Home Blog Page 1287

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, 1 વર્ષમાં મળશે બેંકથી પણ વધુ ફાયદો, જાણો વિગત

0

Invest in this post office scheme

 

જો તમે પણ સુરક્ષિત અને નફાવાળા રોકાણ (A safe and profitable Investment) કરવા માંગો છો તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસમાં ફીક્સ્ડ ડિપોઝીટમાં (Fixed Deposit) રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં (Post Office) એફડી કરાવતા તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. જેમાં તમને નફાની સાથે સરકારી ગેરંટી પણ મળશે. જેમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા મળે છે.

પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ  :

પોસ્ટ ઓફિસમાં FD કરાવવું ખૂબ સરળ પણ છે. ભારતીય પોસ્ટે પોતાની વેબસાઈટ પર તેની માહિતી આપી. આ માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ 1,2,3, 5 વર્ષ માટે એફડી કરાવી શકો છો. આવો જાણીએ કે આ સ્કીમમાં કયા-કયા ફાયદા મળે છે.

  1. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવાથી તમને ભારત સરકાર ગેરંટી આપે છે.
  2. જેમાં રોકાણકારોના પૈસા પૂરી રીતે સુરક્ષિત રહે છે.
  3. જેમાં એફડી ઓફલાઈન અથવા ઓનલાઈન દ્વારા કરી શકો છો.
  4. જેમાં તમે 1થી વધુ એફડી કરી શકો છો.
  5. આ ઉપરાંત એફડી એકાઉન્ટ જોઈન્ટ કરી શકો છો.
  6. જેમાં 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ પર તમને આઈટીઆર ફાઈલ કરતી સમયે ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળશે.
  7. એક પોસ્ટ ઓફિસમાંથી એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.

આ પણ વાંચો :-

મોબાઈલના ચાર્જર Black&White જ કેમ હોય છે ? આખું લોજિક જાણીને માથું પકડી લેશો

Why are mobile chargers only Black & White

  • મોબાઈલ ચાર્જરને બ્લેક અથવા વ્હાઈટ બનાવવા માટે ઘણા તર્ક લગાવવામાં આવ્યાં છે અને ખૂબ સમજી વિચારીને આ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે આખરે તેની પાછળનુ કારણ શું છે.

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે મોબાઈલ ચાર્જર (Mobile charger) માત્ર વ્હાઈટ અથવા કાળા કેમ હોય છે? આખરે એવુ કેમ થાય છે કે ચાર્જરને કોઈ બીજા કલરના (Color) બનાવવામાં આવતા નથી? જો તમે ક્યારેય આ વાત પર ધ્યાન ના આપ્યું તો આજે અમે તમને તેનું કારણ જણાવી રહ્યાં છે.

ચાર્જરને બ્લેક અથવા વ્હાઈટ બનાવવા માટે ઘણા તર્ક લગાવવામાં આવ્યાં છે અને બહૂ સમજી વિચારીને આ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે આખરે તેની પાછળનુ કારણ શું છે.

ચાર્જર કાળા કેમ હોય છે? 

ચાર્જર કાળા કેમ હોય છે તેની પાછળનો તર્ક એવો છે કે આ રંગ બીજાની તુુલનામાં હીટ સારી રીતે ઓબ્ઝર્વ કરે છે. બ્લેક કલર એક આદર્શ ઉત્સર્જક કહેવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. જેનું ઉત્સર્જન માન 1 હોય છે. આ સાથે એવુ પણ કહેવામાં આવે છે કે જો બ્લેક મટીરિયલને ખરીદવામાં આવે તો આ સારું હોય છે. બીજા રંગના મટીરિયલ થોડા મોંઘા હોય છે. બસ આ જ કારણ હોય છે કે ચાર્જર બ્લેક કલરના બનાવવામાં આવે છે.

ચાર્જર વ્હાઈટ કેમ હોય છે?

પહેલા તો ચાર્જર કાળા જ આવતા હતા. પરંતુ ફરીથી ચાર્જરને વ્હાઈટ કલરમાં બનાવવામાં આવ્યાં. ઘણી કંપનીઓ તો એવી પણ છે. જે માત્ર વ્હાઈટ રંગનુ ચાર્જર આપે છે. જેનો તર્ક એવો આપવામાં આવે છે કે તેની રિફ્લેટર ક્ષમતા ઓછી હોય છે. આ રંગ બહારથી આવતી ગરમીને અંદર સુધી પહોંચવા દેતો નથી. આ તેને કંટ્રોલ કરે છે.

આ પણ વાંચો :-

13 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- હંમેશા રહે છે વિષ્ણુ ભગવાનની કૃપા

13 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
સ્વભાવમાં જુદ્દીપણું બધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય, પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદી કરવાના યોગ બને છે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ-મિલકત સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પુરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જ‍ળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરિફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

દિવાળી તો વતનમાં જ… ગુજરાત STએ લાખો મુસાફરો માટે લીધો મોટો નિર્ણય, સૌથી મોટું ટેન્શન થયું દૂર

0

Diwali at home…Gujarat ST took a big decision

  • દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આગામી દિવાળીને ધ્યાનમાં લઇને ST વિભાગ દ્વારા 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં તહેવારોની સિઝન (Festive season) શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળીને લઈને ST વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ (State Road Transport Department) દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે.

પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમનો એક્શન પ્લાન :

દરેક તહેવારોમાં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવારમાં પણ પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય :

આપને જણાવી દઈએ કે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. આ લોકો દિવાળીના વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. દિવાળીના તહેવારને લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધી જાય છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

ત્યારે પ્રવાસીઓને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.

700 જેટલી બસો અમદાવાદ વિભાગમાંથી દોડાવાશે :

જેમાંથી  1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું છે.

આ પણ વાંચો :-

TMKOC : તારક મહેતાના ‘દયાબેન’ને ગળાનું કેન્સર છે ? જાણો દિશા વાકાણી અંગે તેમના ભાઈએ શું કહ્યું

TMKOC: Tarak Mehta’s ‘Dayaben’ Has

  • તારક મહેતા સિરિયલમાંથી અચાનક કેમ ગાયબ થઈ ગયા હતા દયાભાભી? દયાબેન ઉર્ફે દિશા વાકાણી કેમ આટલાં લાંબા સમયથી સિરિયલથી દૂર છે? શું દિશા વાકાણીને ગળાનું કેન્સર થયાની વાત સાચી છે? તારક મહેતાના દયાબેનને કેન્સર અંગે દિશા વાકાણીના ભાઈનો મોટો ખુલાસો સામે આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી (Dayabhabhi of Tarak Mehta Ka Oolta Chashma) એટલે કે દિશા વાકાણી વર્ષ 2017થી શોમાંથી ગાયબ છે. હવે અચાનક તેઓ શો માંથી કેમ ગાયબ થઈ ગયા? આના પાછળ શું કારણ છે તે અત્યાર સુધી સામે આવ્યું નથી. એવામાં એક સમાચાર સામે આવ્યાં છે કે દિશા વાકાણીને (Disha Vakani) ગળાનું કેન્સર થયું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેઈમ દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે એવી વાત ચારેય કોર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેને કારણે તેમના ચાહકો પણ ચિંતામા સરી પડ્યાં છે. ઘણાં બધા ચાહકો કોઈકને કોઈક રીતે દિશા વાકાણીનો સંપર્ક કરીને તેમની ખબર પુછવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

દયાબેન ઉર્ફે દિશા વાકાણીના સગા ભાઈ તારક મહેતા સિરિયલના સુંદર વીરા ઉર્ફે મયુર વાકાણીએ જણાવ્યું કે, દિશાબેન બિલકુલ ઠીક છે. ઈશ્વરની કૃપા છે. લોકો ખોટો અફવા ફેલાવી રહ્યાં છે. બેન તો પોતાના પરિવાર સાથે મુંબઈમાં મજાથી રહે છે. મયુર વાકાણીએ વધુમાં જણાવ્યું કે મારા દિશાબેન સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓ પોતાના પરિવાર સાથે ખુબ આનંદથી સમય પસાર કરી રહ્યાં છે.

ગળાના કેન્સર અંગેના વાત સાવ ખોટી છે. આ વાત એક અફવા છે. ચાહકો આવી અફવા પર ધ્યાન ન આપે. હું કેન્સર અંગેની અફવાને રદિયો આપું છું. બીજી તરફ આ સીરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ પણ જણાવ્યું કે તારક મહેતા શો અંગે દર વખતે માર્કેટમાં કંઈકને કંઈક નવી વાતો વહેતી રહે છે. આ વખતે દિશા અંગે ચાલેલી વાત પણ એક અફવા છે એના પર ધ્યાન ન આપો.

આ પણ વાંચો :-

દિવાળી સુધરી ગઈ ! રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી પહેલા જ મળશે પગાર

0

Diwali has improved! State government

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિવાળી પહેલા રાજ્ય સરકાર વિવિધ કર્મચારીઓને લઇને સતત હકારાત્મક નિર્ણયો લઇ રહી છે.

દિવાળી (Diwali) પહેલા ગુજરાત સરકારે AMCના શિક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓને (Employee) લઇને મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે (Gujarat Govt) આ વખતે AMCના શિક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.

નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂર :

રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂર કરી દીધો છે. છેલ્લાં ઘણા સમયથી આ શિક્ષકો 4200 ગ્રેડ પેને લઇને લડત ચલાવી રહ્યાં હતા. ત્યારે અંતે સરકારે શિક્ષકોની તરફેણમાં હકારાત્મક નિર્ણય લેતા AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર માન્યો છે.

વર્ગ-4ના કર્મચારીઓને પણ મહત્તમ 3500ની મર્યાદામાં બોનસ ચુકવાશે :

તો બીજી બાજુ હવે વર્ગ-4ના કર્મચારીઓની પણ દિવાળી સુધરી ગઇ છે. કારણ કે રાજ્ય સરકારે દિવાળી પહેલા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને મહત્તમ 3500ની મર્યાદામાં બોનસ ચુકવશે. જેઓની છ મહિનાની સળંગ નોકરી હોય તેઓને ગુજરાત સરકાર બોનસ આપશે.

આ પણ વાંચો :-

મારુ નામ આપો એટલે કોઈ લાયસન્સની જરૂર નથી.. કહેનાર ધારાસભ્યએ બાઇક છોડાવવા પોલીસ ચોકી જવું પડ્યું

0

Give my name means no license

  • સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે યુવા સંમેલન દરમિયાન આપેલા નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે આ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરવી પડી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓની સભાઓ અને વચનોના દોર શરૂ થઈ ગયા છે. ધારાસભ્યો અને નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. સાથે જ નિવેદનબાજી (Statement) કરી રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાની સાવલી (Savli) બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર (MLA Ketan Inamdar) યુવા સંમેલનમાં આપેલા એક નિવેદનને લઈ ફરી વિવાદમાં આવ્યા છે. તેમનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. જેનો વીડિયો વાયરલ (Viral Videos) થતાં તેમણે આ વીડિયો અંગે સ્પષ્ટતા કરવી પડી છે.

પોલીસ પકડે તો ચિંતા ન કરતા, કહેજો કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું :

વાત જાણે એવી છે કે યુવા સંમેલન દરમિયાન સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ‘પોલીસ સ્ટેશનની અંદર સાવલી પોલીસ સ્ટેશન નહીં, ડેસર પોલીસ સ્ટેશન નહીં, વડોદરા ગ્રામ્યનું કોઈ પોલીસ સ્ટેશન જ નહી પણ ગુજરાતની અંદર અમદાવાદ હોય, મેમદાબાદ હોય, રાજકોટ હોય, ભરૂચ હોય, પંચમહાલ હોય, ઉમરેઠ હોય, આણંદ જિલ્લો હોય કે ખેડા જિલ્લો હોય મારો કોઈ યુવાન અહીં બાઈક લઈને ફસાયો હોય અને જો તે પોલીસને એમ કહીં દે કે હું સાવલીથી કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું તો તેને કોઈ લાયસન્સની જરૂર નહીં પડે.’ કેતન ઈનામદારોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કાયદો તોડવા માટે ઉશ્કેરી રહ્યા હોવાની ચર્ચા જાગી

સાથે જ કેતન ઈનામદારે ગતરોજ સાવલી પોલીસ સ્ટેશન જઈને યુવાનોના ડીટેઈન કરવામાં આવેલા 50 જેટલા વાહનો પણ છોડાવ્યા હતા. જે બાદ ચર્ચા જાગી છે કે ધારાસભ્ય આવું કહીને યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.

ધારાસભ્ય લોકોને ટ્રાફિક નિયમો તોડવા પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોને સમજાવવાને બદલે કાયદો તોડવાનું કહી રહ્યા છે. આ વાયરલ વીડિયો મામલે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટતા કરી છે.

વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું : ઈનામદાર 

તેમણે જણાવ્યું કે, ‘યુવા સંમેલનનો જે વીડિયો વાયરલ થયો છે, એ વીડિયોમાં મેં એવું કહ્યું હતું કે ગુજરાતના કોઈપણ ખૂણામાં કોઈ મારો યુવાન જાય અને કદાચ કોઈ જગ્યા પર ફસાય ત્યારે એ યુવક ખાલી સાવલી કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છે એવું કહી દે. આ યુવાનો માટે એક આઈડી પ્રુફ છે.

મેં ખાલી આઈડી આપ્યું છે. આ વાયરલ વીડિયોમાં કાયદો હાથમાં લેવાની વાત કે કાયદાની અવગણના કરવાની વાત મેં કરી નથી. કાયદો ભારત દેશના તમામ નાગરિક માટે સમાન છે. કાયદાથી ઉપર કંઈ હોય ન શકે. વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.’

આ પણ વાંચો :-

ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિવાદીત વીડિયો વાયરલ, હવે મહિલાઓને આપેલી આ સલાહથી છંછેડાયો વિવાદ

0

Another controversial video of Gopal Italia has gone

  • વીડિયો વાયરલ થતા આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર (BJP) પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ પાસે કામનો હિસાબ ન હોવાથી સામાન્ય ઘરમાંથી આવતા ગોપાલનો વીડિયો વાયરલ કરીને વોટ લેવા પ્રયાસ કરી રહી છે.

હજુ તો માંડ એક વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક વાયરલ વીડિયોએ (Viral video) વિવાદ સર્જયો છે. આમ આદમી પાર્ટીના નેતા (AAP) ગોપાલ ઇટાલિયાનો (Gopal Italia)  વધુ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે.

2018ના વાયરલ વીડિયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઇતો હોય તો મંદિરો કે કથાવચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઇએ.તેવો વિડીયો વાયરલ થતાં જ ભાજપના પ્રદેશ પ્રવકતા યજ્ઞેશ દવે દ્વારા ટવિટરપર ટ્વિટ કર્યો સાથે ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કર્યા હતાં. સાંભળો શું વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા.

મહત્વપૂર્ણ છે કે 2 દિવસ અગાઉ ઇટાલિયાનો આવો જ એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ઇટાલિયા પીએમ મોદી (PM Modi) વિશે આપત્તિજનક અને નિમ્નકક્ષાની ટિપ્પણી કરતા સાંભળવા મળ્યા હતા.  વીડિયો વાયરલ થતા આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે ગુજરાતની (Gujarat) જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગી રહ્યા છે અને ભાજપના લોકો કહી રહ્યા છે ગોપાલનો વીડિયો જોવો. ભાજપ પાસે કામનો હિસાબ ન હોવાથી સામાન્ય ઘરમાંથી ગોપાલનો આ વીડિયો વાયરલ કરીને વોટ લેવા પ્રયાસ કરી રહી છે. તો વધુમાં તેમણે કહ્યું કે જનતાને મુદ્દા પરથી ભટકાવવા માટે ભાજપ આ પ્રકરાનો કારસો ઘડી રહ્યું છે.

આ પણ વાંચો :-

Swiftની કિંમતમાં મળતી ઈલેક્ટ્રિક કારની જોરદાર બોલબાલા, પહેલા જ દિવસે 10,000 બુકિંગ, TATAમાં ખુશીની લહેર

Electric car at Swift price buzz

  • ટાટા ટિયાગો ઈવીને ગ્રાહકોની શાનદાર પ્રતિક્રિયા મળી છે. જેને 1 દિવસમાં 10 હજાર બુકિંગ મળી ગયુ. ટાટા મોટર્સે સોમવારે ટાટા ટિયાગો ઈવીનુ બુકિંગ શરૂ કર્યુ હતુ.

બુકિંગ શરૂ થતા જ મોટી સંખ્યામાં લોકો વેબસાઈટ પર આવવા લાગ્યા. જેનાથી કંપનીની વેબસાઈટ ડાઉન (Website down) થઇ ગઇ. જો કે થોડા સમય બાદ તેને ઠીક કરી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ટાટા ટિયાગો (Tata Tiago) ઈવીની કિંમત 8.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 11.79 લાખ રૂપિયા સુધી જાય છે.

ખાસ વાત એ છે કે આ પ્રારંભિક કિંમત પ્રારંભના 10 હજાર ગ્રાહકો માટે હતી. હવે કંપનીએ તેને આગામી 10 હજાર ગ્રાહકો માટે પણ વધારી છે.  (The special thing is that this initial price was for the initial 10 thousand customers. Now the company has increased it for the next 10 thousand customers as well.)

ગ્રાહક માત્ર 21,000 રૂપિયામાં કારને બુક કરાવી શકશે :

ઈન્ટ્રોડક્ટરી ઓફરને એક્સટેન્ડ કરતા ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેશ ચંદ્રાએ કહ્યું અમે ટિયાગો ઈવીની આકરી પ્રતિક્રિયાથી ખુશ છીએ. અમે ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસને મોટાભાગના 10 હજાર ગ્રાહકો માટે એક્સટેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક 21,000 રૂપિયામાં આ કારને ડીલરશિપ અને ઓનલાઈન બુક કરી શકે છે.

315KMની રેન્જ  :

કારમાં 24kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. જે ફૂલ ચાર્જમાં 315KMની રેન્જ ઓફર કરે છે. આ ઉપરાંત એક 19.2kWh બેટરી પેક પણ છે. જે 250 કિમીની અંદાજીત રેન્જ આપે છે. કંપનીનો દાવો છે કે આ કાર 5.7 સેકન્ડ્સમાં 0 થી 60kmphની ઝડપ પકડે છે.

આ પણ વાંચો :-

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને મોટા સમાચાર, આ તારીખ બાદ જાહેર થઈ શકે છે ચૂંટણી

0

Gujarat Elections 2022 : Big news regarding

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત શકે છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર 16થી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં (Gujarat and Himachal Pradesh) આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જ્યારે આમ આદમી પાર્ટી બંને (Aam Aadmi Party) રાજ્યોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

20 ઓક્ટોબર પછી જાહેર થઇ શકે છે ચૂંટણી :

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રોથી મળતી વિગત પ્રમાણે 20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. તેઓ ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.

ગત ટર્મમાં 25 ઓક્ટોબરે થઈ હતી જાહેરાત :

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે.

મહત્વનું છે કે ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

જેને લઈ રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

આ પણ વાંચો :-