ગુજરાતનો ગઢ જીતવા દિલ્હીમાં દોડધામ : PM મોદીના આવાસ પર 5 કલાક ચાલી મેરેથોન મીટિંગ

Share this story

Rushing to Delhi to win the stronghold

  • પીએમ આવાસ પર મેરેથોન બેઠક યોજાઇ જેમાં ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા.

હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) સાથે વિધાનસભા ચૂંટણી (વિધાનસભા ચૂંટણી 2022)ને લઈને ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. એક તરફ તમામ રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે તો બીજી તરફ આજે (15 ઓક્ટોબર) પીએમ આવાસ પર મેરેથોન બેઠક યોજાઇ હતી. લગભગ પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં ચુંટણીની તારીખો ટૂંક સમયમાં બહાર પડશે :

આ બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને પાર્ટીના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ટિકિટ વહેંચણી, ચૂંટણી મુદ્દા, કેન્દ્ર સરકારની યોજનાઓ અને પીએમ મોદીની 18 અને 19 ઓક્ટોબરે ગુજરાત મુલાકાતના માપદંડ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતની ચૂંટણી અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.

ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને ભાજપે રણનીતિ ઘડવાની દિશામાં વધુ સઘન બનાવી છે. આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીને લગતા ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓની સકારાત્મક અસર વિશે પણ વાતચીત કરવામાં આવી હતી. કયા ચૂંટણી મુદ્દા પર આગળ વધવું અને કયા મુદ્દાઓને વિપક્ષને પ્રહાર કરી શકાય, તમામ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

ગુજરાત ચૂંટણી પર વિપક્ષનો હુમલો :

બીજી તરફ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ વિપક્ષે ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની રેલીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની તારીખોની જાહેરાત કરવામાં વિલંબ કરવામાં આવ્યો. જેથી ભાજપ પોતાની યોજનાઓની જાહેરાત કરીને જનતાને રીઝવવાનું કામ કરી શકે.

આ પણ વાંચો :-