India won the Asia Cup by defeating Sri Lanka
- ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ભારતીય મહિલા ટીમે (Indian women’s team) શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો (Asia Cup) ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં (The final match) ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી સૌના દિલ જીતી લીધા હતા.
શ્રીલંકાએ 66 રનનો ટાર્ગેટ આપ્યો હતો :
ભારતીય મહિલા ટીમે શનિવારે અહીં એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાની ઇનિંગ્સને 20 ઓવરમાં 9 વિકેટે 65 રન પર રોકી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 66 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી મેળવી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ ભારત માટે શાનદાર રમત બતાવી છે.
બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપની ફાઈનલ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, કેપ્ટન ચમારી અટાપટ્ટુનો આ નિર્ણય શ્રીલંકાને ભારે પડ્યો. સ્કોરબોર્ડ પર 20 રન ઉમેરતાની સાથે જ શ્રીલંકાના 6 બેટ્સમેન ડગઆઉટમાં પરત ફર્યા હતા.
ટોપ-6માં એક પણ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નથી. આખી ટીમ કોઈક રીતે 50 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા. શ્રીલંકાને ત્રીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન અટાપટ્ટુ એક રન બનાવીને આઉટ થયો હતો. તે 12 બોલમાં માત્ર 6 રન જ બનાવી શકી હતી.
અટાપટ્ટુના આઉટ થયા બાદ શ્રીલંકાની ઈનિંગ્સ ડગમગી ગઈ હતી. શ્રીલંકાને ચોથી ઓવરમાં ત્રણ ફટકા પડ્યા હતા. રેણુકા સિંહે તેની ઓવરના ત્રીજા બોલ પર હર્ષિતા સમરવિક્રમાને આઉટ કર્યો. અનુષ્કા સંજીવની પણ આગલા જ બોલ પર રનઆઉટ થઈ ગઈ હતી. પછીના બોલ પર રેણુકાએ હંસિની પરેરાને સ્મૃતિ મંધાનાના હાથે કેચ કરાવ્યો. શ્રીલંકાની ત્રણ વિકેટ સતત ત્રણ બોલમાં પડી હતી.
આ પણ વાંચો :-