ગુજરાતના આ જિલ્લામાંથી ઝડપાયું રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર, 2 કરોડ 27 લાખના જથ્થા સાથે 2ની ધરપકડ

Share this story

State’s largest ganja plantation caught from

  • અરવલ્લીમાંથી રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. અરવલ્લીના બાયડના વાગવલ્લા ગામેથી 2 કરોડ 27 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો (quantity of drugs) ઝડપાયો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે રાજ્યમાં વધુ એક જગ્યાએથી લાખોની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઠેર-ઠેર રાજ્યમાં ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યોનું (Restrictive caffeine substances) ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. એવામાં બાયડના વાગવલ્લા ગામે 11 જેટલાં ખેતરોમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

2 આરોપીઓની ધરપકડ જ્યારે 7 ફરાર :

11 ખેતરોમાંથી કુલ 2 હજાર 272 કિલો ગાંજાનો જથ્થો પોલીસને હાથે લાગ્યો છે. ખેતરમાં તુવેર અને કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર થયું હતું. ડ્રોનની મદદથી બે કિમી સુધીના વિસ્તારમાંથી ડ્રગ્સનું રેકેટ ઝડપાયું છે. હાલમાં પોલીસે આ મામલે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 7 આરોપીઓ ફરાર થઇ ગયા છે. બાયડ પોલીસ અને LCBએ તમામ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

11 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું :

તમને જણાવી દઇએ કે બાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગામે આવેલા ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે અરવલ્લી જિલ્લા LCB, SOG અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા લગભગ 11 જેટલા ખેતરોમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું. જેને લઈને આખાય વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ પણ વાંચો :-