શું ફરીથી પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવ વધ્યા

Share this story

Will petrol diesel prices increase again?

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળતા ફરી એકવાર પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ?

ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) મોંઘુ થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ (Crude oil) પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે. જો કે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil Marketing Company) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી અને 22 મેથી તે યથાવત છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 101 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 2 ઓગસ્ટ, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહી છે.

વાસ્તવમાં ઈરાન દ્વારા ક્રૂડનો પુરવઠો શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.

કાચા તેલની કિંમત  :

કાચા તેલ ગઈ કાલે 100 ડૉલરને પાર કરી ગયું હતું અને આજે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ પ્રતિ બેરલ $95.60 પર છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $101.97 પર છે.

દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ઇંધણના દરો :

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

આ પણ વાંચો :-