AAP leader Satyendra Jain took Rs 10 crore
- મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે.
મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) દિલ્હીના ઉપરાજ્ય વિનય કુમાર સક્સેનાને (Vinay Kumar Saxena) પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સુકેશ ચંદ્રશેખરે લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તેણે AAP નેતાને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા અને દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં એક મુખ્ય પદ માટે પાર્ટીને 50 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. સુકેશે આ મામલે એલજી દ્વારા તપાસની માંગ કરી છે.
This is huge!
Sukesh Chandrasekhar paid protection money to now Jailed AAP Minister Satyendra Jain.
About 50 crore was paid to the party as well
No doubt there’s a reason why AAP is called as #KattarCorruptParty pic.twitter.com/p4v2m0NlHA— Sambit Patra (@sambitswaraj) November 1, 2022
આ વાતને લઈને હાલ ભાજપ આમ આદમી પાર્ટી પર ઘણા હુમલા કરી રહ્યું છે. બીજેપી નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘આ એક મોટો મુદ્દો છે ! સુકેશ ચંદ્રશેખરે AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની આપ્યા હતા. અને પાર્ટીને લગભગ 50 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આમાં કોઈ શંકા નથી કે આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્શન પાર્ટી કેમ કહેવામાં આવે છે .’
સુકેશે તેના પત્રમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈને મને પૈસા આપવા માટે મજબૂર કર્યો હતો અને તેના દબાણના કારણે 2-3 મહિનાના ગાળામાં 10 કરોડની રકમ મારી પાસે વસૂલવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદી દ્વારા લેવામાં આવ્યા હતા. આ રીતે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
સુકેશે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન છેલ્લા 7 મહિનાથી તિહાર જેલમાં બંધ છે પણ તેઓ એ મને ડીજી જેલ સંદીપ ગોયલ અને જેલ પ્રશાસન દ્વારા ધમકી આપી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે મારા પર દબાણ બનાવ્યું હતું અને મને હેરાન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-