If your Aadhaar card is lost
- જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અને તમારે આધાર નંબરની જરુર પડે તો શું કરશો? આ એક ખુબ જ સરળ રીતે તમે આધાર નંબર મોબાઈલ ફોન મારફત મેળવી શકો છો. તમારા રજિસ્ટર્ડ નંબર પર તમે આધારને લગતી તમામ માહિતી મેળવી શકો છો.
ભારતમાં આધાર કાર્ડ (aadhar card) ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતું ડોક્યુમેન્ટ બની ગયું છે. બેન્કથી લઈને તમામ નાના મોટા કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આધાર કાર્ડ પર લોન (loan) પણ લઈ શકાય છે. આ પરિસ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. યોગ્ય સમયે આધાર કાર્ડ આપણી પાસે ના હોય તો સમસ્યા પણ થઈ શકે છે.
જો તમારી પાસે આધાર કાર્ડના હોય અને તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જરૂરિયાત ઊભી થવા પર આધાર નંબર જાણી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારી પાસે માત્ર એક મોબાઈલ નંબર હોવો જોઈએ. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે આધાર કાર્ડ વિશે તમામ જાણકારી મેળવી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.
મોબાઈલ નંબરથી આધાર કાર્ડ નંબર કેવી રીતે ચેક કરવો :
– સૌથી પહેલા તમારે gov.in ની વેબસાઈટ પર જવાનું રહેશે.
– જ્યાં myaadhaar સેક્શન પર ક્લિક કરો.
Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian
– હવે Retrieve Lost or Forgotten EID/UID ઓપ્શન પર ક્લિક કરો.
– ત્યારબાદ તમારું આખું નામ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, કેપ્ચા ટાઈપ કરીને સેન્ડ OTP પર કરો.
– હવે મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે OTP એન્ટર કરીને વેરિફાઈ OTP પર ક્લિક કરો.
– ત્યારબાદ UIDAI તરફથી મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે. આ મેસેજમાં આધાર નંબરની જાણકારી હશે.
મોબાઈલ નંબર પરથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો ?
– ઉપરની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને આધાર નંબર મળે તો ઈ-આધાર ડાઉનલોડ કરવાના ઓપ્શન પર ક્લિક કરો.
– નવુ પેજ ઓપન થયા બાદ તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.
– કેપ્ચા કોડ એન્ટર કર્યા પર સેન્ડ OTP ઓપ્શન પર ક્લિક કરો.
– OTP એન્ટર કર્યા બાદ બે વિકલ્પ ‘હા’ અને 11/15 દિવસ પર ક્લિક કરવાનું રહેશે.
– ત્યારબાદ સ્ક્રીન પર આધાર કાર્ડ જોવા મળશે. ત્યારબાદ વેરિફાઈ ડાઉનલોડના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ સ્ક્રિન પર આધાર કાર્ડ જોવા મળશે.
– હવે તમે ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો.
જો તમે માસ્ક આધાર ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો તમારે આધાર નંબર એન્ટર કર્યા પછી માસ્ક આધારકાર્ડ ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આ જ પ્રોસેસ ફોલો કરીને તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો :-