‘Yeh Rishta Kya Kehlata Hai’ fame
- હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે. એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે.
જાણીતી ટીવી સીરિયલ (A famous TV serial) યે રિશતા ક્યા કહેલાતા હૈ (Ye Rishta Kya Kehlata Hai) ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે (Vaishali Thakre) કરી લીધી આત્મહત્યા (Suicide). આ ગુજ્જુ ગર્લએ અચાનક કેમ આત્મહત્યા કરી લીધી એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો છે. અભિનેત્રીએ ઈન્દોરમાં (Indore) ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીએ કેમ આત્મહત્યા કરવી પડી તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે સવાલોનો જવાબ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. પણ હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે.
એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. આ મામલામાં ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.
તે મૂળ મહિધરપુર ઉજ્જૈનની હતી અને તેના ઉચ્ચ સપના અને અભિનેત્રી બનવાના જુસ્સાને કારણે મુંબઈ આવી હતી. મુંબઈમાં વિવિધ સિરિયલો કરવા ઉપરાંત તેણે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે પછી તે જયપુર જતી રહી અને જયપુરમાં રહ્યા બાદ છેલ્લા 1 વર્ષથી ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી.
આ પણ વાંચો :-