Home Blog Page 1268

Google ની ચેતવણી ! તાત્કાલીક અપડેટ કરી લો Chrome, નહીંતર..

Google warning ! Update Chrome

  • જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો તો સાવધાન રહેવાની જરૂર છે. એક ખતરનાક બગથી લોકો પરેશાન થઇ ગયા છે. ગૂગલે યૂઝર્સને કહ્યું કે તેમને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે.

જો Google Chrome તમારી ડેલી સર્ચ પાર્ટનર (Daily Search Partner) છે. તો આ રિપોર્ટ તમારા માટે છે. Google એ Chrome યૂઝર્સ માટે એક ખતરનાક બગ વિશે એક ઉચ્ચ ગંભીર ચેતાવણી જાહેર કરી છે જે તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે.

જોકે સિક્યોરિટી પર્પસ માટે Google એ ડિટેલને પ્રતિબંધિત રાખી છે. એક બ્લોગ પોસ્ટમાં Google નું કહેવું છે કે બગ અને લિંકની ડિટેલ્સ સુધી પહોંચ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જ્યાં સુધી મોટાભાગના યૂઝર લેટેસ્ટ Google Chrome અપડેટ ડાઉનલોડ કરી લેતા નથી.

સાઇબર ફર્મ અવોસ્ટના સાઇબર સિક્યોરિટી રિસર્ચર્સે 25 ઓક્ટોબરને આ હાઇ સીવીઇ-2022-3723 બગની શોધ કરી. ગૂગલે ઉલ્લેખ કર્યો કે ‘અમે તે તમામ સુરક્ષા શોધકર્તાઓને ધન્યવાદ આપવા માંગુ છે જેમણે ડેવલોપમેન્ટ સાઇકલ દરમિયાન અમારી સાથે કામ કર્યું જેથી સુરક્ષા બગને સ્થિર ચેનલ સુધી પહોંચતાં રોકી શકાય.’

ક્રોમ યૂઝર્સને શું કરવું જોઇએ? 

Google Chrome માં આ બગનો ફાયદો ઉઠાવવા માંગતા હેકર્સનો શિકાર થતાં બચવા માટે, કંપનીએ યૂઝર્સને સલાહ આપી કે તે પોતાના બ્રાઉઝરને મેક અને લિનક્સ માટે લેટેસ્ટ વર્જન 107.0.5304.87 અને વિંડોઝ માટે 107.0.5304.87/.88 પર અપડેટ કરો. જે આગામી દિવસો અથવા અઠવાડિયામાં રોલ આઉટ થશે. આ વર્જન મુદ્દાઓને ઠીક કરવા અને બ્રાઉઝરની ઉણપને સુધારવા માટે કહેવામાં આવે છે. એટલા માટે તમારે તમારા બ્રાઉઝરને અપડેટ કરવાનું ચૂકવું જોઇએ નહી.

 તમારા ક્રોમને અપડેટ કરવા માટે સૌથી પહેલાં સિસ્ટમ બ્રાઉઝર ખોલો.:

– વેબ સ્ક્રીન ઉપર જમણી તરફ ત્રણ ડોટ્સ પર ટેપ કરો.
– સેટિંગ્સ પર ક્લિક કરો.
– પછી ‘અબાઉટ ક્રોમ’ પર ક્લિક કરો જો આ લેટેસ્ટ વર્જન નહી હોય તો આ ઓટોમેટિક રીતે તમારા ગુગલ ક્રોમને અપડેટ કરી દેશે. નહીતર તમે અહીં મેન્યુઅલી કરી શકો છો.
– જો તમને હજુ સુધી અપડેટ મળ્યું નથી, તો મેક અને લિનક્સ માટે લેટેસ્ટ વર્જન 107.0.5304.87 અને વિંડોઝ માટે 107.0.5304.87/.88 નામથી અપડેટ કરવા માટે નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

ઘોડા છૂટયા પછી તબેલે તાળા : કચ્છનો 150 વર્ષ જૂનો પુલ કરાયો બંધ, ભાવનગર અને વડોદરામાં કેબલ સ્ટે બ્રિજને લઈ તંત્ર એલર્ટ

0

Stable locked after horse loose: Kutch

  • મોરબીની દુર્ઘટના બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ભાવનગરમાં કેબલ સ્ટેઇડ પુલની કલેક્ટરે મુલાકાત લીધી તો કચ્છનો રૂકમાવતી નદી પરનો પુલ કરાયો બંધ.

મોરબીમાં ઝૂલતા બ્રિજ (The suspension bridge) પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે. જે બાદ તંત્રની કામગીરીની પણ પોલ ખુલી રહી છે. મોરબીની (Morbi) દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

ભાવનગરના કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ કેબલ સ્ટેઇડ પુલની મુલાકાત લીધી હતી. ભાવનગરમાં વર્ષ 2012માં ગુજરાતના સૌ પ્રથમ સ્ટેઈટ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે આ પુલ લોકાર્પણના થોડા જ દિવસોમાં બેસી ગયો હતો. જેથી પુલના પિલરને ચણીને સપોર્ટ આપવામાં આવ્યો હતો.

મોરબીની ઘટના બાદ ભાવનગર તંત્ર એલર્ટ :

મોરબીની દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે અને 2012માં બનાવવામાં આવેલા સ્ટેઇડ પુલ ચેકિંગ હાથ ધર્યું હતું. કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ મુલાકાત સ્ટેઈડ પુલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2012માં લોકાર્પણ બાદ આ પુલ થોડા દિવસોમાં જ બેસી ગયો હતો. જે બાદ પુલનો પિલયર ચણીને સપોર્ટ આપવામા આવ્યો હતો.

કચ્છમાં પણ પુલ બંધ કરાયો :

મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ તંત્ર એકાએક હરકતમાં આવ્યું છે. મોરબીની ઘટના બાદ કચ્છનો ઐૈતિહાસિક પુલ બંધ કરાયો છે. માંડવીની રૂકમાવતી નદી પર આવેલો 150 વર્ષ જૂનો પુલ બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

2 નવેમ્બર 2022, આજનું રાશિફળ : જાણો આજે કઈ રાશિઓના લોકો બની જશે માલામાલ અને કોને કરવો પડશે નુકસાનનો સામનો

2 November 2022, Today’s Horoscope Gujarat

મેષઃ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. બપોર બાદ થોડો થાક વર્તાય. આવક જળવાય. પરિવારમાં શાંતિનો અનુભવ થાય. સંતાન તરફથી આનંદ. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

વૃષભઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ભાગ્યનો સાથ મળે છે. નોકરી-ધંધામાં પ્રગતિ. કુટુંબમાં મનમેળ જળવાય. ગેસટ્રબલ, પેટની તકલીફ રહે. નાણાંકીય બાબતો માટે દિવસ સારો છે. નાના યાત્રા પ્રવાસ સંભવે.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક માટે સામાન્ય દિવસ. કૌટુંબિક ક્ષેત્રે આનંદ વર્તાય. સ્થાવર-જંગમ મિલકત અંગે સાવધાની જરૂરી. સંતાન સુખ સારુ, ભાગ્યનો સાથ મળે છે. આરોગ્ય જળવાય.

કર્કઃ
બપોર સુધી સારો દિવસ છે. બપોર બાદ આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. પડવા-વાગતાથી ધ્યાન રાખવું. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા.

સિંહઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. આર્થિક બાબતોમાં ફાયદો, પરિવારમાં શાંતિનો અનુભવ થાય. સંતાન સંબંધી ચિંતા રહે. શરીરમાં ગરમી-એસીડીટીનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
નાણાંકીય આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. શેરબજારમાં લાભ સંભવે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. સ્વાસ્થ્ય સારું રહે, થોડો હાડકાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન:
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-

ગુજરાતમાં પહેલીવાર બની રહ્યો છે આવો રોડ : બેંગલુરુથી અમદાવાદ આવી ટેકનૉલોજી, ખાડા નહીં પડે તેવો દાવો 

0

Such a road is being built for the first time in Gujarat

  • અમદાવાદમાં બેંગાલુરુની જેમ વ્હાઈટ ટોપિંગથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

અમદાવાદમાં (Ahmedabad) AMC દ્વારા અદ્યતન ટેક્નોલોજીથી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત (Under the pilot project) વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે. જેના ભાગરૂપે હવે ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી (White topping) રોડ બનવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે મનપાનો દાવો છે કે ડામર રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડનું આયુષ્ય લાંબુ હોય છે.

અમદાવાદમાં હાલ ગુજરાતનો પ્રથમ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદમાં બેંગાલુરુની જેમ વ્હાઈટ ટોપિંગથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે. ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી રોડ બનવાનું શરૂ થઈ ગયું છે.

અમદાવાદમાં AMC દ્વારા અદ્યતન ટેક્નોલોજીથી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે. જેના ભાગરૂપે હવે ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી રોડ બનવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે મનપાનો દાવો છે કે, ડામર રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડનું આયુષ્ય લાંબુ હોય છે.

અમદાવાદમાં હાલ ગુજરાતનો પ્રથમ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં બેંગાલુરુની જેમ વ્હાઈટ ટોપિંગથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વ્હાઈટ ટોપિંગથી ૩ રોડ બનાવાશે.  ગુરૂકુળ રોડ પર દોઢ કિલોમીટર સુધીનો વ્હાઈટ ટોપિંગથી રોડ બનવાનું શરૂ થઈ ગયું છે.

વ્હાઇટ ટોપિંગ રોડની વિશેષતા :

  • રુટિંગ, માળખાકીય તિરાડો અને ખાડાઓને અટકાવે છે. સુરક્ષિત અને ઝડપી મુસાફરી પૂરી પાડે છે
  • ડામર અને કોંક્રિટ બંને રસ્તાઓ કરતા સસ્તો ખર્ચ.
  • કોંક્રિટ રસ્તાઓ માટેના ટર્ન અરાઉન્ડ સમય કરતાં વધુ ઝડપી.
  • વાહનોનું બ્રેકિંગ અંતર ઘટાડે.
  • વાઈટ ટોપિંગ રસ્તાઓ વરસાદ પછી ખૂબ ઝડપથી સુકાય છે.

 

T20માં પંડયા સોંપાઈ કમાન, ODIમાં આ સ્ટાર ખેલાડી કેપ્ટન : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમનું એલાન

0

Pandya given command in T20

  • ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમાશે,T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના સોંપાઈ જ્યારે વન ડે ટીમનો કેપ્ટન શિખર ધવન.

ટી-20 વર્લ્ડ કપ 2022 પછી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ (Team India New Zealand) ના પ્રવાસે જશે. સોમવારે BCCIએ જે બાબતે ટીમની જાહેરાત કરી છે. ભારત ન્યૂઝિલેન્ડની સામે ત્રણ ટી-20 વર્લ્ડ કપ અને ત્રણ વન ડે મેચ રમશે.

આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને (Senior player) આરામ આપવામાં આવ્યો છે. જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડયાના સોંપવામાં આવી છે. વન ડે ટીમની કેપ્ટન શિખર ધવનને (Captain Shikhar Dhawan) બનાવવામાં આવ્યાં છે.

ટી 20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા :

હાર્દિક પંડયા (C), ઋષભ પંત (vc & wk), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), ડબલ્યુ સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

વન ડે ટીમ ઈન્ડિયા :

શિખર ધવન (C), ઋષભ પંત (vc& wk), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), ડબલ્યુ સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન, ઉમરાન મલિક.

આ પણ વાંચો :-

સુરતમાં બે વર્ષની બાળકીને નરાધમે પીંખી-રોડ પર ફેંકી દીધી, મહિલા પોલીસની કાર્યવાહીના કારણે તાત્કાલિક ધરપકડ 

Naradham threw two-year-old girl on Pinkhi

  • નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી માસૂમ બાળકી કેનાલ રોડ પરથી તરછોડી દીધી.

સુરતમાં (Surat) વેસુ વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના (A misdemeanor incident) સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ સિટી લાઈટ અણુવ્રત દ્વાર (City Light Atomic Gate) નજીક અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં અપહરણ કરાયેલી માસૂમ બાળકી કેનાલ રોડ (Canal Road) પરથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

આ તરફ નરાધમે બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાનું પણ ખૂલ્યું છે. જોકે મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરીને કારણે નરાધમ પકડાઇ ગયો છે.

સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતના સિટી લાઈટ અણુવ્રત દ્વાર નજીક બે વર્ષની બાળકીનું એક ઇસમે અપહરણ કર્યું હતું. જે બાદમાં દુષ્કર્મ આચરી અપહરણ કરાયેલી માસૂમ બાળકી કેનાલ રોડ પર છોડી દીધી હતી. કેનાલ રોડ પર મળેલી બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરી :

સુરતમાં બે વર્ષની માસૂમ બાળકી કેનાલ રોડ પરથી મળી આવ્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. જે બાદમાં પોલીસ કંટ્રોલમાં માહિતી મળતા જ આખો વિસ્તાર કોર્ડન કરી લેવાયો હતી. આ તરફ મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરીને કારણે નરાધમ ઈસમ પકડાઇ ગયો છે. જે બાદમાં પોલીસે આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ :

સુરતના સિટી લાઈટ અણુવ્રત દ્વાર નજીક બે વર્ષની બાળકીનું એક ઇસમે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી માસૂમ બાળકી કેનાલ રોડ પર છોડી દીધી હતી. જોકે બાળકી મળતા તેને ગુપ્ત ભાગે ગંભીર ઇજા હોવાનું સામે આવતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો :-

પોષક તત્વોનું પાવરહાઉસ છે અંજીર ! દૂધની સાથે આ રીતે મિક્સ કરીને સેવન કરો, મળશે ગજબના લાભ

Figs are a powerhouse of nutrients

  • અંજીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત ઘણા ફાયદાકારક મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

ડ્રાયફ્રૂટ્સનું (Dry fruits) સેવન આપણા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. આજે અમે તમને એવા જ એક ડ્રાયફ્રૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સ્વસ્થ રાખશે. આ સાથે તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. અંજીરનો (Anjeer) ઉપયોગ અનેક રોગો સામે દવા તરીકે થાય છે. સ્થૂળતા વધવાથી લઈને કબજિયાત (Constipation) સુધીની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

અંજીરના ફાયદા :

કેલ્શિયમનો સારો સ્ત્રોત :

અંજીરને કેલ્શિયમનો (Calcium) સારો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ હાડકા અને દાંત માટે જરૂરી છે. જેમના શરીરમાં આયર્નની ઉણપ છે તેમના માટે અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયર્નની ઉણપથી પીડાતા લોકોએ સૂકા અંજીરનું સેવન કરવું જોઈએ.

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક :

હૃદયની બીમારીઓથી પીડિત લોકો માટે અંજીર ખાવું ફાયદાકારક છે. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. રાત્રે અંજીરને દૂધમાં પલાળી રાખો અને સવારે તે દૂધ અને અંજીરનું સેવન કરો.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો છે અંજીર :

અંજીરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી બીપીનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ : પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા, ઘણા સમયથી હતા નારાજ

0

Big break in BJP ahead of elections

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં (Bharatiya Janata Party) મોટું ભંગાણ સામે આવ્યું છે. વિગતો મૂજબ પંચમહાલના (Panchmahal) પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ (Ex.MP Prabhat Singh Chauhan) કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં (Congress) જોડાયા છે.

ખેડામાં ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ  :

ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, આજે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો  :

મહત્વનું છે કે અત્યાર સુધી કોંગ્રેસ કે આપમાંથી નેતાઓ કે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હતા. જોકે આજે ભાજપના કદાવર સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે NCPનાં વડોદરાનાં નેતા ડોકટર તસવીન સિંહ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

 

AAP નેતા સત્યેન્દ્ર જૈને રૂ.10 કરોડ લીધા : સુકેશ ચંદ્રશેખરના લેટર બોમ્બથી દિલ્હીમાં ખળભળાટ

0

AAP leader Satyendra Jain took Rs 10 crore

  • મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) દિલ્હીના ઉપરાજ્ય વિનય કુમાર સક્સેનાને (Vinay Kumar Saxena) પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સુકેશ ચંદ્રશેખરે લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તેણે AAP નેતાને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા અને દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં એક મુખ્ય પદ માટે પાર્ટીને 50 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. સુકેશે આ મામલે એલજી દ્વારા તપાસની માંગ કરી છે.

આ વાતને લઈને હાલ ભાજપ આમ આદમી પાર્ટી પર ઘણા હુમલા કરી રહ્યું છે. બીજેપી નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘આ એક મોટો મુદ્દો છે ! સુકેશ ચંદ્રશેખરે AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની આપ્યા હતા. અને પાર્ટીને લગભગ 50 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આમાં કોઈ શંકા નથી કે આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્શન પાર્ટી કેમ કહેવામાં આવે છે .’

સુકેશે તેના પત્રમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈને મને પૈસા આપવા માટે મજબૂર કર્યો હતો અને તેના  દબાણના કારણે 2-3 મહિનાના ગાળામાં 10 કરોડની રકમ મારી પાસે વસૂલવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદી દ્વારા લેવામાં આવ્યા હતા. આ રીતે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

સુકેશે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન છેલ્લા 7 મહિનાથી તિહાર જેલમાં બંધ છે પણ તેઓ એ મને ડીજી જેલ સંદીપ ગોયલ અને જેલ પ્રશાસન દ્વારા ધમકી આપી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે મારા પર દબાણ બનાવ્યું હતું અને મને હેરાન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

વડોદરામાં બિલ માટે થઈ બબાલ અને ગેંગે આપી આખું કાફે બોમ્બથી ઉડાવવાની ધમકી-મારામારી, પોલીસ એક્શનમાં

In Vadodara, there was an uproar over the bill

  • અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું.

વડોદરાના (Vadodara) માંજલપુરમાં સિકલીગર ગેંગનો (Sikligar Gang in Manjalpur) આંતક સતત વધી રહ્યો છે. અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સિકલીગર ગેંગના (Sikligar Gang) લોકો એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે કોઈ માથાકૂટ (Headbutt) થતાં ગેંગના સભ્યોએ મારામારી કરી હતી.

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સિકલીગર ગેંગના લોકો શહેરના એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે બબાલ થતાં આ ગેંગે મારામારી કરી હતી. આ સાથે ગેંગે કાફેને બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં કાફેના સંચાલકે સિકલીગર ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે.

દિવાળીના દિવસે પણ ગેંગે આતંક મચાવ્યો હતો  :

મહત્વનું છે કે અગાઉ પણ સિકલીગર ગેંગના સાગરીતોએ મારામારી કરી હતી. દિવાળીના દિવસે ગેંગે એક પરિવાર સાથે મારામારી કરી હતી. વિગતો મુજબ સિંધવાઈ માતા રોડ પર રિંકુ સિકલીગરએ ઘરમાં સળગતી દેશી હવાઈ છોડી હતી. જેથી પરિવારે આવું ન કરવાની ટકોર કરતાં ગેંગના11 સભ્યોએ પરિવાર સાથે મારામારી કરી હતી. જેમાં મહિલાને ઘરના ગેટ પાસે પટકી અને ઘરના પુરુષ સભ્યો પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના પણ CCTVમાં  કેદ થઇ હતી.

આ પણ વાંચો :-