વકીલોની રેલી બાદ દબાણમાં આવી ગયેલી પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો, લાજપોર જેલ ભેગો થયો…

Share this story

Pressured after the lawyers

  • વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વકીલ મેહુલ બોધરા (Mehul Bodhra) ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police deployment) સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં સાજનની ઉપર ટપલીદાવ રમાઈ ગયો હતો. કોર્ટમાં પોલીસે સાજન ભરવાડના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ (Public Prosecutor) અને સાજન ભરવાડના વકીલની દલીલો બાદ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

આજે ગુરુવારે સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજુ કરવાનો હતો. રિમાન્ડના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યાંની આસપાસ સાજનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો. જો કે બુધવારની વકીલો ની રેલી બાદ માહોલ ગરમાયો હતો.

સ્થિતિ વણસે એવી ભિતીને જોતા અગમચેતીના પગલાં રૂપે પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો હતો. પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યૂડિશ્યિલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. સાજન ભરવાડને લાજપોર જેલ ભેગો કરી દેવાયો હતો.

આ અગાઉ વકીલ ઉપર થયેલા હુમલાને લઇને બુધવારે સુરત જિલ્લા વકીલ મંડળે વિશાળ રેલી કાઢી હતી. કોર્ટથી રેલી સ્વરૂપે વકીલો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. કલેક્ટર કચેરીમાં સાજન ભરવાડ હાય હાય, વકીલ એકતા જીંદાબાદના નારા લાગ્યા હતા. ત્યારબાદ વકીલોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચો :-