ભારત-પાક. મેચ રદ્દ થાય તો કઈ ટીમને થશે ફાયદો ? જાણો શું છે ICCના નિયમ

Share this story

Indo-Pak. If the match is cancelled

  • ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેલબર્નમાં રમવામાં આવશે વર્લ્ડ કપના સુપર 12 સ્ટેજમાં ગ્રુપ મુકાબલો.

ટી-20 વર્લ્ડ કપની (T-20 World Cup) શરૂઆત થઇ ગઇ છે અને આ સમયે આઠ ટીમોની વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચ રમાઈ રહી છે. અહીંથી ટોપ ચાર ટીમો બીજો રાઉન્ડ એટલે કે સુપર 12 સ્ટેજમાં પહોંચશે. જ્યાંથી વર્લ્ડ કપની અસલી લડાઈ શરૂ થશે.

ઓસ્ટ્રેલિયામાં (Australia) આયોજીત થતા વર્લ્ડ કપમાં આમ તો કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે અને ખિતાબ માટે જોર લગાવી રહી છે. પરંતુ ક્રિકેટ પ્રેમીઓને (Cricket Lover) સૌથી વધુ રાહ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) મેચની છે. બે ટીમો વર્લ્ડ કપમાં આશરે એક વર્ષ બાદ ફરીથી આમને-સામને હશે.

તો ભારત અને પાકિસ્તાનની મેચ થશે રદ્દ ? 

બંને ટીમો સુપર 12 સ્ટેજમાં ગ્રુપ બીનો ભાગ છે અને 23 ઓક્ટોબરે મેલબર્નના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. જો કે તેની પહેલા મેલબર્નના હવામાન વિભાગની આગાહીએ ક્રિકેટપ્રેમીઓની ચિંતા વધારી દીધી છે.

વિભાગ મુજબ મેલબર્નમાં 23 ઓક્ટોબરે 70-80 ટકા સુધી વરસાદની શક્યતા છે અને વરસાદ રોકાવાની આશા પણ ઓછી છે. એવામાં ભારત અને પાકિસ્તાનની આ મેચ રદ્દ થવાનું  જોખમ ટોળાઈ રહ્યું  છે.

વર્લ્ડ કપ માટે આઈસીસીની પોઈન્ટ સિસ્ટમ :

આઈસીસીએ વર્લ્ડ કપ પહેલા પ્રથમ રાઉન્ડ અને સુપર 12 ગ્રુપ સ્ટેજ માટે પોઈન્ટને ત્રણ ભાગમાં વહેંચ્યા છે. અહીં જીતનારી ટીમને બે પોઈન્ટ મળશે. જ્યારે હારનારી ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. તો મેચ રદ્દ થવી અથવા ટાઈ થવાની સ્થિતિમાં બંને ટીમોની વચ્ચે 1-1 પોઈન્ટની વહેંચણી થશે.

શું ભારત-પાકિસ્તાન મેચ માટે છે રિઝર્વ ડે? 

આઈસીસીએ વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલને છોડીને ગ્રુપ સ્ટેજની મેચ માટે કોઈ પણ રિઝર્વ ડે રાખ્યો નથી. એટલેકે મેચ રદ્દ થવાની સ્થિતિમાં અહીં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. જો કે આઈસીસીના નિયમ મુજબ કોઈ પણ મેચના પરિણામ માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ હોવી જોઈએ. જેનો અર્થ છે કે જો વરસાદ રોકાય છે અને બધુ સારું રહે છે તો મેચના અધિકારી 5-5 ઓવરની મેચ કરાવી શકે છે.

આ પણ વાંચો :-