PM મોદીએ મંત્રીઓ પાસે માંગ્યો રિપોર્ટ : મહિનાઓ પહેલા આપ્યા હતા સૂચનો, કેટલી ટિફિન બેઠક કરી ?

Share this story

PM Modi asked for a report from the ministers

  • મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તેમના મંત્રીઓ પાસેથી ટિફિન બેઠકને લઈ રિપોર્ટ માંગ્યો છે. મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને (Council of Ministers) કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા મુદ્દાઓ પર મંત્રાલયો અને તેમના વિભાગો પાસેથી જવાબો મંગાવવામાં આવ્યા છે. તેમાં GeM (સરકારી ઈ-માર્કેટ) પોર્ટલનો ઉપયોગ કરવો, અધિકારીઓ સાથે ‘ટિફિન‘ મીટિંગ કરવી અને સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના નિર્ણયોને જાહેર કરવાનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘ટિફિન મિટિંગ’ ની શરૂઆત કરી હતી. જેમાં ખાણીપીણીને લઈને અધિકારીઓ સાથે બેઠક થતી હોય છે. અધિકારીઓ પોતપોતાના ટિફિન સાથે આ બેઠકોમાં આવે છે અને ભોજન સાથે તેમના વિચારો શેર કાંકરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ મંત્રીઓને સૂચન કર્યું હતું કે, કેન્દ્રમાં પણ આવી સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. તેની પાછળનો હેતુ ટીમ ભાવના વિકસાવવાનો અને બોન્ડિંગને મજબૂત કરવાનો છે.

મહત્વનું છે કે, અગાઉ મોદી દ્વારા મંત્રીઓ અને તેમના વિભાગોને જિયોટેગિંગ જેવી સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લીકેજ અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. મંત્રીઓને મહિનામાં ઓછામાં ઓછા એક વખત હોદ્દેદારો સાથે બેઠક યોજવાની સૂચના આપવામાં આવી હતી.

આ સિવાય સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓથી  નાગરિકોને કેવી રીતે ફાયદો થશે તે જણાવવા કહેવાયું હતું. આ સાથે મંત્રીઓ પાસેથી ફરિયાદ નિવારણ તંત્રની વિગતો પણ માંગવામાં આવી હતી.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મોદીએ શાસનને વધુ કાર્યક્ષમ અને પારદર્શી બનાવવા માટે અનેક અવસરો પર સૂચનો કર્યા હતા. મંત્રીઓને તેમના મંત્રાલયો દ્વારા સરકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ – GeM પોર્ટલ દ્વારા કરવામાં આવતી કોઈપણ ખરીદીની ખાતરી કરવા જણાવ્યું. મોદીએ મંત્રાલયોને અધિકારીઓ સાથે નિયમિત બેઠક કરવાનું પણ સૂચન કર્યું છે.

આ પણ વાંચો :-