If you send a lot of messages on WhatsApp
- WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા WhatsApp એકાઉન્ટને બેન કરી શકે છે.
શું તમે પણ WhatsApp પર ગુડ મોર્નિંગ ટેક્સ્ટ મેસેજ મોકલો છો? જો તમે પણ તમારા મિત્રોને WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો. તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા WhatsApp એકાઉન્ટને બેન કરી શકે છે.
લાખો એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે :
એક રિપોર્ટ અનુસાર કંપની તેને સ્પામ ગણી શકે છે અને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર રોક લગાવી શકે છે. આ સિવાય જો તમે ઘણા લોકોને ખોટી માહિતી કે મેસેજ ફોરવર્ડ કરો છો તો વોટ્સએપ એકાઉન્ટ પર બેન લગાવી શકાય છે. તમે લાખો ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ ઘણી વખત બેન થયાના સમાચાર પણ સાંભળ્યા હશે.
આ એકાઉન્ટ્સ કંપનીની નીતિના ઉલ્લંઘન ના લીધે બેન થાય છે. કંપનીએ ઘણા કારણો આપ્યા છે જેના કારણે તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે. અહીં અમે તમને તે કારણો વિશે જણાવી રહ્યા છીએ.
ખોટી માહિતી ફોરવર્ડ કરવી જોઈએ નહી :
જો તમે મોટાભાગના કોન્ટેક્ટ્સને તમામ મેસેજ ફોરવર્ડ કરો છો તો તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ શકે છે. આ કારણોસર તમારે સંદેશાઓ ફોરવર્ડ કરવા પર મર્યાદા મૂકવી જોઈએ. જો તમને મેસેજનો સોર્સ ખબર નથી અથવા તમે તે મેસેજની ખરી કરી નથી. તો તેને ફોરવર્ડ કરશો નહીં. ખોટી માહિતી આપતા મેસેજ ફોરવર્ડ ન કરો.
ફીચર્સનો ખોટો ઉપયોગ ન કરો :
વોટ્સએપના બ્રોડકાસ્ટ ફીચરના ખોટા ઉપયોગથી તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. આ ફીચરનો ઉપયોગ બલ્ક મેસેજ મોકલવા માટે થાય છે. જો કે સંદેશ પ્રાપ્ત કરવા માટે લોકોએ તમારો નંબર પણ સેવ રાખવો આવશ્યક છે.
વોટ્સએપ પોલિસીનું કરો પાલન :
જો તમે પરવાનગી વગર કોઈને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરો છો. તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે જો કોઈ તમને વોટ્સએપ પર મેસેજ કરવાનો ઇનકાર કરે છે તો તેને મેસેજ કરીને હેરાન ન કરો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
સૌથી છેલ્લે WhatsAppની નીતિનું ઉલ્લંઘન કરશો નહીં. આ તમારા એકાઉન્ટને બ્લોક કરી શકે છે. જો કે, જો તમને લાગે છે કે તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત થઈ ગયું છે, તો તમે તેના માટે અપીલ કરી શકો છો.
આ પણ વાંચો :-