Home Blog Page 1308

શું તમે જાણો છો કે કયું ભોજન કેવા વાસણમાં મુકવું જોઈએ ? આયુર્વેદ અનુસાર જાણો કેવો પડે છે શરીર પર તેનો પ્રભાવ

Do you know which food should be put in which

  • આયુર્વેદ અનુસાર અમે કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ કે તમારે કયા પ્રકારનો ખોરાક કયા વાસણમાં સ્ટોર કરવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખોટી અસર ન પડે.

બચેલા ખોરાકનો સંગ્રહ (Food storage) કેવી રીતે કરવો તેના પર આપણે બિલકુલ ધ્યાન નથી આપતા. કોઈ પણ પ્લાસ્ટીક અથવા સ્ટીલના ડબ્બામાં (Steel cans) ભરીને તેને ફ્રિઝમાં મુકી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે આનાથી માત્ર ખોરાકના પોષણ અને સ્વાદમાં (Nutrition and taste) જ ફરક નથી પડતો. પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

જી હા આજે અમે તમને આયુર્વેદ અનુસાર કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારે કયા પ્રકારનો ખોરાક કયા વાસણમાં સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખોટી અસર ન પડે. ચાલો જાણીએ કે બચેલા ખોરાકનો સંગ્રહ કેવી રીતે કરવો.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

જ્યુસ અને સિરપને આ રીતે કરો સ્ટોર :

જ્યુસ અને સિરપ જેવી વસ્તુઓને તમારે કોઈ પણ વાસણમાં આમ જ સ્ટોર ન કરવા જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ માટે તમારે ચાંદીના વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઘી કેવી રીતે સ્ટોર કરશો ? 

ઘીનો ઉપયોગ મોટાભાગે ભારતીય રસોડામાં થાય છે. જો તમે ઘરે ઘી બનાવો છો તો તે ખૂબ જ સારું છે. પરંતુ જો તમે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીને તેનો ઉપયોગ કરો છો. તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જી હા ઘી લોખંડના વાસણમાં અથવા કાચની બરણીમાં રાખો.

ખાટી વસ્તુઓને આ રીતે કરો સ્ટોર :

ખાટી વસ્તુઓને ખાસ કરીને માટીના વાસણોમાં સ્ટોર કરો. અથવા તો તમે ચીની માટીના વાસણોનો પણ ઉપયોગ કરી શકો છો. જેથી તેના કારણે શરીરમાં કોઈ રિએક્શન ન આવે અને ભોજન પણ બગડે નહીં. ખાસ કરીને અથાણાં જેવી ખાટી વસ્તુઓ બોઝાનમાં રાખવામાં આવે છે.

આ પણ વાંચો :-

ફ્રીમાં મળશે Netflix Amazon Primeનું સબ્સ્ક્રિપ્શન, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ

0

Get Netflix Amazon Prime subscription

  • આજકાલ ઓટીટી પ્લેટફોર્મ માટેના વધુ વિકલ્પોને કારણે દરેક એપનું સબ્સ્ક્રિપ્શન લેવાનું શક્ય નથી. આજે અમે તમને એક ટ્રીક જણાવી રહ્યા છીએ જેનાથી તમે અમેઝોન અને નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં લઈ શકો છો.

ભારતમાં પણ OTTનો ટ્રેન્ડ ઘણો લોકપ્રિય થયો છે. આ જ કારણ છે કે અહીં OTT પ્લેટફોર્મ પણ ઘણા છે. Amazon Prime અને Netflix જેવા OTT પ્લેટફોર્મ સૌથી વધુ લોકપ્રિય છે. તેનું સબ્સ્ક્રિપ્શન (Subscription) પણ અન્ય એપ્સ કરતાં થોડું વધારે છે.

આવી સ્થિતિમાં સંખ્યા વધુ હોવાને કારણે દરેક યુઝર્સ તમામ એપ્સનું સબ્સ્ક્રિપ્શન ન લઈ શકે. જ્યારે અલગ અલગ કન્ટેન્ટના કારણે તેમને તેની જરૂરીયાત મસેસુસ થાય છે. આજે અમે તમને એક ખાસ પ્લાન જણાવીશું જેના દ્વારા તમે એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સને ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી શકો છો.

જીયો પોસ્ટ પેડનો 399 રૂપિયા વાળો પ્લાન :

જો તમે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ મફતમાં મેળવવા માંગતા હો તો તમારી પાસે જીયો પોસ્ટપેડનો આ પ્લાન લેવાનો પહેલો ઓપ્શન છે. આમાં તમને અનલિમિડેટ કોલિંગ અને 1 દિવસમાં 100 મેસેજની સુવિધા મળશે.

ઉપરાંત નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં ઉપલબ્ધ રહેશે. કંપની તમને આ યોજનામાં 75 જીબી ડેટા પણ આપે છે. આ યોજના વિશેની ખાસ વાત એ છે કે તે 200GB Data Rollover સાથે આવે છે.

જીયોનો 599 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન :

જીયોનો આ પ્લાન પોસ્ટપેડ કેટેગરીમાં સૌથી વધારે પોપ્યુલર છે. 599 રૂપિયાના રેન્ટલ વાળા આ પ્લાનમાં તમને 100GB ડેટા મળે છે. ત્યાં જ આ પેક ફેમિલી પ્લાન એટલે કે એડિશનલ સિમની સાથે આવે છે. તમે તેમાં 200GB સુધી ડેટા રોલઓવર કરી શકો છો. કોલિંગની વાત કરવામાં આવે તો તે પણ અનલિમિટેડ કોલિંગ મળે છે અને સૌથી ખાસ વાત એ છે કે આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રોઈમનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.

એરટેલનો 1199 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન :

એરટેલ 1199 પોસ્ટપેડ પ્લાનમાં તમને Netflix, Amazon Prime અને Disney+Hotstarનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ પ્લાનમાં પણ જીયોની જેમ તમને અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ ડેલીની સિવિધા મળે છે. કંપની તમને 150જીબી ડેટાને રોલઓવર કરી આપે છે. આ પ્લાનની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આ એરટેલ પોસ્ટપેડનો સૌથી વધુ વેચાતો પ્લાન છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 22 સપ્ટેમ્બર : કુંભ-મીન રાશિના જાતકોના ખર્ચામાં વધારો થશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope September 22 :Gujarat Guardian

મેષ
નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવકનું પાસું મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભ
લાગણીશીલતાનું પ્રમાણ વધતું જણાય. સંબંધના ખેંચાણને કારણે ખોટું કામ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. પા‌રિવા‌રિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીય ક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

મિથુન
ગુસ્સાનું પ્રાણ વધે. આવકનું પ્રમાણ ઘટે. ગળાના રોગથી સાચવવું. જમણી આંખની કાળજી રાખવી. ફાયનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હોટલના ધંધામાં લાભ. ધંધામાં ઓ‌‌ચિં‌તિ સારી તક આવે.

કર્ક
‌વિચારવાયુનું પ્રમાણ વધે. યશ, પ્ર‌તિષ્‍ઠામાં વધારો થતો જણાય. પ‌રિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

‌સિંહ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારમાં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શકય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યા
આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના આ‌‌ર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની ત‌બિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગ‌તિથી આનંદ જળવાય.

તુલા
આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પ‌રિવારમાં માન‌સિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધા‌ર્મિક યાત્રાનું આયોજન શકય બને.

વૃ‌શ્ચિક
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર જંગમ ‌મિલકત ક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવા‌હિક જીવનમાં પ્રેમ વધે.

ધન
મન અશાંત રહે. નકારાત્મક ‌વિચારો વધે. ‌ડિપ્રેશનના દર્દી માટે ‌વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ ‌મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની ત‌બિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકર
માન‌સિક ‌સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. ‌મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઇજા થાય તો સાવધાની જરૂરી.

કુંભ
માન‌સિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઇ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. પાણીના રોગોથી સાચવવું.

મીન
આત્મ‌વિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની ત‌બિયતની ‌ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના ‌મિત્રોની મુલાકાત શકય બને.

આ પણ વાંચો :-

સુમુલ ડેરીના ટેમ્પા પર ‘અસામાજિક તત્વો’ એ કર્યો હુમલો, મોંઘા ભાવનું દૂધ ઢોળીને કર્યું નુકસાન

0

‘Anti-social elements’ attacked Sumul Dairy’s

  • સુરતમાં લુખ્ખાતત્વોની આચકલી,સુમુલ ડેરીના ટેમ્પોમાં જતું દૂધ ઢોળી દીધું, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ.

આજે માલધારી સમાજ (Maldhari Samaja) દ્વારા 11 જેટલી પડતર માંગને લઈ સરકાર સામે આક્રોશ રૂપે 1 દિવસ દૂધ (Milk) નહીં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં ક્યાંક નદીમાં દૂધ ઢોળી તો ક્યાંક દૂધની ખીર બનાવી જરૂરિયાતમંદ લોકોને વહેચવામાં આવી તો ઘણી જગ્યાએ શ્વાનને દૂધ પીવડાવી (Drink milk) આકારો વિરોધ કરવામાં આવ્યો. આપને એ પણ જણાવી દઈએ કે આ 11 પૈકીની મુખ્ય માંગ ઢોર નિયંત્રણ બિલને (Cattle Control Bill) આજે રદ્દ કરતો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો છે.

અમાસામાજિક તત્વોએ ટેમ્પોમાં રાખેલુ દુધ રોડ પર ઢોળ્યુ :

ત્યારે માલધારી સમાજના વિરોધની આડ લઈ વાતાવરણ ડહોળવા કેટલાક અમાસામાજિક તત્વો સક્રિય થયા છે. સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પો પર શખ્સોએ હુમલો કરી દીધો છે. ઉતરાણ વિસ્તારમાં સુમુલ ડેરીનો ટેમ્પો રોકવામાં આવ્યો હતો જે બાદ તેમાં રહેલું દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું હતું.

અમાસામાજિક તત્વોની આ હરકતની ચારેયકોર નીંદા થઈ રહી છે. ઉતરાણ મૌની સ્કૂલ નજીક દૂધ ઢોળીને  નુકશાન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કરી કાર્યવાહીની માંગણી કરી છે.

ગુજરાતમાં ‘દૂધ’ની સિક્યોરિટી :

તો આ તરફ સુરતમાં સુમુલ ડેરી દ્વારા બપોર પછી નું દૂધ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે સુમુલ ડેરીમાંથી દૂધના ટેમ્પો રવાના થયા છે. ગઈ મધરાતે પણ પોલીસ બંદોબસ્ત સાથે દૂધ વિતરણ કરાયું હતું

પૂજય કની રામ બાપુએ માલધારીઓને કરી અપીલ :

બીજી તરફ માલધારી સમાજના એક દિવસ દૂધ નહી વેચવા મામલે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ, માલધારી સમાજના ગુરૂ ગાદીના પૂજય કની રામ બાપુએ માલધારીઓને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહી.

વધુમાં અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવવી નહી. એટલું જ નહિ ડેરી તેમજ કોઈના દૂધ ટેંકરોને રોકીને પણ ધમાલ ન કરવા જણાવાયું છે. તેમણે જણાવ્યું કે આપણે તો આપણી ગાયો-ભેંસોનું દૂધ નથી વેચવાનું. ડેરી આથી દ્વારકાવાળાને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા તેમ અંતમાં ગુરુએ જણાવ્યું હતું.

શું છે માલધારી સમાજની માંગ ? 

માલધારીઓની મુખ્ય માંગોમાં ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો, માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણીઓ કરાઇ રહી છે.

આ પણ વાંચો :-

 1 લાખની લાંચ લેતા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી ઝડપાયા 

Navsari district supply officer

  • નવસારીના પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવ આજે સાંજે એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

બનાવની મળતી વિગત મુજબ એક જાગૃત્ત નાગરિક (An informed citizen) એલ.ડી.ઓ. લાઇટ ડિઝલ ઓઇલ અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. તા.8-9-22ના રોજ લાઇટ ડીઝલ ઓઇલનો (Light diesel oil) જથ્થો લઇ જતાં તેના ટાટા આઇસર ગાડીને નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવે (ક્લાસ વન કર્મચારી વહન કરાતા ડીઝલ ઓઇલ (Diesel oil) અંગેના જરૂરી દસ્તાવેજો ચેક કરવા માંગ્યા હતા.

આ દસ્તાવેજો ચેક કર્યા બાદ લાયસન્સ, બીલ વિગેરેની તપાસ કરી ફરિયાદીની આઇસર ગાડીને જવા દીધી હતી. જો કે એ પછી આરોપી નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ. 1,00,000ની માંગ કરી હતી. આ રકમ આ વેપારી આપવા ન માંગતો હોય તેણે આ બાબતે એસીબીનો સંપર્ક કરી પુરવઠા અધિકારી સામે ફરિયાદ આપી હતી.

ફરિયાદને આધારે આજે તાપી જિલ્લા એસીબીના અધિકારી એસ.એચ.ચૌધરીએ મદદનીશ નિયામક એસીબી સુરત એકમને જાણ કરી છટકુ ગોઠવ્યું હતું. આ છટકા મુજબ ફરિયાદીએ ડીએસઓએ લાંચ પેટે રૂ.1,00,000 નવસારી ગણદેવી રોડ પર આવેલ રાજહંસ થીયેટરના પાર્કિગમાં લેવા આવવા જણાવતાં આરોપી લાંચ પેટે એક લાખ રૂપિયા લેવા માટે થીયેટરના પાર્કિંગમાં પહોંચ્યા હતા.

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવે આ રૂપિયા સ્વીકારતા જ તાપી એસીબીની ટીમે તેમને રૂ.1 લાખ સાથે રંગેહાથે ઝડપી લીધા હતા. આ બાબતે યાદવને પુરવઠા અધિકારીની ઓફિસમાં લાવી જરૂરી કાર્યવાહી એસીબીએ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

GMDCના ગરબામાં PM મોદી આપી શકે છે હાજરી, માં અંબાની ઉતારશે આરતી ! શું છે સંભવિત કાર્યક્રમ ?

0

PM Modi may attend GMDC’s Garba

  • મહત્વનું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે અમદાવાદમાં આવનાર છે, એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે.

ગુજરાતમાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજાનાર છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે આવીને લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે સમાચાર એવા છે કે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) નવરાત્રિ ટાણે ગુજરાત પ્રવાસે આવનાર છે.

ત્યારે ગુજરાત પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. સૂત્રો જણાવી રહ્યા છે કે GMDCના ગરબામાં PM મોદી માં અંબાની આરતી પણ કરી શકે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે અમદાવાદમાં આવનાર છે, એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી નવરાત્રિમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવાના છે.

PM મોદી પાંચમા નોરતે એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.

આ પણ વાંચો :-

અજબ પ્રેમ કી ગજબ કહાની  : ટ્રાફિકજામમાં ફસાયેલા યુવકને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, જાણો પછી શું થયું

0

Ajab Prem Ki Gajab Kahani : A young man

  • બેંગ્લોરના ટ્રાફિકના કિસ્સા તો તમે બધાએ સાંભળ્યાં હશે. પરંતુ આ ટ્રાફિકની વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થવી આ હકીકતમાં કઈક અલગ છે. આવો એક કિસ્સો લોકોનેે ખૂબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં (Social media) એક લવ સ્ટોરી લોકોની ખૂબ એટેન્શન લઇ રહી છે. આ કહાની અંગે જાણીને તમે એવુ લાગશે કે આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ છે. પરંતુ આ કહાની વાસ્તવિક છે. આ લવ સ્ટોરી (Love story) અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ લવ સ્ટોરી તમને પણ સરપ્રાઈઝ કરી શકે છે. બેંગ્લોરના (Bangalore) ટ્રાફિકનો ઉલ્લેખ વારંવાર સ્ટેન્ડઅપ કોમેડીમાં થતો રહે છે. પરંતુ આ ટ્રાફિક કોઈની લાઈફ ચેન્જિંગ મોમેન્ટ (A life changing moment) પણ હોઇ શકે છે. આ કોઈએ વિચાર્યુ પણ નહીં હોય.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ટ્રાફિકના કારણે બની જોડી  :

રેડિટ પર શેર કરવામાં આવેલી આ કહાનીને ટ્વિટર પર ઓછા શબ્દોમાં જણાવવામાં આવી છે. બેંગ્લોરના સોની વર્લ્ડ સિગ્નલે બે મિત્રોનુ જીવન બદલીને રાખ્યું છે. આ કહાનીને જાણતા પહેલા તમે પણ ટ્વિટર પર પોસ્ટ કરાયેલું આ ટ્વિટ અવશ્ય વાંચો.

આવી છે તેમની લવ સ્ટોરી 

ખરેખર આ કપલ વચ્ચે પહેલા જ મિત્રતા હતી. પરંતુ ક્યારેય પણ પ્રેમ જેવી ફીલિંગ અંગે તેમણે વિચાર્યુ નહોતુ. જ્યારે યુવક એક દિવસ પોતાના મિત્રને છોડીને જઇ રહ્યો હતો ત્યારે નિર્માણાધીન એજીપુરા ફ્લાય ઓવરના કારણે આ બંને ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. ટ્રાફિક જામમાં ફસાયા હોવાના કારણે બંનેને ભૂખ લાગી અને બંનેએ તે દિવસે સાથે ડીનર કર્યુ. અહીંથી આ કપલની લવ સ્ટોરીની શરૂઆત થઇ અને બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા.

આ પણ વાંચો :-

ગંદા પાણીમાં ન્હાયા, ડૂબકી મારી : લોકોએ મને કામ કરવા ચૂંટી છે ખોટા વાયદા કરવા નહીં, ધારાસભ્યનો અનોખો વિરોધ

0

Bathed in dirty water, took a dip : People have

  • બિહાર-ઝારખંડ સરહદ પર રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ અનોખો વિરોધ કર્યો હતો.

બિહાર-ઝારખંડ (Bihar-Jharkhand) સરહદ પર રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. વરસાદના સમયે રોડ પર કમર સુધી પાણી ભરાઈ રહે છે. નાળાના પાણી પણ રસ્તા પર આવી જાય છે. લોકો તેને લઈને સતત વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે. બિહાર ઝારખંડ સરહદ પર લોકો દંગ રહી ગયા જ્યારે ત્યાં મહિલા ધારાસભ્ય (Woman MLA) પહોંચ્યા ધારાસભ્યએ રસ્તા પર જામ થયેલા પાણી જોઈને ગુસ્સે થઈ ગયા હતા. જો કે તેમણે આ ગુસ્સે જરાં અલગ રીતે ઠાલવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઝારખંડના મહગામાના ધારાસભ્ય દીપિકા પાંડેયનું ઘર બિહારના ઝારખંડ સરહદથી અડીને આવેલા મેહરમામા છે. મેહરમા ઝારખંડમાં છે. ઝારખંડના સિદ્ધુ કાન્હૂ ચોક પર રસ્તામાં પાણી ભરાયા હતા. કમર સુધીના પાણી જોઈને ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા. ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના છે. આ આખો વિસ્તાર ઝારખંડ સરકાર હસ્તક છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ધારાસભ્યે એ કહ્યું કે લોકો કેવી રીતે આ રસ્તા પર પસાર થઈ શકે. કેટલી મુશ્કેલીઓ વેઠતા હશે. જો કે, આ વિસ્તાર બિહારના લોકો માટે અત્યંત મહત્વનો છે. બિહારના ભાગલપુર જિલ્લાના મોટા ભાગના લોકો અહીં આવે છે. તેમનો વેપાર પણ અહીંથી ચાલે છે.

સાથે જ તેમનું બજાર જવાનો રસ્તો પણ અહીંથી પસાર થાય છે. પીરપેંતીના લગભગ છ જેટલી પંચાયતના લોકોનું અહીંથી પસાર થવાનું હોય છે. લોકો ખરીદી માટે અહીંથી બજાર અને હાટ જતાં હોય છે. અહીં મોટી બજાર આવેલી છે. ભાગલપુર જિલ્લાના મોટી સંખ્યામાં લોકો અહીં આવનજાવન કરે છે.

ધારાસભ્ય દીપિકા પાંડેએ વિરોધ સ્વરુપ રસ્તા પર પાણીમાં બેસીને પ્રદર્શન કર્યા હતા. તેમણે રસ્તા પર વહી રહેલા પાણીથી સ્નાન પણ કર્યું. ત્રણ ડૂબકી પણ લગાવી, રસ્તા પર નાળાના પાણી વહી રહ્યા છે. ઘણી વાર સુધી આવો વિરોધ ચાલ્યો હતો. તેનો વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. તેની ચર્ચા ઝારખંડથી વધારે બિહારમાં થઈ રહી છે.

આ પણ વાંચો :-

રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાયુ, વિધાનસભામાં બહુમતીના આધારે લેવાયો નિર્ણય

0

The Stray Cattle Control Bill was

  • ગુજરાત વિધાનસભાનું ચૂંટણી પહેલાંનું અંતિમ બે દિવસીય સત્ર હાલ ચાલી રહ્યું છે. જેમાં સરકારે આખરે રખડતા ઢોર નિયંત્રણના વિધેયકને પરત લેવાનું નક્કી કર્યું છે. શું છે તેની પાછળનું કારણ? જાણો રખડતા ઢોર મુદ્દે સરકારે કેમ કરવી પડી પાછી પાની…

લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોરના નિયંત્રણ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. જો કે આ સમગ્ર મામલે ભારે રાજકારણ બાદ આખરે આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ભાજપે બહુમતીના આધારે આ વિધેયક પરત ખેંચવાાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર (stray cattle) અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી.

જ્યારથી આ વિધેયક પસાર થયો હતો ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી ખાળવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછી પાની કરવી પડી છે તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર (stray cattle) અંગેનો કાયદાને હવે વિધાનસભામાં બહુમતીના આધારે પરત ખેંચી લેવામાં આવ્યો છે. મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને (Stray Animal Control Laws) લઈ માલધારી સમાજના (Maldhari community) ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જોખ્યું છે.

આ વિધેયક પરત ખેંચવા અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા હતા. માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે એવા સમયે ભાજપ સરકારને માલધારી સમાજની નારાજગી પોસાય તેમ નથી. એજ કારણ છે કે આજે મળેલાં વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચવાનો નિર્ણય લેવાય છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil) ને મળીને પણ અગાઉ આ બાબતે રજૂઆત કરી હતી. તે સમયે માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે આના પર યોગ્ય નિર્ણય લેવા સરકારને સુચન કરવામાં આવશે. અને આખરે આજે આ વિધેયકને પરત ખેંચવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો :-

વાળમાં તેલ ના લગાવવાના છે ઘણા નુકસાન, સાચવી લો ક્યાંક બાદમાં પસ્તાવું ના પડે

There are many disadvantages of not applying

  • સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ હોવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન છે.

સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ (Healthy hair) હોવા ખૂબ જ જરૂરી છે. વાળની ​​યોગ્ય કાળજી લેવા અને તેને મજબૂત અને ચમકદાર રાખવા માટે સમય સમય પર તેલ (Oil) લગાવવું જોઈએ. સાથે જ ઘણા લોકો વાળમાં તેલ બિલકુલ નથી લગાવતા. પરંતુ કેટલાક લોકો વાળમાં ચમક (Shine) લાવવા માટે દરરોજ તેલ લગાવે છે.

તમને જણાવી દઈએ કે ઘણી વખત વાળમાં તેલ લગાવવાથી પણ ઘણા નુકસાન થાય છે. પરંતુ આનો મતલબ એ નથી કે તમારે વાળમાં તેલ બિલકુલ ન લગાવવું જોઈએ.

વાળમાં તેલ લગાવવાથી માત્ર તમારા વાળને જ ફાયદો નથી થતો પરંતુ તેનાથી તમારા સ્કેલ્પને પણ ફાયદો થાય છે. એટલા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. ચાલો અમે તમને અહીં જણાવીએ કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન થાય છે.

વાળમાં તેલ ન લગાવવાના ગેરફાયદા :

  • વાળમાં તેલ ન લગાવવાથી તમારા વાળ ડ્રાય થઈ શકે છે અને તેના કારણે તમારા વાળ નબળા થઈ જાય છે.
  • ઉનાળામાં વાળ અને સ્કેલ્પમાં મોઈસ્ચર જાળવી રાખવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • માથાની ચામડીમાં ખીલ અને ખંજવાળથી બચવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • વાળમાં તેલ ન લગાવવાથી ડ્રાયનેસ અને ડેન્ડ્રફ જેવી સમસ્યા થઈ શકે છે.
  • હેર ઓઈલીંગ ન કરવાથી તમારા વાળને પોષણ મળતું નથી અને વાળ તૂટવા લાગે છે.

વાળમાં તેલ લગાવવું કેમ જરૂરી ?

  • વાળમાં તેલ ન લગાવવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાળના પૂરતા પોષણ, વૃદ્ધિ અને મજબૂતાઈ માટે સમયાંતરે તેલ લગાવવું જોઈએ.
  • વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળની ​​ફ્રિઝિનેસ ઘટાડવા અને તૂટવાથી બચવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળને હાઇડ્રેટ રાખવા માટે હેર ઓઇલીંગ જરૂરી છે.
  • વાળના પોષણમાં મદદ કરે છે.

આ પણ વાંચો :-