Great offer! 10k Calling Smartwatch
- માર્કેટમાં એવી બે સ્માર્ટવોચ લોન્ચ થઈ છે, જે દમદાર ફીચર સાથે આવે છે. તેમાંથી એકની કિંમત તો 10 હજાર રૂપિયા છે, પરંતુ ઓફરમાં તમે માત્ર 2199માં ખરીદી શકો છો. આવો મસ્ટર્ડ રોક અને મસ્ટર્ડ ટેમ્પોની કિંમત અને ફીચર્સ જાણીએ…
Mustard Rock And Mustard Tempo Launch : પોપ્યુલર લાઇફસ્ટાઇલ બ્રાન્ડ મસટર્ડ (Mustard) એ બે નવા વિયરેબલ્સને લોન્ચ કર્યાં છે. જેનું નામ મસ્ટર્ડ રોક (Mustard Rock) અને મસ્ટર્ડ ટેમ્પો (Mustard Tempo) છે. બંને સ્માર્ટવોચ પ્રીમિયમ લુકમાં આવે છે અને એક્ટિવ લાઇફસ્ટાઇલ (Active lifestyle) માટે પરફેક્ટ છે. નવા વિયરેબલ્સમાં 120થી વધુ સ્પોર્ટ્સ મોડલ, એક સપ્તાહની બેટરી લાઇફ અને ક્રિસ્પ ડિસ્પ્લે (Crisp display) છે. આવો જાણીએ મસ્ટર્ડ રોક અને મસ્ટર્ડ ટેમ્પોની કિંમત અને ફીચર્સ…..
Mustard Rock And Mustard Tempo Price In India :
Mustard Rock અને Mustard Tempo 1 વર્ષની વોરંટી સાથે આવે છે અને બજારમાં ક્રમશઃ 2199 રૂપિયા અને 1399 રૂપિયાની ઇન્ટ્રોડક્ટરી ઓફર પર ઉપલબ્ધ છે. આમ તો મસ્ટર્ડ રોકની કિંમત 9999 રૂપિયા અને મસ્ટર્ડ ટેમ્પોની કિંમત 3999 રૂપિયા છે. પરંતુ ઓફરમાં હાલ વોચ સસ્તી મળી રહી છે. યૂઝર આ ડિવાઇસને કંપનીની વેબસાઇટ, Amazon.in, Flipkart.com અને અન્ય મુખ્ય ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોરમાંથી ખરીદી શકે છે.
Mustard Tempo Specifications
Mustard Tempo એક પ્રીમિયમ લુક સ્માર્ટફોન છે, જે 1.69 ઇંચની સ્ક્વેયર ડિસ્પ્લે સાથે આવે છે. તે સ્મૂધ યૂઝર ઇન્ટરફેસ અને રોટેટિંગ ક્રાઉનની સાથે આવે છે. લાઇટવેટ એલોયથી બનેલી બોડી અને સ્કિનને અનુકૂળ કલરફુલ સિલિકોન સ્ટ્રેપ્સની સાથે ટેમ્પો તમારા દરેક આઉટફિટ સાથે સેટ થાય છે. 100થી વધુ કસ્ટમાઇઝેબલ ક્લાઉડ-બેસ્ડ મલ્ટી વોચ ફેસેની સાથે આ સ્માર્ટવોચ પ્રીમિયમ લુક આપે છે.
તેમાં કેટલાક હેલ્થ અને મોશન સેન્સર છે. જે તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસનો ખ્યાલ રાખશે. સ્લીપ મોનિટર, ડ્રિંક મોનિટર, પેડોમીટર, સેકેન્ડરી રિમાઇન્ડર, મેન્સ્ટ્રુએશન ટ્રેકર, એસપીઓ2 ટ્રેકર, હાર્ટ રેટ મોનિટર જેવા સેન્સર પણ છે. આ સિવાય સ્માર્ટવોચ સ્ટેપ્સ, ડિસ્ટેન્સ અને બર્ન્ટ કેલેરીને કાઉન્ટ કરે છે. ઓનબોર્ડ ગાયરો સેન્સર્સ અને 120થી વધુ સ્પોર્ટ્સ મોડ તમને ફિટ રાખવામાં મદદ કરે છે. તમે તેમાં તમારી દરેક એક્ટિવિટીને ટ્રેક કરી શકો છો.
Mustard Rock Specifications :
Mustard Rock,Mustard Tempo થી પણ એડવાન્સ છે. બોલ્ડ, મજબૂત, લાઇટવેટ અને સ્લીક એલોય ડાયલ, 1.81 ઇંચની એચડી ડિસ્પ્લે, ક્રિસ્પ અને સ્મૂથ યૂઝર ઇન્ટરફેસનની સાથે વોચને રોટેટિંગ ક્રાઉનથી પણ કંટ્રોલ કરી શકાય છે. જે લોકો દિવસભર વ્યસ્ત રહે છે. તેના માટે આ ખુબ કામની છે.
કારણ કે બ્લૂટૂથ કોલિંગ ફીચરની સાથે તેના હાઈ-ડેફિનેશન માઈક અને સ્પીકરથી તમે આસાનીથી કોલને સાંભળી શકો છો. જો તમારે સ્માર્ટ આસિસ્ટેન્ટની જરૂર છે તો તેનું ઓનબોર્ડ એઆઈ વોઇસ આસિસ્ટન્સ તમારી મદદ માટે તૈયાર છે. તમે હવામાન અપડેટ્સને ચેક કરી શકો છો, ક્રિકેટ સ્કોર જાણી શકો છો. રિમાઇન્ડર સેટ કરી શકો છો અને ટ્રાફિક વિશે જાણકારી મેળવી શકો છો.
પાણીમાં ખરાબ થશે નહીં :
મસ્ટર્ડ રોક અને મસ્ટર્ડ ટેમ્પો આઈપી68 એનક્લોઝરની સાથે પાણી, પરસેવો અને ધૂળથી સુરક્ષિત રહે છે, એટલે તમે દરેક સીઝનમાં તેનો ઉપયોગ કરી શકો છો. બંને સ્માર્ટવોચ 280mAh બેટરી, એસયૂબી મેગ્નિટિક ચાર્જિંગની સાથે આવે છે. તેની બેટરી સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા પર 7 દિવસ સુધી તથા સ્ટેન્ડબાય મોડમાં 30 દિવસ સુધી ચાલે છે.
આ પણ વાંચો :-