Home Blog Page 1278

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, સિયાંગમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 2010થી અત્યાર સુધીમાં લગભગ..

0

Major tragedy in Arunachal Pradesh

  • છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશ(Helicopter Crash)ની ઘટનાઓમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશમાં 2010થી અત્યાર સુધીમાં લગભગ 6 હેલિકોપ્ટર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડ (Uttrakhand)માં ગરુડચટ્ટી બાદ હવે અરુણાચલ પ્રદેશમાંથી હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash)ના મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અરુણાચલના સિયાંગ (Siang of Arunachal) જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પ્લેન ક્રેશની આ ઘટના ગરુડચટ્ટીમાં (Garudachatti) હેલિકોપ્ટર દુર્ઘટનાના ત્રણ દિવસ પછી બની છે.

જ્યાં પાઇલટ સહિત સાત લોકો માર્યા ગયા હતા. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

અરુણાચલ પ્રદેશમાં ભૂતકાળમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ બની છે. આ મહિને 5 ઓક્ટોબરે તવાંગ વિસ્તારમાં સેનાનું અન્ય એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ વિસ્તાર ચીન સરહદની નજીક છે. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટનું મોત થયું હતું.

સેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના રૂટિન ફ્લાઈટ દરમિયાન સવારે 10 વાગ્યે બની હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ છે. સેનાએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું નથી. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશમાં 2010થી અત્યાર સુધીમાં લગભગ 6 હેલિકોપ્ટર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં દિવાળી ઉજવશે અમિત શાહ, મિશન 182 ને સાકાર કરવા રણ મેદાનમાં ઉતરશે

0

Amit Shah will celebrate Diwali in

  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી પર્વ કાર્યકરો સાથે મનાવશે… 26 ઓક્ટોબર સુધી ગુજરાતના ચૂંટણી લક્ષી પ્રવાસે અમિત શાહ…

વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં ભાજપનું કેન્દ્રિય અને પ્રદેશ નેતૃત્વ (Central and regional leadership) કાર્યકરો સાથે દિવાળી પર્વ મનાવશે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા હતા.

હવે દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન પણ ભાજપનું શીર્ષષ્ઠ નેતૃત્વ કાર્યકરો વચ્ચે રહેશે. એક તરફ પ્રજા માટે વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપી રહ્યા છે. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ કાર્યકરો અને નેતાઓ વચ્ચે સમય વિતાવી રહ્યા છે.

  • 22 ઓક્ટોબર – વલસાડ
  • 23 ઓક્ટોબર – વડોદરા
  • 24 ઓક્ટોબર – બનાસકાંઠા પાલનપુર
  • 25 ઓક્ટોબર – સોમનાથ
  • 26 ઓક્ટોબર – પરત દિલ્હી ફરજે

2017 ની ચૂંટણી પહેલા પણ આવુ જ કર્યુ હતું :

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદ પહોંચશે અને 26 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જ રહેશે. પ્રદેશ ભાજપે બનાવેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે.

જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. વર્ષ 2017 ની ચૂંટણી દરમિયાન પણ અમિત શાહે આ રીતે કાર્યકરો સાથે બેઠકો કરી હતી અને જે તે જિલ્લાની સ્થાનિક નેતાગીરી વચ્ચેનો અસંતોષ દૂર કર્યો હતો.

  • દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડમાં યોજાશે
  • સૌરાષ્ટ્રની બેઠક સોમનાથમાં યોજાશે
  • ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજાશે
  • મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે

કોની દિવાળી બગડશે અને કોની સુધરશે  :

સામાન્ય રીતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના કડક સ્વભાવ માટે જાણીતા છે અને ચૂંટણી સમયે ભાજપ સામેના પડકારો દૂર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે. ત્યારે આ વખતે પોતાના ગૃહ રાજ્યમાં વધુ એકવાર અમિત શાહ મિશન 182 ને સાકાર કરવા રણ મેદાનમાં ઉતાર્યા છે. તેમના આ દિવાળી પર્વની મુલાકાત કેટલા આગેવાનોની દિવાળી બગાડશે અને કેટલાની સુધારશે તે 27 ઓક્ટોબર બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયામાં વધુ એક નેતાની પોસ્ટ વાયરલ, AAPના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની પોસ્ટ વાયરલ થતા રાજકારણમાં આવ્યો ભૂંકપ

0

One more leader’s post goes viral on

  • સોશિયલ મીડિયામાં વધુ એક નેતાની પોસ્ટ વાયરલ, AAPના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની પોસ્ટ વાયરલ થતા રાજકારણમાં આવ્યો ભૂંકપ.

જો કે તેઓએ ભૂતકાળમા આપ અને કેજરીવાલ (Kejriwal) સામે કટાક્ષ કર્યા તેની પોસ્ટ વાયરલ થઈ છે. ભૂતકાળમાં તેમણે આપની વિરોધ કરતી એક પોસ્ટ વાયરલ (The post went viral) કરી હતી. જે હાલમાં બહોળી ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા આપ ના નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) પણ વીડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી એ એક પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે.

  • સોશિયલ મીડિયા માં વધુ એક નેતાની વાયરલ થઈ વિરોધની પોસ્ટ
  • જૂનાગઢ ઉમેદવાર ચેતન ગજેરાની જૂની પોસ્ટ વાયરલ
  • કેજરીવાલ અને પાર્ટી સામે કરેલા કટાક્ષ ની પોસ્ટ વાયરલ
  • નરેન્દ્ર મોદી ના જાપ જપતા ચેતન ગજેરા છે ઉમેદવાર
  • જૂનાગઢ આપ ના ઉમેદવાર તરીકે જાહેર થયું છે નામ

આ પણ વાંચો :-

સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપે એક હજારથી વધુ કર્મચારીઓને આપ્યું ખાસ દિવાળી ગિફ્ટ

0

Surat’s well-known Diamond Group

  • હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપ શ્રી રામ કૃષ્ણ (Well-known Diamond Group Shri Ram Krishna) દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગીફ્ટ (Diwali Gift) તરીકે સોલર પેનલ (Solar panel) આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ સતત વધતી જતી મોંઘવારીમાં બચત થાય અને ગ્લોબલ વોર્નિંગ (Global warning) સામે રક્ષણ અપાવવાનો છે.

હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં SrK ગ્રુપ દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે રૂફ્ટોપ સોલર પેનલ આપાવમાં આવી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે SRK ના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, તેઓના લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા બાદ પોતાના ગામમાં સોલાર પેનલ મુકાવી હતી.

ત્યારબાદ શહીદ પરિવારોને ત્યાં સોલાર પેનલ મુકાવી હતી. આ જોયા બાદ દિવાળીમાં પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં સોલાર પેનલ આપવામા આવી છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન ઉત્તરાખંડમાં / કેદારનાથમાં PM મોદીનો ખાસ ડ્રેસ ખૂબ ચર્ચામાં, મહિલાને કરેલો વાયદો નિભાવ્યો 

0

Prime Minister in Uttarakhand

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ઉત્તરાખંડના (Uttarakhand) પ્રવાસે છે. તેમણે અહીં કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ ભગવાન શિવનો રૂદ્રાભિષેક (Rudrabhishek of Lord Shiva) પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી (PM Modi) ખાસ ડ્રેસમાં જોવા મળ્યા હતા.

તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ છે. તે તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપી હતી.

PM મોદીએ હાલમાં જ હિમાચલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેને એક મહિલા દ્વારા સ્પેશિયલ ‘ચોલા ડોરા’ ડ્રેસ ભેટમાં આપવામાં આવ્યો હતો. જે હિમાચલના ચંબામાં રહેતી એક મહિલાએ હાથથી બનાવ્યો છે. આના પર ખૂબ જ સારી હસ્તકલા છે.

જ્યારે મહિલાએ પીએમ મોદીને આ ડ્રેસ ગિફ્ટ કર્યો ત્યારે તેણે વચન આપ્યું હતું કે જ્યારે પણ તે ઠંડી જગ્યાએ જશે ત્યારે તે ચોક્કસ પહેરશે. પીએમ મોદીએ કેદારનાથ યાત્રા દરમિયાન કંઈક આવું જ કર્યું. તેમણે મહિલા દ્વારા ભેટમાં આપેલો ડ્રેસ પહેર્યો હતો.

મહત્વનું છે કે પીએમ મોદીની ઉત્તરાખંડ મુલાકાત ઘણી ખાસ માનવામાં આવે છે. પીએમ મોદી અહીં 3400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી હતી. તેઓ બદ્રીનાથની પણ મુલાકાત લેશે.

પીએમ મોદી કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી બપોરે 2 વાગે એરાઇવલ પ્લાઝા અને તળાવોના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચો :-

દિવાળીથી આ મોબાઈલ પર નહીં ચાલે Whatsapp, 24 ઓક્ટોબરથી નહીં મોકલી શકાશે મેસેજ

Whatsapp will not work on this mobile

  • WhatsApp iOS 10 અને iOS 11 પર ચાલતા iPhones માટેનું સમર્થન પાછું ખેંચી રહ્યું છે. એટલે કે આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે iPhone પર WhatsApp કામ નહીં કરે. આ સાથે iPhone 5 અને iPhone 5Cના યૂઝર્સ પણ WhatsAppની સર્વિસ લઈ શકશે નહીં.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની (Instant messaging apps) દુનિયામાં વોટ્સએપ (Whats App)  એક મોટું નામ છે. સમગ્ર વિશ્વમાં તેના 2 અબજ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે. ભારત તેનું સૌથી મોટું બજાર (Indian Market)છે કારણ કે તેના 500 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.

દિવાળી આવવાની છે. જેની ખુશીમાં લોકો તેમના ફોનના વોટ્સએપ પરથી શુભેચ્છા પાઠવશે. તહેવારની શુભેચ્છા પાઠવશે. ફોટા અને વીડિયો શેર કરશે. પરંતુ દિવાળી (Diwali)થી દરેકને આ સુવિધા મળી શકશે નહીં. iPhone અને Androidના કેટલાક જૂના વર્ઝન પર WhatsApp કામ કરશે નહીં.

દિવાળીના દિવસે એટલે કે 24 ઓક્ટોબરે WhatsApp જૂના iOS અને Android ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરશે નહીં. આથી જેમની પાસે આવા ફોન છે તેમને વોટ્સએપની સેવા નહીં મળે.

WhatsApp iOS 10 અને iOS 11 પર ચાલતા iPhones માટેનું સમર્થન પાછું ખેંચી રહ્યું છે. એટલે કે આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે iPhone પર WhatsApp કામ નહીં કરે. આ સાથે iPhone 5 અને iPhone 5Cના યૂઝર્સ પણ WhatsAppની સર્વિસ લઈ શકશે નહીં. આ અંગે વોટ્સએપે કહ્યું છે કે આવા ફોન પર તેની સેવા બંધ કરવામાં આવી રહી છે કારણ કે કેટલાક અપડેટ્સ આવવાના છે જે આવા ફોન પર કામ કરશે નહીં.

WhatsApp હાલમાં તે જ iPhone પર ચાલે છે જે iOS 12 અથવા તેનાથી નવા વર્ઝન પર ચાલે છે. WhatsApp હંમેશા તેના યુઝર્સને નવા વર્ઝનને અપનાવવાની સલાહ આપે છે જેથી નવા ફીચર્સ મળી શકે અને આ એપ સ્માર્ટફોન પર સરળતાથી ચાલી શકે.

iPhone ની જેમ, WhatsApp કેટલાક Android ફોન પર કામ કરશે નહીં. કંપનીએ કહ્યું છે કે 4.1 કે તેથી વધુ જૂના વર્ઝન પર ચાલતા એન્ડ્રોઇડ ફોનને વોટ્સએપ સર્વિસનો લાભ નહીં મળે. એટલે કે આવા ફોનમાંથી ન તો મેસેજ મોકલી શકશે કે ન તો કોલ કે વીડિયો કોલ કરી શકશે. આ માટે યુઝરે પોતાના ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે. જો કે આ કાર્ય મુશ્કેલ છે કારણ કે તેનાથી વધુ સારો નવો ફોન ખરીદવાનો વિકલ્પ હશે.

મેસેજિંગ એપ વોટ્સએપનું કહેવું છે કે લોકો હજુ પણ કેટલાક જૂના ઉપકરણો અને સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે જેમની સંખ્યા ઓછી છે. આ જૂના ફોન લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ્સ સાથે આવતા નથી. ઉપરાંત આવા ફોન અપડેટેડ વોટ્સએપને સપોર્ટ કરતા નથી. જેના કારણે સેવા બંધ કરવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે જે ફોન પર વોટ્સએપ બંધ કરવું પડશે. તે મેસેજ યુઝરને સમયસર મોકલવામાં આવશે.

વપરાશકર્તાઓને તેમના ફોનને અપગ્રેડ કરવા માટે યાદ અપાશે. જેથી WhatsApp ફોન પર ચાલતી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરી શકે. WhatsApp kaiOS 2.5.0 અને નવા વર્ઝન પર કામ કરે છે. આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનમાં Jio Phone અને Jio Phone 2નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-

સુરતમાં વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડાં કરનારને માત્ર નામની સજા, નિરીક્ષકની ભૂલના કારણે VNSGUના 4 છાત્રોના બગડ્યા હતા 6 માસ

0

In Surat, those who tampered with the

  • સુરતમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કરનાર નિરીક્ષકને માત્ર નામની સજા આપવામાં આવી છે. યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના નિરીક્ષકને 4000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે, LLM સેમ-2ની પરીક્ષામાં નિરીક્ષક વાયવાના માર્કસ મૂકવાનું ભૂલી જતાં વિદ્યાર્થી નાપાસ થયા હતા.

વિદ્યાર્થીઓના (Students) ભાવિ સાથે ચેડાં કરનારને માત્ર નામની સજા આપવામાં આવી છે. યુનિવર્સિટીએ (University) નિરીક્ષકને વિદ્યાર્થી દીઠ એક-એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે નિરીક્ષકને (The observer) કુલ 4000 રૂપિયાનો દડ આપવામાં આવ્યો છે.

નિરીક્ષકની ભૂલના કારણે ચાર વિદ્યાર્થીઓ થયા હતા નાપાસ :

VNSGUના લો ડિપાર્ટમેન્ટમાં જૂન 2022માં LLM સેમ-2ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં નિરીક્ષકની ભૂલના કારણે ચાર વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે બાદ યુનિવર્સિટીએ લો ડિપાર્ટમેન્ટ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો હતો. જેના જવાબમાં ઈન્ટરનલ વાયવાના માર્કસ આપવાનું શરતચૂકથી નિરીક્ષકથી ભૂલાઇ ગયું હોવાની સ્પષ્ટતા કરાઈ હતી.

ભૂલ બાદ યુનિ.એ વિદ્યાર્થીઓના સુધાર્યા હતા પરિણામ : 

જે બાદ પરીક્ષા વિભાગે ઇન્ટરનલ વાયવા માર્કસ વધારવા માટે રજૂઆત કરતા યુનિવર્સિટીએ ચારેય વિદ્યાર્થીઓના ઈન્ટરનલ વાયવાના માર્કસ ઉમેરીને પરિણામ જાહેર કર્યું હતું.

જો કે નિરીક્ષકની આ ભૂલથી વિદ્યાર્થીઓના છ માસનો અભ્યાસ બગડ્યો હતો. એસીની બેઠકમાં ચર્ચા થયા બાદ આ ભૂલ કરનાર નિરીક્ષકને 4 હજારનો દંડ કરવા અને વધુમાં વધુ જે દંડ યુનિવર્સિટી નક્કી કરે તે ભરવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો :-

VIDEO : વાંદરો પહોંચ્યો પોતાને ખવડાવનારની અંતિમયાત્રામાં, હાથથી ઉઠાડવા લાગ્યો, જોઈને રડી પડાશે

VIDEO: Monkey arrives at the funeral

  • શ્રીલંકામાં પોતાને રોજ ખવડાવનાર એક વ્યક્તિનું મોત થતા તેના અંતિમ સંસ્કારમાં એક વાંદરો આવ્યો હતો અને તેને હાથથી ઉઠાડવા લાગ્યો હતો.

પ્રાણીઓ એટલા વફાદાર હોય છે કે પોતાને ખવડાવનાર (Self-feeder) લોકોને કદી પણ ભૂલી શકતા નથી અને અંતિમ સમય સુધી પોતાની આ ફરજ અદા કરે છે. પોતાને ખવડાવનાર એક માણસનું મોત થઈ જતા એક વાંદરો (Monkey) આઘાત પામ્યો હતો અને શોક દર્શાવવા માણસોની જેમ તેના અંતિમ સંસ્કારમાં (Funeral) પહોંચ્યો હતો.

શ્રીલંકાના બટ્ટીકોલોઆ બટ્ટીકોલોઆના રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજન નિયમિત રીતે મૂંગા પ્રાણીઓને ખવડાવતા હતા. મૂંગા પ્રાણીઓનું પેટ ભરવાની તેમની નેમ હતી અને તેઓ દરરોજ વાંદરા સહિતના પશુઓ અને પ્રાણીઓને ભોજન આપતા હતા.

પરંતુ તાજેતરમાં બીમારીને કારણે 17 ઓક્ટોબરે રાજનનું મોત થતા પ્રાણીઓ ગમગીન થયા હતા. એક વાંદરાને પણ રાજનના મોતનો ભારે આઘાત લાગ્યો હતો અને તે અંતિમયાત્રામાં આવી પહોંચ્યો હતો.

વાંદરો હાથ અડાડીને મરેલા શખ્સને ઉઠાડવા લાગ્યો  :

પોતાના પ્રિયજનના દર્શન કર્યા બાદ વાંદરો તેમની લાશ પાસે બેસી ગયો હતો અને તેને હાથથી ઉઠાડવા લાગ્યો હતો. આ જોઈને ત્યાં હાજર રહેલા લોકો રડવા લાગ્યા હતા.

આ ભોળા અને મૂંગા પ્રાણીને શું ખબરે કે તે હવે ક્યારેક ઉઠવાનો નથી. એક પ્રાણીમાં માણસ માટે કેટલી કરુણા છે તે આ વાત પરથી સમજી શકાય.

અંતિમ યાત્રાનો વીડિયો થયો વાયરલ  :

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને બીબીસીના અન્ય મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ આ વીડિયોનું બેકગ્રાઉન્ડ.

જાણકારી મુજબ આ વીડિયો શ્રીલંકાનો છે. અહીંના બટ્ટીકોલોઆ બટ્ટીકોલોઆના રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજનનું 17 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પીથમ્બરમ હંમેશા લંગુર ખવડાવે છે. જ્યારે તે લંગુરે તેને મૃત જોયો. ત્યારે તેની પ્રતિક્રિયા એકદમ આઘાતજનક હતી.

આ પણ વાંચો :-

Washing Machine માં કપડાં ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, ઓછા પાવડરમાં જ ચમકી જશે Clothes

0

Follow these tips while washing clothes in Washing Machine powder

  • ઓટેમેટિક વોશિંગ મશીન (Washing Machine) માં કપડાં મુજબ અલગ-અલગ પ્રોગ્રામ હોય છે, પરંતુ ખોટા પ્રોગ્રામ સિલેક્ટ કરવાના લીધે ઘણીવાર કપડાં સાફ થતા નથી. એટલા માટે મશીનના સેટિંગને કપડાં (Clothes) ના અનુસાર જ બદલો. તેનાથી પાવડર પણ ઓછો વપરાશે અને પાણીનો ઉપયોગ પણ ઓછો થશે.

આજકાલ મોટાભાગના ઘરોમાં વોશિંગ મશીન હોય છે અને લોકો મોટાભાગના લોકો ઇચ્છે છે કે ઓછા પાવડર તથા પાણીમાં કપડાં ચમકી જશે. ઘણીવાર યોગ્ય રીતે વોશિંગ મશીન (Washing Machine) નો ઉપયોગ ન કરવાથી કપડાં ગંદા રહી જાય છે અથવા કપડાં ઉપર પાવડર જમા થઇ જાય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા થાય છે તો અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવી રહ્યા છે. જેને ફોલો કરી કપડાં સાફ કરી શકે છે.

અલગ-અલગ પ્રકારના કપડાંને સાથે ન ધોવો :

મોટાભાગે લોન્ડ્રી બેગમાં રાખેલા કપડાંને એકસાથે મશીનમાં ધોવા નાખો છો, પરંતુ શું તમને ખબર છે કે અલગ-અલગ કપડાંને એકસાથે વોશ કરવાના બદલે ઘણીવાર કપડાં ગંદા રહી જાય છે. હાર્ડ કપડાંની સાથે સોફ્ટ કપડાં ધોવાથી તેમના ખરાબ હોવા અથવા પછી ફાટવાનો પણ ખતરો રહે છે.

કારણ કે મોટા કપડાંને વધુ કરવાના બદલે ઘણીવાર કપડાં ગંદા રહી જાય છે. હાર્ડ કપડાંની સાથે સોફ્ટ કપડાં  ધોવાથી તેમનું ખરાબ થવું અથવા પછી ફાટવાનો ખતરો પણ રહે છે. કારણ કે મોટા કપડાંને મોડે સુધી વોશ કરવા પડે છે જ્યારે સોફ્ટ કપડાં જલદી ધોવાઇ જાય છે.

કપડાં મુજબથી કરો પોગ્રામ સેટ :

ઓટેમેટિક વોશિંગ મશીન (Washing Machine) માં કપડાં મુજબ અલગ-અલગ પ્રોગ્રામ હોય છે, પરંતુ ખોટા પ્રોગ્રામ સિલેક્ટ કરવાના લીધે ઘણીવાર કપડાં સાફ થતા નથી. એટલા માટે મશીનના સેટિંગને કપડાં (Clothes) ના અનુસાર જ બદલો. તેનાથી પાવડર પણ ઓછો વપરાશે અને પાણીનો ઉપયોગ પણ ઓછો થશે.

વધુ ગંદા કપડાંને અલગ-અલગ ધોવો :

વોશિંગ મશીન (Washing Machine) માં કપડાં નાખતી વખતે આ વાતનું ખ્યાલ રાખો કે વધુ ગંદા કપડાં અલગ ધુઓ, જ્યારે ગંદા કપડાંને અલગ ધુવો. ગંદા કપડાંને ધોવામાં ઓછો સમય અને ઓછું પાણી લાગશે, એટલા માટે મશીનમાં ઓછો સમય સેટ કરો. તો બીજી તરફ ગંદા કપડાંને વધુ મોડે સુધી ફેરવવાની જરૂર પડે છે.

આ પણ વાંચો :-

21 ઓકટોબર 2022 રાશિફળ : રામદેવપીરની કૃપાથી આ રાશિના જાતકોને પારિવારિક જીવન રહેશે સુખી

21 October 2022 Horoscope : Gujarat Guardian

મેષ રાશિ : કોઈ અજાણ્યા કારણથી મનમાં ભય પેદા થઈ શકે છે. વેપારમાં વધારો થશે. લાભની તકો મળશે. વિદ્યાર્થીઓને વાંચનમાં રસ વધશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચ વધી શકે છે.

વૃષભ રાશિ : વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કાર્યસ્થળમાં વધુ પડતા તણાવને કારણે મન પરેશાન થઈ શકે છે.

મિથુન રાશિ : આજે તમે તમારા કામ માટે પ્રશંસા મેળવશો. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. ઇન્ટરવ્યુ માટે બોલાવી શકાય છે. સાંજે, તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો.

કર્ક રાશિ : આજે તમારું મન કોઈ કારણથી પરેશાન રહેશે. ઓફિસમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. મિત્રો સાથે મુલાકાત થશે. તમારે મુસાફરી કરવી પડી શકે છે.

સિંહ રાશિ : આજે તમારે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડી શકે છે. મન અશાંત રહેશે. તમે બાળક પ્રત્યેની તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

કન્યા રાશિ : સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજનો દિવસ તમારા માટે થોડો માનસિક અશાંતિથી ભરેલો રહેશે. નવા કાર્ય આજથી શરુ ન કરવા. ખોટા સાહસ કરવાથી નુકસાન થશે.

તુલા રાશિ : આજે તમે આળસ અનુભવશો. નોકરીમાં ફેરફાર અથવા ટ્રાન્સફર થઈ શકે છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. ખર્ચ પર નિયંત્રણ રાખો. માતા પાસેથી પૈસા મળી શકે છે. તમારે દૂરના પ્રવાસ પર જવું પડી શકે છે.

વૃશ્ચિક રાશિ : આજે તમારા જૂના મિત્રોને મળી શકો છો. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. આવક વધવા માટે રાહ જોવી પડશે. તમારે વધુ મહેનત કરવી પડી શકે છે.

ધનુ રાશિ : આજે કોર્ટ-કચેરી સંબંધિત બાબતો અનુકૂળ રહેશે. લોકપ્રિયતા વધશે. ઓફિસમાં તમને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. નજીકના લોકો સાથે પ્રેમ વધશે.

મકર રાશિ : તમને માતા-પિતા તરફથી પ્રેમ મળશે. પરિવારમાં તમારું સન્માન થશે. તમે કપડાં ખરીદી શકો છો. મિલકતમાંથી નાણાંકીય લાભ મળવાની સંભાવના છે. જોશ અને ઉત્સાહથી કામ કરશો.

કુંભ રાશિ : આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સંતાનને લઈને તમે ચિંતિત રહી શકો છો. નોકરિયાત લોકોને ઓફિસમાં તેમના અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. કામકાજમાં થોડો બદલાવ આવી શકે છે.

મીન રાશિ : મન શાંત રહેશે. ભૌતિક સુખોમાં વધારો થશે. આવક ઘટી શકે છે અને ખર્ચ વધી શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મિત્રોને મળવાનું શક્ય છે.

આ પણ વાંચો :-