પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસ જીપ વચ્ચે અકસ્માત, કચ્છના PSIનું નિધન

Share this story

Kutch PSI dies in accident between

  • પશ્ચિમ કચ્છ પોલીસની જીપને અકસ્માત નડ્યો. પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસની જીપ વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના PSI કે. એફ વસાવાનું અવસાન થયું છે.

ગુજરાતમાં (Gujarat) અકસ્માતોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારે છે જેના લીધે અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે. પાટણમાં (Patan) ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પાટણના સાંતલપુર (Santalpur) પાસે ટ્રક અને પોલીસ જીપ (Police Jeep) વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના પીએસઆઈ કે. એફ વસાવાનું નિધન થયું છે. આ સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે.

અન્ય ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ખસેડાયા હોસ્પિટલ :

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના સાંતલપુર પાસે ટ્રકે પોલીસની જીપને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આ દુર્ઘટનામાં અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતમાં થયા હતા ત્રણના મોત :

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જેથી આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાધનપુર ગોચનાથ નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતા. જો કે સમી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા દૂર કરીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-