These drinks are a panacea for
- બદલાતી જીવનશૈલીને કારણે આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર થઇ રહ્યાં છે. એવામાં જરૂરી છે કે ખાનપાનનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે. આજે અમુક એવા પીણા પદાર્થ વિશે જણાવવા જઇ રહ્યાં છે.
ટામેટા (Tomato) અને કોઈ બીજી શાકભાજીનુ જ્યુસને પીવાથી બ્લડ શુગરને (Blood sugar) કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લીલા પાંદડાવાળી શાકભાજીના (Green leafy vegetables) રસમાં કાકડીનો રસ, મુઠી ભરીને બેરી અને અજવાયન મળીને એક હેલ્ધી ડ્રિંક (A healthy drink) તૈયાર કરો અને તેનુ દરરોજ સેવન કરો. જેનાથી ડાયાબિટીસની સાથે અન્ય બિમારીઓ સામે લડવામાં સહાયતા પણ મળશે.
પાણી સૌથી ઉત્તમ :
પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી મોટાભાગનો ગ્લૂકોઝ યુરીન દ્વારા નિકળી જાય છે. પુરુષને દિવસમાં ઓછામાં ઓછુ 13 ગ્લાસ (ત્રણ લીટર) અને મહિલાઓને લગભગ 9 ગ્લાસ (બે લીટર) પાણી પીવુ જોઈએ.
લો ફેટ મિલ્ક દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી :
લો ફેટ મિલ્ક દૂધ અને ખાંડ વગરની કૉફી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી સાબિત થઇ શકે છે. લો ફેટ મિલ્કમાં જરૂરી વિટામિન અને ખનીજ હોય છે. આ સાથે આ શરીરમાં કાર્બોહાઈડ્રેટ પણ વધારે છે.
સોડા વોટર પણ પીવુ જોઈએ :
સોડા વોટર સેલ્ટજર વોટર એક પ્રકારનુ સોડા વોટર જ છે. જેને સ્પાર્કલિંગ વોટર પણ કહેવામાં આવે છે. સાદા પાણીની જેમ સેલ્ટજર પાણીમાં કેલેરી, કાર્બ્સ અને ખાંડ હોતી નથી. ડાયાબિટીસ ગ્રસ્ત દર્દીઓએ આ પાણીને પીવાનુ શરૂ કરવુ જોઈએ. આ શરીરમાં હેલ્ધી બ્લડ શુગર લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો :-