Sixth list of AAP announced for Gujarat
- આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. પારંપરિક ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) બે પક્ષો અહીં વર્ષોથી સામસામે ચૂંટણી લડતા આવ્યાં છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. તેથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.
ત્યારે આપ દ્વારા ગુજરાતમાં વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. આજે પણ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે આમ આદમી પાર્ટીએ વિજય પટેલની ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે.
સુરત ઉત્તરથી મહેન્દ્ર નાવડીયાને મેદાનમાં ઉતારવાની આપે તૈયારી કરી લીધી છે. બીજી બાજુ જીજ્ઞેશ મેવાણી જ્યાંથી અપક્ષ ચૂંટણી લડીને જીતીને ધારાસભ્ય બન્યા છે તેવી વડગામ બેઠક પર પણ આપ દ્વારા પોતાનો ઉમેદવાર ઉભો રાખવામાં આવશે.
વડગામ બેઠક પર દલપત ભાટીયાને મેદાન-એ-જંગમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ સુરત ઉત્તરમાં આપ દ્વારા સ્થાનિક આગેવાન મહેન્દ્ર નાવડીયાને ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે. આમ આદમી પાર્ટી ઉમેદવાર નું ૬ લીસ્ટ જાહેર થશે.
આ પણ વાંચો :-