- AAPનાં એક કાર્યકમમાં ભાજપના નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપતાં ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગાયો છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ વધુ ઘેરાયો છે. નોંધનીય છે કે આ દરમિયાન હવે ભાજપના વિજયભાઈ સુવાળા (Vijaybhai Suwala) અને ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ દ્વારા આયોજિત ભવ્ય રમેલના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જોડાતા હોવાથી રાજકારણ ગરમાયું છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલા મહિના પહેલા વિજયભાઈએ AAPનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં હવે AAPને ભાજપની B ટીમ ગણાતી હોવાની ચર્ચા વચ્ચે વિજય સુવાળાનું આ રમેલમાં જોડાવું ઘણું ચર્ચાસ્પદ રહી શકે છે.
Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian
વિજયભાઈએ 7 મહિનામાં આપ સાથે છેડો ફાડ્યો :
નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં વિજયભાઈ સુવાળાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. તેમને ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જોકે આ દરમિયાન લગભગ 7 મહિનાની અંદર વિજયભાઈએ ભાજપનો સાથ લીધો હતો. આ દરમિયાન સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતા.
ઈસુદાન તેમને મનાવવા ગયાં હતા :
આમ આદમી પાર્ટી છોડીને જ્યારે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાની વિચારણા કરી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ઘરે મનાવવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. જો કે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું હતું.
આ પણ વાંચો :-