શું સાચે ‘તારક મહેતા..’ શોમાં થવા જઈ રહી છે જૂના ‘ટપુડા’ ની એન્ટ્રી? ભવ્ય ગાંધીએ આ વાત પર તોડ્યું મૌન

Share this story

Is the entry of the old ‘Tapuda’ really going

  • સમાચાર આવ્યા હતા કે ભવ્ય ગાંધી એટલે કે જૂનો ટપૂ ફરીથી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ વિશે અપડેટ સામે આવી છે.

બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma)ની સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં (TRP list) અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ એ દરેક લોકોને પસંદ આવતો એક શો છે. આ કોમેડી સિરિયલ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. અને એવામાં વચ્ચે સમાચાર આવ્યા હતા કે ભવ્ય ગાંધી એટલે કે જૂનો ટપૂ ફરીથી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ વિશે અપડેટ સામે આવી છે.

ભવ્યએ અફવા પર પૂર્ણવિરામ લગાવ્યું :

સમાચાર આવ્યા હતા કે તારક મહેતા શોના નિર્માતા ફરીથી ભવ્ય ગાંધીને ટપુના રોલ માટે સંપર્ક કરી રહ્યા છે પણ ભવ્ય ગાંધીએ તેનાથી વિપરિત વાત કરી છે. તમને જણાવી દઈએ કે ટપુના કિરદારમાં ભવ્ય ગાંધી ફરી એક વખત એન્ટ્રી કરશે આ સમાચાર પર ભવ્ય ગાંધીએ પૂર્ણવિરામ લગાવતા એ સમાચારને અફવા ગણાવી હતી.

હાલ અફવાઓથી ઘેરાયેલ રહે છે શો  ‘તારક મહેતા..’ :

જો કે હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણી અફવાઓથી ઘેરાયેલ છે અને ઘણા દિવસોથી આ સિલસિલો ચાલુ રહ્યો છે. પહેલા સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણી ગળાના કેન્સર સામે ઝઝૂમી રહી છે પણ એ પછી દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીએ આ સમાચાર પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે એ બધી અફવા છે.

આ કારણોસર ભવ્ય ગાંધીએ છોડ્યો હતો શો :

ભવ્ય ગાંધી વિશે વાત કરીએ તો તેને થોડા વર્ષો પહેલા આ શોને અલવિદા કહ્યું હતું. એ સમયે સમાચાર મળ્યા હતા કે ગુજરાતી સિનેમા અને થિયેટરમાં કામ કરવા માટે એમને આ શો છોડી દીધો હતો. જો કે એ પછી શોમાં ટપુની ભૂમિકામાં ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટે લીધી હતી. જણાવી દઈએ કે રાજ પણ એક નિશ્ચિત સમયગાળા માટે શોનો હિસ્સો બન્યો હતો. મળતી માહિતી મુજબ રાજ હવે બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

આપણે જાણીએ જ છીએ કે આ પહેલા તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું હતું. મેકર્સ અને શૈલેષ લોઢા વચ્ચે ઘણા અણબનાવ બન્યા હતા અને અંતે મામલો ઉગ્ર બન્યો હતો. જે પછી એમને શો છોડી દીધો હતો.

જો કે જ્યારથી દિશા વાકાણીએ આ શો છોડી દીધો છે. ત્યારથી દર્શકોને આ શો જોવામાં કંઈ ખાસ મજા નથી આવી રહી. લોકોનું કહેવું છે કે દયાબેન વિના શો અધૂરો લાગે છે. પહેલા શોનો જે ચાર્મ હતો તે હવે જોવા નથી મળતો.

આ પણ વાંચો :-