ધનતેરસ પર ધાણા ખરીદવા પણ માનવામાં આવે છે ખૂબ જ શુભ ! જાણો શું છે તેના પાછળની માન્યતા

Share this story

Buying coriander on Dhanteras is also

  • ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

23 ઓક્ટોબર અને રવિવારે ધનતેરસનો (Dhanteras) તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીના (Gold and silver) નવા વાસણો અને ઘરેણાં પણ ખરીદે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ જ કારણ છે કે લોકો બજારોમાં ઘરેણાં અને વાસણો સહિતની તમામ વસ્તુઓ ખરીદતા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે વાસણોની સાથે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ હોય છે. આજે અમે તમને ધાણા ખરીદવા પાછળના કારણ વિશે જણાવીશું.

ધનતેરસના દિવસે ધાણા ખરીદવા શા માટે છે શુભ?

તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ધાણા ખૂબ જ ઉપયોગી છે. આ કારણોસર લોકો અન્ય ખરીદીની સાથે ધાણાની પણ ખરીદી કરે છે. લોકો સામાન્ય રીતે શહેરોમાં ધનતેરસના દિવસે સુકા ધાણા ખરીદે છે.

ગામની વાત કરીએ તો ત્યાં ગોળ અને ધાણાને એકસાથે ભેળવીને નૈવેદ્ય બનાવવામાં આવે છે. મા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ધાણા અને ગોળથી બનેલું નૈવેદ્ય શુભ માનવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે માત્ર ધનતેરસ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ધાણાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૂજા બાદ તિજોરીમાં મુકી દો ધાણા :

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઉપરાંત આર્થિક સ્થિતિ સુધારવા માટે ધનતેરસના દિવસે ધાણા ખરીદવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ધાણા ખરીદવાથી આપણને શુભ ફળ મળે છે. સાથે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને ધાણા ચઢાવો અને પૂજા પછી તેને તિજોરીમાં મુકો.

આ વસ્તુઓ ખરીદવી પણ છે શુભ :

ધનતેરસના સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ સારા યોગ છે. એવામાં તમે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. તમને જણાવી દઈએ કે ધાણા ખરીદવા સિવાય તમે ધનતેરસના દિવસે સાવરણી, ગોમતી ચક્ર અને શણગારની વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ બધી વસ્તુઓ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-