It was the turn of the young man
- પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.
શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police station)ની હદમાં હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનના દિવસે ચાલીના નાકે બે લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પરેશ નામના યુવકે એક વ્યક્તિનું ઉપરાણું લેતા બીજા દિવસે આરોપીએ પરેશને છરીના ઘા મારી જાહેરમાં હત્યા (Ahmedabad murder case) કરી નાખી હતી. આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
શહેરના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને એક નાનોભાઈ પરેશ (Paresh Thakor) પણ હતો. રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા. ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોર (Balram Thakor)ને ત્યાં જ રહેતા હિમાંશુ ઉર્ફે ભેમો રાવત (Himanshu Rawat)ની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને કહ્યું હતું કે ચાલીના નાકે તું ગાળા ગાળી ન કર.
જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન ચાલીના અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં બીજા દિવસે પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.
પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશભાઈ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો. જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી હિમાંશુ ખુલ્લી છરી હાથમાં રાખીને ત્યાંથી ભાગીને દેવજીપુરા તરફ જતો રહ્યો હતો.
આ પણ વાંચો :-