Home Blog Page 1290

અરે બાપ રે ! USAમાં મૂળ ગુજરાતના કચ્છના 20 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, હત્યા પાછળનું કારણ અકબંધ 

Today once again the case of murder

  • મૂળ કોરિયાના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા સાથે રૂમમેટે ગુજરાતી વિદ્યાર્થીની હત્યા કરી હોવાની આશંકા.

વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના (Killing of Indians) બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા (Canada) હોય કે અમેરિકા (America) ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ (Gujarati) વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. (Today once again the case of murder of a Gujarati student has come to the fore in Americ)

અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય કચ્છ મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. ઈન્ડિયાના રાજ્યની પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના કોરિયન રૂમમેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

પોલીસે બુધવારે જણાવ્યું હતું કે વરુણ મનીષ છેડા કમ્પાઉન્ડની પશ્ચિમ બાજુના મેકકચિયન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. NBC ન્યૂઝે સ્કૂલના પોલીસ વડાને ટાંકીને આ માહિતી આપી છે.

પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિયેટે બુધવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરિયાના જુનિયર સાયબર સિક્યોરિટી ચીફ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મીન જિમ્મી શાએ બુધવારે લગભગ 12:45 વાગ્યે 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જો કે કોલની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ભાવનગરમાં આખલાનો આંતક : વડવા તલાવડીમાં ભટકતો-ભટકતો દુકાનમાં ઘૂસ્યો, માથુ ઘોડામાં ફસાઈ જતા ગામ ગાંડુ કર્યું

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેકકચિયન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી. બુધવારે ઘણા લોકોએ તેની ચીસો સાંભળી હતી. જણાવી દઈએ કે છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ છેડાનું મૃત્યુ ઘણી તીક્ષ્ણ આઘાતજનક ઇજાઓથી થયું હતું.

વિદ્યાર્થીના રૂમમાંથી ચીસો સંભળાઈ

યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ વરુણના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. છેડાના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે છેડા મંગળવારે રાત્રે ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો અને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. અચાનક તેના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાયો. પોલીસ અધિકારી વિયેટે જણાવ્યું હતું કે 22 વર્ષીય શાને 911 પર કોલ કર્યાની મિનિટ પછી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

કોણે આપી અંબાણી પરિવારને ધમકી ? જાણો મુકેશ અંબાણીને ધમકી આપનારના પોલીસે શું હાલ કર્યા

0

Who threatened the Ambani family

  • મુકેશ અંબાણીને ધમકી આપનારો બિહારથી ઝડપાયો. આ શખ્સે અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

ફરી એકવાર મુકેશ અંબાણીને (Mukesh Ambani) ધમકી મળી છે. આ અગાઉ પણ અંબાણી પરિવાર (Ambani family) પર સુરક્ષાને લઈને વધારે સતર્કતા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં જ તેમના ઘર પાસેથી આરડીએક્સ ભરેલી ગાડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ત્યાર બાદ કેન્દ્ર સરકારે અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. એવામાં એક શખ્સ દ્વારા મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવતા ફરી એકવાર સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ધમકી આપનારે રિલાયન્સની હોસ્પિટલ અને એન્ટિલિયા ઉડાવી દેવાની ધમકી આપી હતી. (The assailants threatened to blow up Reliance Hospital and Antilia)

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

મુકેશ અંબાણીના પરિવારને બુધવારે મળેલી ધમકી બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેના આધારે પોલીસે બિહારના દરભંગાથી સ્થાનિક પોલીસની મદદથી એક યુવકની ધરપકડ કરી છે. તેને હવે બિહારથી મુંબઈ લવાયો છે. આ શખ્સે અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

આ ધમકી એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન ફોન પર એક અજાણી વ્યક્તિ દ્વારા અપાઈ હતી. ફોન કરનાર યુવકે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ કહ્યું કે બુધવારે બે વખત ધમકીવાળો કોલ આવ્યો હતો. પહેલો કૉલ બપોરે 12:57 વાગ્યે આવ્યો અને બીજો કોલ સાંજે 5:04 વાગ્યે આવ્યો હતો.

ભાવનગરમાં આખલાનો આંતક : વડવા તલાવડીમાં ભટકતો-ભટકતો દુકાનમાં ઘૂસ્યો, માથુ ઘોડામાં ફસાઈ જતા ગામ ગાંડુ કર્યું

આ કોલ પણ હોસ્પિટલના કોલ સેન્ટરમાં આવ્યો હતો. કોલ કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેણે મુકેશ અંબાણી સહિત તમામ પરિવારજનના નામ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેણે એન્ટિલિયાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો :-

HDFC બેંક ગ્રાહકોને મોટી ભેટ, આ સ્કીમના લાભ મળશે માર્ચ 2023 સુધી

0

Big gift to HDFC Bank customers

  • HDFC બેંકે 18 મેં 2020નાં રોજ સીનિયર સિટીઝન કેયર સ્કીમને લૉન્ચ કરી હતી. જેના ફાયદા ગ્રાહકોને માર્ચ 2023 સુધી મળી શકે છે.

પ્રાઇવેટ સેક્ટરમાં (Private sector) મોટું નામ ધરાવતી HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન માટે પોતાની વિશેષ FD યોજનાનો સમયગાળો વધારી દીધો છે.  HDFC બેંક દ્વારા સીનિયર સિટીઝન (Senior Citizen) કેયર સ્કીમને લોન્ચ કરી હતી.

જે 30 સપ્ટેમ્બર 2022 સમાપ્ત થવાની હતી. હવે વધતાં વ્યાજદરોની વચ્ચે HDFC બેંકે આ યોજનાને 31 માર્ચ 2023 સુધી વધારી દીધેલ છે. આ સ્કીમમાં બેંક 5 થી 10 વર્ષની FD પર 6.50% વ્યાજદર આપી રહી છે.

આ FD સ્કીમમાં કરી શકાશે રોકાણ  :

5 વર્ષ 1 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી FD પર HDFC બેંક 5.75% જેટલું નિયમિત વ્યાજદર પ્રદાન કરે છે પરંતુ વરિષ્ઠ ગ્રાહકો માટે 6.50%નાં વ્યાજદરે મળશે. જે નિયમિત દરથી 75 બીપીએસ જેટલું વધારે છે. આ સ્કીમ 18 મેં 2020થી લઇને 2023 સુધી અમલમાં રહેશે. જો તમે પણ વધુ વ્યાજદરનો લાભ મેળવવા ઇચ્છતાં હોવ તો જરૂરથી આ સ્કીમમાં નિવેશ કરી શકાશે.

આ જાહેરાત RBIનાં રેપોરેટમાં 50 બેસિસ પોઇન્ટ્સમાં થયેલ વધારાને અનુરૂપ છે. HDFC બેંક સિવાય,  IDBI અને SBI બેંકોએ પણ હાલમાં જ સિનિયર સિટીઝનને લઇની FD સુવિધાના વ્યાજદરમાં વધારો કરી ઓફર આપી રહી છે. આ ઉપરાંત એચડીએફસી, આઈસીઆઈસીઆઇ, આઇડીબીઆઇ બેંક અને એસબીઆઇ એ સ્પેશલ એફડીની ઓફર પણ શરૂ કરી છે.

આ બેંકોમાં પણ મળશે લાભ :

આઇડીબીઆઇ બેંકની ‘આઇડીબીઆઇ નમન વરિષ્ઠ નાગરિક જમા યોજના’ પર વાર્ષિક 0.50% વ્યાજદર સિવાય 0.25% જેટલું વધુ વ્યાજદર મળશે. SBI બેંક પોતાના વેકેયર સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝીટ સ્કીમમાં 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધીના રોકાણ પર 30 બેસિસ પોઇન્ટસ્ જેટલો વધારે પ્રીમિયમ ઇન્ટરેસ્ટ ફાળવે છે.

પાંચ વર્ષથી ઓછા સમયગાળાંની ટર્મ ડીપોઝિટ પર સામાન્ય નાગરિકોની સરખામણીએ 0.50% વધુ વ્યાજ મળશે. તો 5 વર્ષથી વધુના ટર્મ ડીપોઝીટ પર સામાન્ય માણસને વરિષ્ઠ નાગરિક 0.80% વધુ વ્યાજ મળશે.

આ પણ વાંચો :-

WhatsApp પર નહીં લઈ શકો સ્ક્રીનશોટ ! આ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું નવું ફીચર, જાણો ડિટેલ્સ

0

Can’t take screenshots on WhatsApp

  • હાલ ફરી એક વખત વોટ્સએપ નવું ફીચર લાવી રહ્યું છે અને આ નવા ફીચર્સમાં વોટ્સએપની ચેટનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં.

વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ આજે લગભગ દરેક લોકો કરતા જ હશે. અ માટે જ તેનો સમાવેશ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી એપમાં થાય છે. વોટ્સએપમાં સરળ અને વધુમાં વધુ ફીચર્સ (Features) આપવામાં આવ્યાં છે. જે તેની લોકપ્રિયતા ઘણી વધી છે.

આ સાથે જ વોટ્સએપ સતત નવી સુવિધાઓ રજૂ કરીને તેના યુઝર્સના અનુભવમાં વધારો કરે છે. હાલ ફરી એક વખત કંપની નવું ફીચર લાવી રહી છે. આ નવા ફીચર્સમાં વોટ્સએપની ચેટનો સ્ક્રીનશોટ (Screenshot of the chat) લઈ શકાશે નહીં.

વ્યૂ વન્સથી મોકલવામાં આવેલી તસવીરોનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. :

જો કે જણાવી દઈએ કે આ ફીચર્સ ફક્ત વ્યૂ વન્સથી મોકલવામાં આવેલી તસવીરો માટે જ લાગુ કરવામાં આવશે. એટલે કે જો કોઈએ હવે વ્યુ વન્સ ફીચરથી બીજી વ્યક્તિને કોઈ ઈમેજ મોકલી હોય તો એ વ્યક્તિ તેનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે.

વ્યૂ વન્સ ફીચરથી મોકલવામાં આવેલી ઈમેજનો સ્ક્રીનશોટ લઈને યુઝર્સ તેને સેવ કરતાં હતા એટલા માટે વ્યૂ વન્સ ફીચર લોકો માટે આટલું કારગાર સાબિત નહતું થયું. એટલે હવે વોટ્સએપ આ નવું ફીચર્સ લઈને આવી રહ્યું છે.

સ્ક્રીન રેકોર્ડિંગમાં કરવા પર પણ થઈ જશે બ્લોક :

વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનાર એક વેબસાઇટએ જાણકારી આપી હતી કે આ ફીચર અમુક સિલેક્ટેડ બીટા યુઝર્સ માટે બહાર પાડવામાં આવી રહ્યું છે અને આ ફીચરને કારણે યુઝર્સ વ્યુ વન્સથી મોકલેલી ઈમેજને સ્ક્રીનશોટ લઈને સેવ નહીં કરી શકે. આ સાથે જ જો યુઝર્સ વ્યૂ વન્સથી મોકલવામાં આવેલ ઇમેજને સેવ કરવા માટે સ્ક્રીન રેકોર્ડિંગ કરશે તો પણ એ બ્લોક થઈ જશે.

આવું ફીચર Netflix, Disney + Hotstar અને Amazon Prime Video જેવી ઘણી OTT એપ્સમાં પણ જોવા મળે છે. હાલ પૂરતું આ ફીચર બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે પણ થોડા જ સમયમાં તે બાકીના યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો :-

07 ઓકટોબર 2022: આ રાશિના લોકો પર હંમેશા રહે છે રામદેવપીરની કૃપા- જીવનમાં ક્યારેય નથી આવતું દુઃખ

0

07 October 2022 Gujarat Guardian

મેષઃ
આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. નાણાંકીય પાસુ મજબૂત બનતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. સંતાનો તરફથી આનંદના સમાચાર મળે. જુના મિત્રોને મળવાના યોગ બને છે.

વૃષભઃ
ધંધાકીય ક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખી શકો. નોકરીયાતને ઉપરી અધિકારીની સરાહના મળે. વાહન સુખમાં વધારો. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મેળવવામાં સરળતા વર્તાય. આર્થિક પાસુ બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના સંજોગ પેદા થતા જણાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે.

કર્કઃ
કાર્યક્ષેત્રે દળી દળીને કુલડીમાં નાંખવા જેવો ઘાટ થાય. અગત્યના આર્થિક વ્યવહારો મુલતવી રાખવા. શરદી-ખાંસીની સમસ્યા રહે. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

સિંહઃ
જીવનસાથી સાથે ઉષ્માપૂર્ણ વ્યવહાર રહે. કાર્યક્ષેત્રે પત્નિનો સાથ મળતો જણાય. ગુસ્સાનો ત્યાગ કરવો. નકારાત્મક વિચારો ટાળવા. પાણીથી થતા રોગોથી સાવચેતી જરૂરી.

કન્યાઃ
વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. હાંડકાના દુઃખાવા તથા માથાના દુઃખાવાની પરેશાની રહે. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

તુલાઃ
ધારેલો આર્થિક લાભ મેળવવામાં સરળતા રહેશે. સંતાનોની સમસ્યાનું નિરાકરણ આવતું જણાય. સંતાન તથા મિત્રો તરફથી સારા સમાચારની પ્રાપ્‍ત‌િ‍ થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
નવા વાહનની ખરીદી શક્ય બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકો. મિલકતના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતા-પિતાના સુખમાં વધારો થાય. આવક જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

ધનઃ
સામાજીક કાર્યોમાં અગ્રેસર થવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થતી જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય.

મકરઃ
આવકનું પ્રમાણ વધે છતાં માનસિક ઉદાસીનતા વર્તાય. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી.

કુંભઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. મનની ચંચળતા વધે. ઉત્તમ દામ્પત્ય સુખની પ્રાપ્‍ત‌િ થાય. આવકનું પ્રમાણ વધતું જણાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો.

મીનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. કાર્યક્ષેત્રે વધુ સંઘર્ષ કરવો પડે. માન-સન્માનમાં વધારો થાય. મુત્રાશય સંબંધી રોગોથી સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી હર્ષ. કરોડરજ્જુ સંબંધીત સમસ્યાઓથી સાચવવું.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પતિદેવોમાં ફફડાટ, લગ્ન કરશો તો હવે નઈ ચાલે લાલિયાવાડી

0

With the verdict of the Supreme Court

  • લગ્ન બાદ કોઈક વિવાદ કે ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને તો પતિએ ભરણપોષણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટે આ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

ઘણીવાર લગ્ન જીવનમાં (married life) કોઈને કોઈક કારણે ખટરાગ થતો હોય છે. ઘણીવાર લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતને લઈને અણબનાવ કે તકરાર થતી હોય છે. જો કે ક્યારેક આ વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી સ્થિતિમાં પત્ની (Wife) અને જો બાળકો હોય તો તેમની જવાબદારી કોની ? આ એક મોટો સવાલ છે. આવા કિસ્સામાં મહિલા દ્વારા કોર્ટના ધ્વાર ખખડાવવામાં આવતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) જ હવે આ પ્રકારના કેસોને ધ્યાનમાં રાખીને મહત્ત્વનું ચુકાદો આપી દીધો છે.

પત્ની અને બાળકોના ભરણપોષણ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિએ પોતાની પત્ની અને સગીર બાળકોને શારીરિક શ્રમ કરીને આર્થિક મદદ કરવી જોઈએ જે તેની ફરજ છે. ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે અવલોકન કર્યું કે CrPC ની કલમ 125 હેઠળ જાળવણી માટેની જોગવાઈ એ સામાજિક ન્યાયનું એક સાધન છે.

જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે રચાયેલ છે. આ નિર્ણય સાથે કોર્ટે એક વ્યક્તિની અરજીને ફગાવી દીધી જેમાં તેણે કહ્યું હતું કે તેનો વ્યવસાય બંધ થવાને કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “પતિ શારીરિક રીતે સક્ષમ હોવાના કારણે તે તેની ફરજ છે કે તે કાયદેસર રીતે કમાય અને તેની પત્ની અને સગીર બાળકોનું ભરણપોષણ કરે. પત્નીની અપીલ અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે જણાવ્યું હતું કે પતિ પાસે આવકના પૂરતા સ્ત્રોત હોવા છતાં અને શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ભરણપોષણમાં નિષ્ફળ ગયો છે અને તેમની ઉપેક્ષા કરી છે.

આ પણ વાંચો :-

ગાયના દૂધથી બનેલું ઘી કે ભેંસના દૂધથી બનેલું ઘી ? જાણો કયું છે વધારે ફાયદાકારક

Ghee made from cow milk or ghee made

  • દેશી ઘીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન K ભરપૂર માત્રામાં હોય છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ સારા રહે છે.

દેશી ઘી (Desi Ghee) માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરમાં પોષક તત્વોની (Nutrients in the body) ઉણપને પણ દૂર કરે છે. આ જ કારણ છે કે સદીઓથી ભારતીયો દરરોજ ઘીનું સેવન કરે છે. દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન Kથી ભરપૂર છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ (Hair) સારા રહે છે.

દેશી ઘી ભોજનને જલ્દી અને સારી રીતે પચાવવા અને હાર્ટ હેલ્થ માટે યોગ્ય માનવામાં આવે છે. બજારમાં અનેક પ્રકારના ઘી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મૂંઝવણમાં છે કે ગાયના દૂધમાંથી ધી સારું હોય છે કે ભેંસના દૂધમાંથી બનેલું ઘી સારૂ હોય છે. ચાલો જાણીએ કયું ઘી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

ગાયના ઘી અને ભેંસના ઘી વચ્ચેનો તફાવત :

ગાયનું કે ભેંસનું બન્ને પ્રકારના ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ભેંસના ઘીનો રંગ સફેદ હોય છે. જ્યારે ગાયના ઘીનો રંગ પીળો હોય છે. ફાયદાની વાત કરીએ તો ગાયનું ઘી ભેંસના ઘી કરતાં વધુ ફાયદાકારક છે. ગાયના ઘીમાં રહેલા પોષક તત્વો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે.

ગાયને ઘીને માનવામાં આવે છે શ્રેષ્ઠ :

આયુર્વેદમાં ગાયના ઘીનો ઉપયોગ શ્રેષ્ઠ કહેવાય છે. ગાયના ઘીનો ઉપયોગ અનેક ઉપચારાત્મક કાર્યોમાં થાય છે. ગાયના ઘીમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાં જ ભેંસના ઘીમાં ખૂબ ચરબી હોય છે.

આ પણ વાંચો :-

છાનીમાની રીતે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને OTT પ્લેટફોર્મ પર કરવામાં આવી રિલીઝ, ફેન્સ પણ ચોંકી ગયા

Aamir’s film Lal Singh Chadha was released

  • આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાને લઈને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને OTT પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ (Big movie) બનશે. પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. રીલીઝ બાદથી જ લાલ સિંહ ચઢ્ઢાએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને ફરી એક વખત આમિર ખાનની (Aamir Khan) એ જ ફિલ્મ એ બધાને ચોંકાવી દીધા છે.

એક મીડિયા રીપોર્ટ અનુસાર આમિર ખાને આ ફિલ્મને ચાર વર્ષ આપ્યા હતા પણ તેના ચાર વર્ષની મહેનત પાણીમાં ગઈ હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થઇ હતી અને હવે આ ફિલ્મ ખૂબ જ શાંતિથી OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી છે. (The film Lal Singh Chadha turned out to be a disaster at the box office and now the film has quietly been released on the OTT platform Netflix.)

આપણે બધા જાણીએ જ છીએ કે ફિલ્મની રિલીઝ પહેલા આમિર ખાને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ તેની ફિલ્મ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને Netflix પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા‘ નેટફ્લિક્સ પર 6 ઓક્ટોબરે એટલે કે આજે રિલીઝ કરવામાં આવી. આ રીતે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાના 55 દિવસ પછી જ OTT પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ પાછળનું કારણ એમ કહેવામાં આવી રહ્યું છે કે ‘ફિલ્મને થયેલ મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવ્યું છે.’

લાલ સિંહ ચઢ્ઢાના બજેટની વાત કરીએ તો તે લગભગ 180 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 60-70 કરોડનું ક્લેશન કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન હતા અને ફિલ્મની વાર્તા અતુલ કુલકર્ણીએ લખી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક હતી પણ દર્શકોને આ વાર્તા પસંદ આવી નથી.

આ પણ વાંચો :-

રાજકારણ ! શિવસેના બાદ ઠાકરે પરિવારમાં ભાગલા, ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા

0

Politics! After Shiv Sena split in Thackeray family

  • ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા.

શિવસેના પ્રમુખ (Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) મોટા ભાઈ જયદેવ ઠાકરે (Jaydev Thackeray) બુધવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શિવસેના સામે બળવો કરનાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથ દ્વારા આયોજિત દશેરા રેલીના (Dussehra rally) સ્ટેજ પર દેખાયા હતા.

બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર શિંદેના નેતૃત્વવાળા જૂથની રેલીમાં જયદેવ ઠાકરેથી અલગ થઈ ગયેલી તેમની પત્ની સ્મિતા પણ હાજર હતી અને ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ દિવંગત બિંદુમાધવ ઠાકરેનો પુત્ર નિહાર પણ હાજર હતો.

રસપ્રદ વાત એ છે કે થાણેમાં અંતિમ રેલી દરમિયાન શિવસેના સંસ્થાપક બાલ ઠાકરે દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ખુરશી સ્ટેજ પર વચ્ચે ખાલી રાખવામાં આવી હતી. શિંદેના સ્ટેજ પર ઉદ્ધવ ઠાકરેના ભાઈ અને ભત્રીજા ઉપરાંત બાળ ઠાકરેના 27 વર્ષથી નજીકના સાથી ચંપા સિંહ થાપા પણ હાજર હતા.

પત્રકારો સાથે વાત કરતા સ્મિતા ઠાકરેએ કહ્યું કે શિંદેએ તેમને રેલી માટે આમંત્રણ આપ્યું હતું. બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેને તેમના નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ન હોવાનું કહેવાય છે.

પોતાના સંક્ષિપ્ત ભાષણમાં જયદેવ ઠાકરેએ શિંદેના ‘સાહસિક કદમ’ ની પ્રશંસા કરી હતી અને કાર્યકર્તાને તેમનો સાથ ન છોડવાની વિનંતી કરી હતી. બીજી તરફ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે જૂથે મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં પોતાની દશેરા રેલીનું આયોજન કર્યું હતું.

શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને પોત પોતાની ટીમને ‘સાચી’ શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે શિંદેના બળવાને કારણે 29 જૂને શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી.

આ પણ વાંચો :-

વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની ફરીવાર બદલીના એંધાણ, CR પાટીલે આપ્યું મોટું નિવેદન

0

Vadodara Manpa Commissioner Banchanidhi Pani

  • વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની બદલી મુદ્દે સુરતથી CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત રીતે શરૂ છે. તાજેતરમાં જ સુરત અને વડોદરાના (Vadodara) મનપા કમિશનરની (Municipal Commissioner) આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલનું બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.

CR પાટીલે સુરતના એક કાર્યક્રમમાં હાલ વડોદરા મનપા કમિશનર તરીકે ફરજ બજાવનાર બંછાનિધિ પાનીને લઇને નિવેદન આપતા કહ્યું કે, ‘બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઈચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.’ (We want Banchanidhi Pani to go to Ahmedabad. The post of Ahmedabad Commissioner is vacant)

તાજેતરમાં જ બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી :

ઉલ્લેખનીય છે કે હજુ ચાર-પાંચ દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરોની પરસ્પર બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા હતા તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. બંછાનિધિ પાની કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે રહ્યાં હતા.

બંછાનિધિ પાની કે જેઓ હવે વડોદરા મનપાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકાર સુધી લેવાઈ હતી.

આ પણ વાંચો :-