After Mahatma Gandhi, PM Modi is the
- વડાપ્રધાન મોદી પર લખાયેલ પુસ્તક ‘મોદી એટ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ની ગુજરાતી આવૃત્તિ સોમવાર, 17 ઓક્ટોબરે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) વડાપ્રધાનના કામની પ્રશંસા કરી હતી. અને કહ્યું કે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પછી નરેન્દ્ર મોદી (Narendra Modi) બીજા એવા નેતા છે જેઓ દેશની જનતાની નાડી ઓળખે છે.
રાજનાથ સિંહે કહ્યું કે, પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે ભારતને વિશ્વ સ્તરે મજબૂત સ્થાન મળ્યું છે. “પીએમ મોદી માત્ર વર્તમાનને બદલવા માટે સખત મહેનત કરી રહ્યા નથી પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવા માટે તેમના વિઝન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી પીએમ મોદી એકમાત્ર એવા બીજા નેતા છે જે આપણા દેશની નાડી જાણે છે કારણ કે તેઓ દેશના લોકો સાથે સીધો સંવાદ કરે છે.”
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, “આ પુસ્તક વડાપ્રધાનના વિઝનને ડીકોડ કરે છે અને લોકોના ભલા માટે આપણે જે મોટા સપનાઓ જોતા હોય છે તે સમજવામાં મદદ કરે છે. આ પુસ્તક પીએમ મોદીની 20 વર્ષની કારકિર્દીમાં સુશાસનનો સાચો હિસાબ છે જેમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને વડાપ્રધાન તરીકે 8 વર્ષનો સમાવેશ થાય છે.”
વધુમાં જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન પણ હાજર હતા. ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું છે.
અહેવાલો અનુસાર આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીની રાજકીય સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુલ 21 પ્રકરણો છે, જે ગૃહમંત્રી અમિત શાહથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-