Figs are a powerhouse of nutrients
- અંજીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત ઘણા ફાયદાકારક મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.
ડ્રાયફ્રૂટ્સનું (Dry fruits) સેવન આપણા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. આજે અમે તમને એવા જ એક ડ્રાયફ્રૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સ્વસ્થ રાખશે. આ સાથે તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. અંજીરનો (Anjeer) ઉપયોગ અનેક રોગો સામે દવા તરીકે થાય છે. સ્થૂળતા વધવાથી લઈને કબજિયાત (Constipation) સુધીની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.
અંજીરના ફાયદા :
કેલ્શિયમનો સારો સ્ત્રોત :
અંજીરને કેલ્શિયમનો (Calcium) સારો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ હાડકા અને દાંત માટે જરૂરી છે. જેમના શરીરમાં આયર્નની ઉણપ છે તેમના માટે અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયર્નની ઉણપથી પીડાતા લોકોએ સૂકા અંજીરનું સેવન કરવું જોઈએ.
હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક :
હૃદયની બીમારીઓથી પીડિત લોકો માટે અંજીર ખાવું ફાયદાકારક છે. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. રાત્રે અંજીરને દૂધમાં પલાળી રાખો અને સવારે તે દૂધ અને અંજીરનું સેવન કરો.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો છે અંજીર :
અંજીરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી બીપીનું જોખમ ઓછું થાય છે.
આ પણ વાંચો :-