Rupee VS Dollar / Record break depreciation
- બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે.
ભારતીય રૂપિયો ડોલર (Indian Rupee Dollar) સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.08 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે (Bloomberg) જણાવ્યું હતું કે ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે. બુધવારે પણ ડોલર સામે રૂપિયો 82 રૂપિયા 95 પૈસાના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
મહત્વનું છે કે અગાઉ 16 ઓક્ટોબરે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે રૂપિયાએ ઉભરતા બજારના અન્ય ચલણોને પાછળ રાખી દીધા છે. મંત્રીની ટિપ્પણી રૂપિયો 82.69ની સર્વકાલીન નીચી સપાટીએ ગબડ્યાના કેટલાક દિવસો બાદ આવી છે. ભારતીય ચલણના ઘટાડા અંગે વાત કરતાં સીતારમણે કહ્યું હતું કે ડોલર મજબૂત થવાને કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે રૂપિયાનું અવમૂલ્યન નથી થઈ રહ્યું.
શું કહ્યું હતું નિર્મલા સિતારમણે ?
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું તેને રૂપિયામાં ઘટાડાના રૂપમાં નહીં. પરંતુ ડોલરના સતત મજબૂતી તરીકે જોઉં છું. સીતારમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે ત્યાં વધુ પડતી અસ્થિરતા ન હોય અને ભારતીય ચલણના મૂલ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે કોઈ બજાર હસ્તક્ષેપ ન થાય.
ઈન્ટરનેશનલ મોનેટરી ફાઈનાન્સ કમિટી (IMFC)ને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 23 સપ્ટેમ્બર 2022 સુધીમાં $537.5 બિલિયન હતું. જે અન્ય સમકક્ષ અર્થતંત્રો કરતાં વધુ સારું છે. યુએસ ડોલરની મજબૂતીને કારણે મૂલ્યાંકનમાં ફેરફાર આ શેરમાં બે તૃતીયાંશ ઘટાડા માટે ફાળો આપે છે.
આ પણ વાંચો :-