HomeAstrology19 ઓક્ટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત...

19 ઓક્ટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

Date:

Related stories

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...
spot_img

19 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભઃ
દિવસ દરમિયાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્કઃ
માનસિક ચંચળતા વધે. દિવસ દરમિયાન પ્રફૂલ્લિત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહઃ
માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રીવર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદ્‍ભ‍વે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી, તાવથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમિયાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઈ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારું રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમિકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધન:
થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઈજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકરઃ
તર્કશક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભઃ
નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેતરે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીનઃ
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઊભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img