HomeNationalShare Market Tips : ત્રણ દિવસમાં રોકાણકારોનું રોકાણ બમણું થયું, શું તમારી...

Share Market Tips : ત્રણ દિવસમાં રોકાણકારોનું રોકાણ બમણું થયું, શું તમારી પાસે છે આ શેર ?

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Share Market Tips: Investors’ investment

  • 17 ઓક્ટોબરનાં રોજ આ શેર બીએસઈ પર 51 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. જે રોકાણકારોને શેરની ફાળવણી કરાઈ હતી, તેમને લિસ્ટિંગ સાથે જ શેર દીઠ 30 રૂપિયાનો ફાયદો થયો.

 

ત્રણ દિવસ પહેલા 17 ઓક્ટોબરના રોજ શેર બજારમાં (share market) લિસ્ટેડ થયેલા ઈલેક્ટ્રોનિક્સ માર્ટ (Electronics Mart) ઈન્ડિયાના રોકાણકારોને (Investors) દિવાળી સમયે ચાંદી થઈ ગઈ છે. ત્રણ જ દિવસમાં આ શેરમાં રોકાણકારોનું રોકાણ બમણું થઈ ગયું છે. 18 અને 19 ઓક્ટોબરે તો શેરમાં 10-10 ટકાની અપર સર્કિટ લાગી હતી.

17 ઓક્ટોબરે 83.70 રૂપિયા પર બંધ :

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 56-59 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો હતો. 17 ઓક્ટોબરના રોજ શેર બીએસઈ પર 51 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો. એટલે કે જે રોકાણકારોને શેર મળ્યા હતા. તેમને લિસ્ટિંગ સાથે જ શેર દીઠ 30 રૂપિયાનો ફાયદો થયો..એનએસઈ પર આ આઈપીઓ 53 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. 17 ઓક્ટોબરનાં રોજ શેર 83.70 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

સતત બે દિવસ લાગી અપર સર્કિટ :

18 ઓક્ટોબરે આ શેર જબરદસ્ત તેજી સાથે 92.95 રૂપિયાની સપાટીએ ખૂલ્યો હતો. આ સાથે જ શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. 19 ઓક્ટોબરે પણ ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો શેર 102.20 રૂપિયાના સ્તરે બંધ આવ્યો. બુધવારે પણ તેમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. એટલે કે ત્રણ દિવસમાં જ આ શેર 103.65 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો.

4-7 ઓક્ટોબર સુધી ખૂલ્યો હતો આઈપીઓ :

આઈપીઓ માટેનાં એક લોટની કિંમત 14,986 રૂપિયા હતી. એક લોટમાં રોકાણકારને 254 શેર મળ્યા હતા. 14,986 રૂપિયાનો લોટ મેળવનાર શેરધારકનું રોકાણ બુધવારે બમણું થઈને 26,327 રૂપિયા થઈ ગયું. શેરની કિંમત 103.65 રૂપિયા હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories