આ ધનતેરસે દુકાનમાંથી નહીં, આ જગ્યાએથી ખરીદો સોનું, સારું ડિસ્કાઉન્ટ અને વ્યાજ પણ મળશે

Share this story

This Dhanteras buy gold from this place and not

  • દિવાળી નજીક છે ત્યારે ધનતેરસ પર લોકો મન મૂકીને સોનાની ખરીદી કરતા હોય છે. આ વખતે ધનતેરસ પર તમે દુકાનમાંથી નહીં પરંતુ આ રીતે સોનાની ખરીદી કરશો તો તમને ડિસ્કાઉન્ટ તો મળશે જ સાથે સાથે વ્યાજ પણ મળશે. ખાસ જાણો કેવી રીતે….

દિવાળી (Diwali) નજીક છે. ધનતેરસને હવે ગણતરીના દિવસો છે. ધનતેરસે (Dhanteras) દેશભરમાંથી લોકો સોનાની મન મૂકીને ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમે ફિઝિકલ  ગોલ્ડની જગ્યાએ ડિજિટલ ગોલ્ડની ખરીદી પણ કરી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં (digital gold) તમને ફિઝિકલ ગોલ્ડની (Physical Gold) સરખામણીએ વધુ ફાયદા થાય છે.

ક્યાંથી ખરીદી શકો છો ડિજિટલ સોનું :

તમે ધનતેરસ પર ફોન પે, પીટીએમ, અને ગૂગલ પે જેવી એપ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે ધનતેરસ અને ફેસ્ટિવલ્સના અવસરે અનેક સારા પ્લેટફોર્મ શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર પણ આપે છે.

એટલે કે તમે એ પ્લેટફોર્મ્સ પર દુકાનથી સસ્તું સોનું ખરીદી શકશો. આ સાથે જ અનેકવાર આ પ્લેટફોર્મ પર કેશબેક જેવી ઓફર પણ ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત તમે સરકારની ગોલ્ડ બોન્ડ યોજના દ્વારા પણ ડિજિટલ સોનું ખરીદી શકો છો.

ડિજિટલ ગોલ્ડ પર વ્યાજ અને ડિસ્કાઉન્ટ :

જો તમે ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો તેના પર તમને ડિસ્કાઉન્ટ અને વ્યાજ બંનેનો ફાયદો થાય છે. ડિજિટલ સોનાની સૌથી ખાસ વાત એ છે કે તેના પર તમને પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ મળે છે.

ગોલ્ડ બોન્ડ દ્વારા જો તમે સોનું ખરીદશો અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તે પ્રમાણે પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સાથે જ તમને ગોલ્ડ બોન્ડ યોજનામાં વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે.

1 ગ્રામ સોનું ખરીદવાની પણ સુવિધા :

ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ યોજનામાં તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. આ સાથે જ વ્યક્તિ દીઠ તેના દ્વારા આપણને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી સોનું ખરીદવાનો પણ વિકલ્પ મળે છે. ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ગ્રાહકોને બજારથી સસ્તા ભાવે સોનું ખરીદવાની તક મળે છે.

સ્ટોરેજ અને ક્વોલિટી :

સોનું ખરીદ્યા બાદ આપણી સામે જે સૌથી મોટી સમસ્યા આવે છે તે છે તેને રાખવાની. અનેકવાર લોકો પોતાના ઘરેણા કે સોનાને બેંકના લોકરોમાં મૂકે છે અને આ માટે તેમણે ચાર્જ પણ આપવો પડે છે. પરંતુ ડિજિટલ ગોલ્ડમાં તમારી આ સમસ્યા પણ ઉકેલાઈ જાય છે.

ડિજિટલ ગોલ્ડમાં આપણે સ્ટોરેજની ચિંતા કરવાની હોતી નથી. આ ઉપરાંત તેમાં આપણે સોનાની ક્વોલિટી અંગે પણ ચિંતા કરવાની જરૂરી રહેતી નથી. ડિજિટલ ગોલ્ડમાં જે સોનું ખરીદવામાં આવે છે તે 24 કેરેટ સોનાની શુદ્ધતા સાથે લિંક કરવામાં આવે છે.