Jharkhand : મુખ્યમંત્રીના ‘ખાસમખાસ’ ગણાતા વ્યક્તિના ઘરેથી 2 AK-47 રાઈફલ મળી આવી, 18 ઠેકાણે ED ની રેડ

Share this story

Jharkhand: 2 AK-47 rifles found in the

  • મની લોન્ડરિંગ મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી.

મની લોન્ડરિંગ (Money laundering) મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના (Jharkhand) ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી. રેડ દરમિયાન ઈડીને રાંચીમાં એક સ્થળેથી એકે-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ (Two assault rifles) મળી આવી.

ઈડીની રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા :

રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈડીની ચીમો રાંચીના અરગોડા ચોકના સમીપ વસુંધરા એપાર્ટમેન્ટના 8માં માળે સ્થિત પ્રેમ પ્રકાશની ઓફિસ, ઓલ્ડ એજી કોલોની સ્થિત એક સ્કૂલ અને અરગોડા ચોક પર વેપારી એમ કે ઝાના મકાનને ઈડીની ટીમોએ સુરક્ષાદળો સાથે ઘેરી લીધા અને સર્ચ અભિયાન શરૂ કર્યું. એવા ખબર છે કે રાંચીમાં 12 ઠેકાણા ઉપરાંત તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી-એનસીઆરમાં છ ઠેકાણા પર રેડ ચાલી રહી છે.

ઈડીને મળ્યા હતા અનેક ઈનપુટ્સ :

એવું કહેવાય છે કે મની લોન્ડરિંગ મામલે તાજેતરમાં ધરપકડ કરાયેલા સીએમ હેમંત સોરેનના વિધાયક પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને અનેક ઈનપુટ મળ્યા હતા. જેના આધારે ગેરકાયદેસર ખનન સંલગ્ન મામલે કાર્યવાહી થઈ રહી છે.

નોંધનીય છે કે આ અગાઉ 25મી મેના રોજ પણ ઈડીએ પ્રેમ પ્રકાશ અને અન્ય એક વેપારીના પાંચ ઠેકાણા પર દરોડા પાડીને અનેક દસ્તાવેજ તથા કિંમતી સામાન જપ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રેમ પ્રકાશની અનેક રાઉન્ડની પૂછપરછ  થઈ હતી. તે પહેલા ઝારકંડના સિનીયર આઈએએસ પૂજા સિંઘલ અને તેમના સહયોગીઓના બે ડઝન ઠેકાણા પર દરોડા બાદ ઈડીએ ઝારખંડમાં 100 કરોડથી વધુના માઈનિંગ કૌભાંડની ભાળ મેળવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડીના તાજા દરોડાની કડીઓ આ મામલા સાથે પણ જોડાઈ રહી છે. ઈડીના આ દરોડાથી રાજ્યમાં સત્તા સંબંધિત અનેક લોકો અને બ્યૂરોક્રેસીની પરેશાની વધી શકે છે. પ્રેમ પ્રકાશનો સંબંધ રાજ્યના અનેક મોટા નેતાઓ અને ઓફિસરો સાથે રહ્યો છે.

આ પણ વાંચો :-