5 મહિનાની ગર્ભવતી સાથે દુષ્કર્મ કરનારાઓનું હાર-તોરાથી સ્વાગત યોગ્ય નથી : ફડણવીસ

Share this story

Rapists with

  •  ‘આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય’

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) બિલ્કિસ બાનો કેસ (The case of Bilkis Bano) સાથે સંકળાયેલા દોષિતો મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ફડણવીસે જણાવ્યું કે, જો દોષિતોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તે યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોઈ શકે.

ફડણવીસે જણાવ્યું કે, 2002માં બનેલા બિલ્કિસ બાનો રેપ કેસના 11 દોષિતોને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ગુજરાત સરકારે માફી નીતિના આધાર પર મુક્ત કર્યા હતા. પરંતુ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા યોગ્ય નથી.

ભંડારા ખાતે 35 વર્ષીય મહિલાનું યૌન ઉત્પીડન :

વિધાન પરિષદમાં ભંડારા જિલ્લા ખાતે 3 લોકોએ એક 35 વર્ષીય મહિલાનું કથિત યૌન ઉત્પીડન કર્યું તે મામલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ફડણવીસે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સદનમાં બિલ્કિસ બાનો મુદ્દો ઉઠાવવાનું કોઈ કારણ નથી તેમ પણ કહ્યું હતું.

આરોપીઓએ જેલમાં 14 વર્ષ વિતાવ્યા :

ફડણવીસે જણાવ્યું કે, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ, 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ મુક્તિ મળી છે. પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે તો તે ખોટું છે. આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બિલ્કિસ બાનો ગેંગરેપ અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષિતોને ગત 15મી ઓગષ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે માફી નીતિ અંતર્ગત તેમને સજા પૂર્ણ થયા પહેલા જ છોડી મુક્યા હતા. ગોધરા જેલમાંથી બહાર આવ્યા બાદ દોષિતોનું ફૂલોની માળા પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આરોપીઓની મુક્તિનો વિરોધ :

બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રિટાયર્ડ જસ્ટિસ યૂડી સાલ્વી અને અભય થિપ્સીએ પણ બિલ્કિસ બાનોના સમર્થનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જસ્ટિસ અભય થિપ્સી થોડાં વર્ષો પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે જ્યારે જસ્ટિસ યૂડૂ સાલ્વીએ જ બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો :-