Home Blog Page 1316

 પતિ બીજા રૂમમાં સૂતો હતો અને કોન્સ્ટેબલ પરિણીતાએ કર્યો આપઘાત 

0

The husband was sleeping in another

  • કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું.

શહેરના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં (Old Swaminarayan Vas) રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો (noose) ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારની સાંજે પતિ ભદ્રેશભાઇ અને મૃતક ભાવનાબેન ઘરમાં હતા.

આ દરમિયાન પતિ બેડરૂમમાં સુતો હતો ત્યારે પત્ની ભાવનાબેને ડ્રોઇંગરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સાંજે પતિ જ્યારે બહારના રૂમમાં આવ્યો ત્યારે પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આપઘાતની સવારે મૃતકે કન્ટ્રોલ રૂમમાં પોતે આજે નહીં આવે તેમ જણાવ્યું હતું.આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ પતિની અટકાયત કરી છે.

52 વર્ષના પ્રવિણભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ભાવનાબેન ડાભીની 2016માં LRD તરીકે સુરતમાં ભરતી થઇ હતી. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા.

દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ગૃહકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેને આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જો કે પોલીસ તપાસમાં મૃતક ભાવનાબેનની અંતિમ ચિઠ્ઠી મળી નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે ભાવનાબેને આપઘાત કર્યો હતો.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીના આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માતે મોત નોંધીને તેના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાના કારણને લઈને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ભારે કરી હો ! હજુ પણ એવી પત્ની શોધું છું જે મને સમજે… 63 વર્ષમાં 53 વખત લગ્ન કરી ચૂક્યો છે આ શખ્સ, તોય ધરાતો નથી બોલો !

Heavily done! Still looking for a wife who

  • 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા, વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા.

એક વ્યક્તિ તેના જીવનમાં કેટલી વખત લગ્ન કરી શકે છે…એક, બે, ત્રણ કે ચાર. પણ જો કોઈએ તેના 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા હોય તો ? આ સાંભળીને તમે શું કહો ? જણાવી દઈએ કે આ ખાલી કહેવા માટે નથી કહેતા પણ આ એક સાચો કિસ્સો છે. સાઉદી અરેબિયાના (Saudi Arabia) રહેવાસી અબુ અબ્દુલ્લાને (Abu Abdullah) આ સદીના સૌથી મોટા બહુપત્નીત્વવાદી કહી તો એ કોઈ ખોટી વાત નહીં હોય.

અબ્દુલ્લાએ છેલ્લા 63 વર્ષમાં 53 લગ્ન કર્યા છે અને આવું એટલા માટે કે વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા છે. અબ્દુલ્લા એ કહ્યું હતું કે આમ કરવાથી તે બહારની ખરાબીઓથી દૂર રહે છે તે એવો પણ દાવો કરે છે કે તેને કોઈપણ પત્ની સાથે અન્યાય કર્યો નથી, બધા સાથે સમાન વ્યવહાર કર્યો છે અને સમાન અધિકાર આપ્યા છે.

20 વર્ષે પહેલા લગ્ન કર્યા હતા :

અબુ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ લગ્ન થયા ત્યારે તેઓ માત્ર વીસ વર્ષના હતા અને તેની પત્ની અને બાળક સાથે ખુશ હતા પણ ત્રણ વર્ષ વીતી ગયા પછી કેટલાક એવા સંજોગો ઉભા થયા કે તેને ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને 23 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા. સાથે એમને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેને પહેલી વખત લગ્ન કર્યા એ સમયે તેની પત્ની તેના કરતા છ વર્ષ મોટી હતી.

વિદેશ યાત્રા પર આ કારણે કર્યા લગ્ન :

અબુ અબ્દુલ્લાનું કહેવું છે કે તેણે પોતાના 53 લગ્નોમાં વધુ પડતી સાઉદી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે પણ આ સાથે જ ઘણી વિદેશી મહિલાઓ સાથે લગ્ન પણ કર્યા છે. એમને જણાવ્યું હતું કે તેઓ ત્રણથી ચાર મહિના માટે વિદેશ બિઝનેસ ટૂર પર રહેતા હતા અને આ દરમિયાન તેને વિદેશી મહિલાઓ સાથે વિદેશમાં લગ્ન કર્યા હતા.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

અબ્દુલ્લાએ કહ્યું કે હું ત્રણ-ચાર મહિના વિદેશમાં રહેતો હતો અને એટલા માટે જ મેં મારી જાતને ખરાબ કામોથી બચાવવા માટે વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન પણ કર્યા હતા.

કેમ કર્યા આટલા બધા લગ્ન :

સાઉદી અરેબિયાના રહેવાસી અબુ અબ્દુલ્લાએ જણાવ્યું કે 63 વર્ષમાં 53 લગ્ન એમને પોતાના મનની શાંતિ અને સ્થિરતા માટે કર્યા હતા. તે એવી પત્નીની શોધમાં હતો જે તેને સમજી શકે અને તેને શાંતિ આપે અને એ હંમેશા એવી સ્ત્રીની શોધમાં રહે છે જે તેને ખુશ કરી શકે. અબુનું કહેવું છે કે તેને અત્યાર સુધીમાં સૌથી ટૂંકા લગ્ન કર્યા હતા જે માત્ર એક જ રાતમાં તૂટી ગયા હતા.

આ પણ વાંચો :-

હવે દેવી-દેવતાનું અપમાન કરતા પહેલાં વિચારજો, ભગવાન વિરૂદ્ધ ટિપ્પણી કરનારા 4 સંતો વિરૂદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી

0

Now think before insulting gods and goddesses

  • હિંદુ ધર્મના ભગવાનને લઇને કરેલી વિવાદિત ટિપ્પણી મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સંતો વિરૂદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) કેટલાક સંતોના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ (Lord Shiva and Krishna) વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માંગ : 

અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથચરણ દાસજી સ્વામી, આનંદસાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિંદુ સમાજના લોકોની લાગણી દુભાઈ છે.

એક બાદ એક સંતોના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ‘હનુમાનજી ભગવાન નથી’ એ પ્રકારનું અક્ષરમુની સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો.

તાજેતરમાં જ કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો :

આ સિવાય સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્રદેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા.

તદુપરાંત અન્ય એક વીડિયોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ ડાકોરના રાજા રણછોડની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

ફરી ડાયરાની રમઝટ વચ્ચે “કમા”ની રોયલ એન્ટ્રી થતા જનમેદની ઉમટી, થયો લાખો રૂપિયાનો વરસાદ

0

Amidst the razzle-dazzle of Dior again, the

  • રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી.

આજકાલ ગુજરાતમાં કમાની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યમાં ક્યાંય પણ લોક ડાયરો (Folk Dior) હોય તેના સ્ટેજ પર ગુજરાતના લોક લાડીલા કલાકારો (Folklore artists) કમાને લઈને નામના મેળવી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજુલામાં ભાજપ દ્વારા એક લોક ડાયરો યોજાયો હતો. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી (Rajbha Gadhavi) સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી. ડાયરાની રમઝટ વચ્ચે “કમા“ની એન્ટ્રી થતા મોટી સંખ્યામાં જનનેદની ઉમટી પડી હતી. આ ડાયરામાં ચલણી નોટનો વરસાદ પણ થયો હતો.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ભાજપ નેતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા ડાયરાનું આયોજન કરાયુ હતું. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર ‘કમા’એ હાજરી આપીને ડાન્સ કર્યો હતો.

રાજુલામાં આયોજિત રાજભા ગઢવીના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ નારણ કાછડિયા, હીરા સોલંકી, કૌશિક વેકરિયા સહિતના ભાજપના નેતાઓએ હાજરી આપી હતી. ભાજપના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

જો આટલું નહીં કરો તો ક્યારેય નહીં તૂટે દોસ્તી, વરસો વરસ સચવાશે ભાઈબંધી

0

If you don’t do this, friendship will never

  • દર વર્ષે ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ માટે ખૂબ ખાસ હોય છે. દરેકના જીવનમાં ખાસ મિત્ર હોય છે, જે દરેક વખતે સાથ નિભાવે છે અને મિત્રતાની ડોરને મજબૂત બનાવે છે.

આમ તો મિત્રનો દરરોજનો સાથ ખૂબ ખાસ હોય છે. પરંતુ દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે આ દિવસ વધુ સ્પેશિયલ થઇ જાય છે. આ દિવસે તમે તમારા મિત્ર સાથે અમુક પ્રોમિસ (some promise) કરી શકો છો. જેના માટે તમે કઈક સ્પેશિયલ પ્લાન કરી શકો છો.

સારા મિત્રની સાથે ક્યાક ફરવા જઇ શકો છો.  અમે તમને જણાવી રહ્યાં છે, અમુક એવી વાત જેનો ઉપયોગ મિત્રતામાં અજાણતા પણ ના કરતા અને મિત્રતાના સંબંધને વધુ મજબૂત બનાવો.

ખોટુ ના બોલશો, કારણકે મિત્ર છે જરૂરી :

જો તમે તમારી મિત્રતાને વર્ષોવર્ષ જાળવવા માગતા હોય તો યાદ રાખો આ સંબંધની વચ્ચે ખોટુ ક્યારેય ના બોલશો. કારણકે મિત્રતાની પહેલી શરત હોય છે કે કશુ પણ સિક્રેટ ના રાખશો. મિત્રતાને એન્જોય કરતા જાઓ. પરંતુ જો તમે ભૂલથી પણ ખોટુ બોલ્યા તો આ તમારી સારી મિત્રતા વચ્ચેના સંબંધને ખત્મ કરી શકે છે.

પૈસાને વધુ મહત્વ ના આપશો :

ક્યારેય પણ પોતાની મિત્રતા વચ્ચે પૈસાને ના લાવશો. કારણકે અવાર-નવાર આપણે જોઇએ છીએ કે પૈસાના કારણે મિત્રતા વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ પૂરી થઇ જાય છે અને તમે એક સારો મિત્ર ગુમાવી દો છો.

ક્યારેક-ક્યારેક પૈસાને લઇને તમારું બિહેવિયર તમારા મિત્રને ખરાબ ફીલ કરાવી શકે છે. તેથી પૈસાને મિત્રતાની વચ્ચે આવવા ના દેશો આ સંબંધને વધુ સ્પેશિયલ બનાવો.

આ પણ વાંચો :-

દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર આવી ગઈ બજારમાં, આ તારીખે વેચાણ શરૂ, ફીચર્સ જાણીને કહેશો, ‘છોડાવવી પડશે’

0

The country’s cheapest electric car has arrived in

  • Tigor EVને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટીંગ મળ્યું છે અને Tiago EVને પણ સુરક્ષિત થવાની સંભાવના છે. કિંમતની વાત કરીએ તો ટાટા ટિયાગો ઈવીની કિંમત 10 લાખ રૂપિયા, એક્સ-શોરૂમની નજીક મુકી શકાય છેે.

ટાટા મોટર્સે (Tata Motors) હાલમાં જાહેરાત કરી છે કે ભારતીય માર્કેટ માટે કંપનીની આગામી ઈલેક્ટ્રીક રજૂઆત Tiago EV હશે. હવે ડોમેસ્ટિક વાહન (Domestic vehicle) નિર્માતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ઓલ-ન્યુ ટાટા ટિયાગો ઈવી 28 સપ્ટેમ્બર, 2022ના રોજ ભારતમાં પોતાની વૈશ્વિક શરૂઆત કરશે.

લોન્ચ થયા બાદ આ દેશમાં વેચાતી સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હોઇ શકે છે. ખરેખર ટાટા ટિયાગો કંપનીની એન્ટ્રી લેવલ ICE હેચબેક છે અને આવુ તેનુ ઈલેક્ટ્રીક વર્ઝન હોઇ શકે છે.

કંપનીએ કારના સ્પેસિફિકેશન્સનો ખુલાસો કર્યો નથી :

Tata Tiago EV ભારતની પહેલી ઈલેક્ટ્રીક હેચબેક હશે અને કંપનીના પોર્ટફોલિયોમાં Tiago EVથી નીચે હશે. જો કે, ટાટા મોટર્સે અત્યાર સુધી Tiago EV અંગે સ્પેસિફિકેશન્સ અને અન્ય વિવરણોનો ખુલાસો કર્યો નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટિયાગો ઈવી કંપનીની ઈલેક્ટ્રીક સેડાન Tiago EVની સાથે અંડરપિનિંગ અને મિકેનિકલ્સ શેર કરી શકે છે. Tiago EVને ગયા વર્ષે ભારતમાં PV સેગમેન્ટ માટે લોન્ચ કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રીક કારના આ છે સ્પેસિફિકેશન્સ : 

જો સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Tiago EVમાં ટાટાની એડવાન્સ Ziptron ટેેકનોલોજી છે, જે કાયમી મેગ્નેટ સિંક્રોનસ ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કરે છે. આ પાવરટ્રેન 74 બીએચપી, 170 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.

કંપની દાવો કરે છે કે આ 5.7 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ ઉપરાંત તેમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે, જે પ્રતિ ચાર્જ 302 કિમીની ARAI પ્રમાણિત રેન્જ આપે છે.

ટાટા ટિયાગો ઈવીમાં પણ આ પાવરટ્રેન મળવાની આશા :

આગામી નવી ટાટા ટિયાગો ઈવીમાં પણ આ પાવરટ્રેન મળવાની આશા છે. આ સાથે મોટર, મોટરનો પાવર અને ટોર્ક, બેટરી પેક તથા રેન્જ પણ Tigor EVના જેવી હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે Tigo EVને  ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટીંગ મળ્યું છે અને Tiago EVની પણ ઘણી સુરક્ષિત થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 17 સપ્ટેમ્બર : સિંહ-મકર રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં સંભાળવું જરુરી

Today’s Horoscope September 17 Gujarat Guardian

મેષઃ
નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતારણ રહે. નવા રોકાણોનું ફાયદાકારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકૂળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
વાયુ-કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિયપાત્રનું મિલન શક્ય બને.

મિથુનઃ
મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નિની તબિયતની કાળજી રાખવી. નોકરી-ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.

સિંહઃ
વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનાે સાથ સહકાર મળતો જણાય.

કન્યાઃ
પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ-રંગ-ટાયર-ટ્યુબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ધનઃ
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
આવક જળવાશે. પરિવારમાં આનંદ. ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.

મીનઃ
જુસ્સામાં શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો :-

કમલમ બહાર ફેંકી દેવાયા ભાજપના ખેસ, રોષે ભરાયેલ લોકોએ કહ્યું-ભાજપે અમને ખેસ ઉતારવા મજબૂર કર્યાં

0

BJP’s khas thrown out of Kamalam, angry

  • વિચરતી જાતિના કેટલાક આગેવાનોએ કમલમ પહોંચીને ભાજપના ખેસ ઉતારી દીધા, 2017માં સરકારે આપેલા વચન પૂરા ન કરતાં આગેવાનોનો ભાજપ છોડવાનો નિર્ણય, STની જગ્યાએ OBCમાં સામેલ કરવા સામે આગેવાનોનો વિરોધ

હાલ ગાંધીનગર (Gandhinagar) વિવિધ આંદોલનોનું ગઢ બન્યું છે. વિવિધ માંગણીઓ સાથે ગુજરાતના અનેક નાગરિકો તથા સરકારી કર્મચારીઓ (Government employee) રસ્તા પર ઉતર્યા છે. ત્યારે આજે આ વિરોધ પ્રદર્શન વચ્ચે એક અજીબ ઘટના બની હતી. એક તરફ જ્યાં ભાજપ દ્વારા ખેસ પહેરાવીને લોકોને આવકારવામાં આવી રહ્યાં છે.

ત્યાં બીજી તરફ વિચરતી જાતિના લોકોએ પોતાની માંગણીઓ પૂરી ન થતા વિરોધમા ભાજપના ખેસ ઉતારીને ફેંક્યો હતો. તમામે દુખી હ્રદયે રડતા રડતા ખેસ ઉતાર્યા. આ જાતિના લોકેએ કહ્યું કે, વર્ષ 2017 માં વચન આપ્યું હતું એ પૂરું ના કર્યું. ભાજપે અમને ખેસ ઉતારવા મજબુર કર્યા.

હાઇવે પર જાહેર રસ્તા પર ભાજપના ખેસ ઉતાર્યા :

ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિ લાંબા સમયથી સરકાર સામે માંગણીઓ કરી રહી છે. સમાજના પડતર પ્રશ્નોની માંગ પૂરી ન થતાં સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ કારણે જ્ઞાતિના લોકોએ આજે ભાજપના કાર્યાલય કમલમ તરફ કૂચ કરી હતી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

વિચરતી વિમુક્ત જાતિના લોકોને કમલમ જતા પોલીસે અટકાવ્યા હતા. તેઓ કમલમ પહોંચે તે પહેલાં પોલીસે ઘેરી લીધા હતા. જેથી વિચરતી જાતીના લોકોએ હાઇવે પર જાહેર રસ્તા પર ભાજપના ખેસ ઉતાર્યા હતા. સમાજના પડતર પ્રશ્નોની માંગ પુરી ન થતાં સમાજના લોકોમાં રોષ છે, જેથી ખેસ ઉતારી વિરોધ વ્યક્ત કર્યો.

ભાજપે અમને ખેસ ઉતારવા મજબૂર કર્યા :

સમાજના આગેવાનોએ કમલમ પહોંચીને ભાજપનો ખેસ ઉતાર્યો હતો. એટલુ જ નહિ, પોતાના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભાજપ છોડવા નિર્ણય કર્યો. આ અંગે અખિલ ભારતીય આદિ મહાસંધના પ્રમુખ રૂપસંઘ ભાઈએ કહ્યું કે, આ સરકારે અમને અમારી અધિકાર ન આપ્યા.

વર્ષ 2017 માં વચન આપ્યું હતું એ પૂરું ના કર્યું. તેથી દુખી હૃદયે રડતા રડતા ખેસ ઉતાર્યા. ભાજપે અમને ખેસ ઉતારવા મજબૂર કર્યા. તેથી અમારે રોડ પર ખેસનો ઢગલો કરવો પડ્યો. જ્યા સુધી અધિકાર નહી મળે ત્યાં સુધી ખેસ ધારણ કરીશું નહિ.

આ પણ વાંચો :-

ઠગ સુકેશને મળવા તિહાડ જેલ ગઈ હતી ચાર હિરોઈન, નોરા-જેક્લીનની સાથે આ લોકો પણ પોલીસ રડારમાં

Four heroines went to Tihar Jail to

  • સુકેશ ચંદ્રશેખરને ચાર અભિનેત્રીઓ તિહાડ જેલમાં મળી હતી, જેના માટે તેમને પૈસા પણ આપવામાં આવ્યા હતા.

લાંબા સમયથી સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) સાથે કનેક્શનને કારણે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandes) અને નોરા ફાટેલી ચર્ચાઓમા છે. દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક ગુના શાખા જેક્લીન સાથે મામલાને લઈને પૂછપરછ પણ કરી ચૂકી છે.

આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે ટીમ એ ચાર એક્ટ્રેસ સાથે પણ પૂછપરછ કરી શકે છે, જેમણે તિહાડ જેલમાં સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. આ ચાર એક્ટ્રેસના નામ નીકીતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષ પાટિલ છે.

અલગ અલગ નામો સાથે કરાવી હતી ઓળખાણ  :

રિપોર્ટ્સ અનુસાર સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ નીકીતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલને અલગ અલગ નામોથી સુકેશ સાથે મુલાકાત કરાવી હતી. મુલાકાત બાદ એક્ટ્રેસને મોંઘી મોંઘી ગિફ્ટ્સ અને પૈસા પણ મળ્યા હતા.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

આ મુલાકાત તિહાડ જેલમાં થઈ હતી. અરુષાએ મુલાકાતની વાતને કબૂલ  પણ  કરી હતી પણ તેણે કહ્યું હતું કે આ મુલાકાત તિહાડમાં નહોતી થઈ.

તિહાડમાં સુકેશને મળી હતી નીકીતા :

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નીકીતા તંબોલી એક નહીં પણ બે વાર સુકેશને તિહાડ જેલમાં કાર્યાલયમાં મળી હતી. રિપોર્ટમાં ઇડીની ચાર્જશીટનો દાવો કરતાં જણાવવામાં આવ્યું છે કે 2018માં તિહાડ જેલનાં ગેટ નંબર 3થી અંદર જઈને સુકેશ સાથે નીકીતાની મુલાકાત થઈ હતી.

તંબોલીએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે પિંકીના કહેવા પર તેણે મુલાકાત કરી હતી અને પિંકીએ કહ્યું  હતું કે કોઈ ગરબડને કારણે તે જેલમાં છે અને ઓગસ્ટ 2018 સુધીમાં તેને જામીન મળી જશે. તંબોલીએ એમ પણ જણાવ્યું કે તે સમયે ગાડીની તપાસ કરવામાં આવી ન હતી અને કોઈ આઈડી પણ માંગવામાં આવ્યું ન હતું.

ચાહત સાતે શેખર બનીને મળ્યો હતો સુકેશ :

રિપોર્ટ અનુસાર ચાહત ખન્નાએ ઇડીને જણાવ્યું કે પિંકીએ સુકેશને સાઉથ ઇન્ડિયન ચેનલ્સનો માલિક શેખર રેડ્ડીના નામથી મળાવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2018માં શેખર રેડ્ડી સાથે મુલાકાતના બદલે એક્ટ્રેસને 2 લાખ રૂપિયા કેશ, મોંઘી ઘડિયાળ પણ મળી હતી.

આ પણ વાંચો :-

લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે, ભાંડો ફૂટતા જ…

After 6 years of marriage, the woman

  •  દિલ્હીની ઠગ યુવતીએ પુરુષ બનવા સર્જરી કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા.

સંસ્કારી નગરી વડોદરામાં (Vadodara) વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. વડોદરાની મહિલા સાથે તેના પતિએ એવી છેતરપિંડી કરી કે જેણે જાણીને વિચારમાં પડી જશો. દિલ્હીની (Delhi) ઠગ યુવતીએ પુરુષ બનવા સર્જરી કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા.

લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે. મહિલાએ લિંગ પરિવર્તન (Gender change) કરીને સ્ત્રીમાંથી પુરુષ બનીને ડોક્ટર તરીકે ઓળખ આપી વડોદરાની મહિલા સાથે લગ્ન કર્યાં.

વડોદરાની મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું કે, વડોદરાની યુવતીના પહેલા પતિનું મૃત્યુ થયું છે, અને તેને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી. દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ યુવતી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન પણ કર્યાં.

કેવી રીતે ભાંડો ફૂટ્યો :

પતિ વિરાજ હર્ષવર્ધન સુહાગરાતે થાકી ગયાનું બહાનું કરીને સૂઈ ગયો હતો. તેના બાદ ડૉ.વિરાજ એલર્જીના બહાને પત્નીથી દૂર રહીને પૂજા-પાઠ કરતો હતો. પરંતું બે વર્ષથી ડો.વિરાજની હરકતો સામે શંકા જતાં વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. પરંતું મહિલા એકવાર પતિને દિલ્હીની સેક્સવર્કર સાથે જોઈ ગઈ હતી.

જેના બાદ મહિલાના હાથમાં એક ફાઈલ આવી, જે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફાઈલમાં પતિના કલકત્તામાં થયેલી સર્જરીની માહિતી હતી. જેમાં પતિની હકીકત સામે આવી હતી.

ફાઈલમાં ઉલ્લેખ કરાયો હતો કે, ડો.વિરાજ હકીકતમાં વિજેતા હતો. લિંગ પરિવર્તનની સર્જરી કરાવીને તે યુવતીમાંથી યુવક બન્યો હતો. ડો.વિરાજે મોંઘીદાટ સર્જરી કરાવીને શરીરના ઉપરના ભાગનું પરિવર્તન કરાવ્યું હતું. આમ, લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

આમ, પતિની સચ્ચાઈ સામે આવતા જ પત્નીએ ફરિયાદ કરી. જેના બાદ આરોપી પતિ વિરાજ હર્ષવર્ધનની દિલ્હીમાં પોલીસે ધરપકડ કરી છે. આરોપી ડો.વિરાજની ગોત્રી પોલીસે ધરપકડ છે. હાલ વિરાજને તપાસ અને પૂછપરછ માટે વડોદરા લાવવામાં આવ્યો છે.

વડોદરા પોલીસ આ મામલે તપાસ કરશે કે લિંગ પરિવર્તન એકટ મુજબ આ અંગેની સર્જરી થયા બાદ એક તબીબોની પેનલ બેસે છે અને ત્યારબાદ જિલ્લા કલેકટર તેને મંજૂરી આપે પછી લિંગ પરિવર્તન મુજબ તે પુરુષ બન્યો કે સ્ત્રી બન્યો તે અંગેની જાહેરાત ગેઝેટમાં થાય છે. આ પ્રક્રિયાને ડો.વિરાજે અનુસરી છે કે કેમ?

ડો.વિરાજની હકીકતો પરથી પડદો ઊંચકાયો :

ડો.વિરાજ સામે શંકા જતાં વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. ડો.વિરાજે તેને ધમકી આપતો હતો કે, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધનનું નાજાયઝ સંતાન છું અને તેઓ મારા નામે અનેક સ્કીમો મુકે છે. એટલે યુવતીએ કેન્દ્રીય મંત્રીની ઓફિસમાં જઇ આ અંગેની તપાસ કરતાં મંત્રીના અંગત મદદનીશે કહ્યું હતું કે, આ વાત બિલકુલ વાહીયાત અને બિનપાયેદાર છે. આ સાંભળી યુવતીને વિરાજના કારસ્તાનની ગંભીરતા સમજાઈ હતી.

ચોંકાવનારી હકીકત એ છે કે, ડો.વિરાજે અન્ય યુવતી સાથે પણ લગ્ન કર્યા હતાં. તેની બે માતા અને બે સાવકી બહેનો સામે ફરિયાદ થઇ છે. જેમાં સગી માતા કુસુમ હર્ષબર્ધન શ્રીવાસ્તવ (વર્ધા), સાવકી માતા અનીતા હર્ષબર્ધન શ્રીવાસ્તવ (હૈદરાબાદ), સાવકી બહેનો શુબી હર્ષબર્ધન, અસ્મિતા અગ્રવાલ છે.

વડોદરામાં મીડિયા સમક્ષ આરોપી વિરાજે સ્વીકાર્યુ કે, જેન્ડર ચેન્જ કરવા ત્રણ સ્ટેજની સર્જરી કરવી જરૂરી છે. મારી બે સ્ટેજની સર્જરી થયેલી હતી. આ બાબત મેં લગ્ન પહેલા જ જણાવી હતી. ફેલો સર્જરીની સારવાર બાકી હતી. મારી સર્જરી સક્સેસ થઈ હતી.

આ વિશે ઝોન-2ના ડીસીપી અભય સોનીએ કહ્યું કે, વિરાજે મહિલા તરીકે રહીને મહિલા સાથે અકુદરતી સંબંધ બાંધ્યા હતા. તેમજ ખોટી રીતે લોન લઈ ગુનો કર્યો છે. આરોપીની બહેનો અને સાસુને આરોપી તરીકે લેવામાં આવશે.

સાથે જ વિરાજે સેકસ ચેન્જ કરવાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી નથી. તેમના લગ્ન 2014 માં થયા હતા. પરંતું 2014 થી 2020 સુધી અંગત પાર્ટમાં ઇન્ફેક્શન હોવાનું બહાનું કાઢી મહિલા સાથે અંગત સંબંધો બાંધવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો :-