2 નવેમ્બર 2022, આજનું રાશિફળ : જાણો આજે કઈ રાશિઓના લોકો બની જશે માલામાલ અને કોને કરવો પડશે નુકસાનનો સામનો

Share this story

2 November 2022, Today’s Horoscope Gujarat

મેષઃ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. બપોર બાદ થોડો થાક વર્તાય. આવક જળવાય. પરિવારમાં શાંતિનો અનુભવ થાય. સંતાન તરફથી આનંદ. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

વૃષભઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ભાગ્યનો સાથ મળે છે. નોકરી-ધંધામાં પ્રગતિ. કુટુંબમાં મનમેળ જળવાય. ગેસટ્રબલ, પેટની તકલીફ રહે. નાણાંકીય બાબતો માટે દિવસ સારો છે. નાના યાત્રા પ્રવાસ સંભવે.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક માટે સામાન્ય દિવસ. કૌટુંબિક ક્ષેત્રે આનંદ વર્તાય. સ્થાવર-જંગમ મિલકત અંગે સાવધાની જરૂરી. સંતાન સુખ સારુ, ભાગ્યનો સાથ મળે છે. આરોગ્ય જળવાય.

કર્કઃ
બપોર સુધી સારો દિવસ છે. બપોર બાદ આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. પડવા-વાગતાથી ધ્યાન રાખવું. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા.

સિંહઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. આર્થિક બાબતોમાં ફાયદો, પરિવારમાં શાંતિનો અનુભવ થાય. સંતાન સંબંધી ચિંતા રહે. શરીરમાં ગરમી-એસીડીટીનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
નાણાંકીય આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. શેરબજારમાં લાભ સંભવે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. સ્વાસ્થ્ય સારું રહે, થોડો હાડકાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન:
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-