Home Blog Page 1267

મોદી જેના વખાણ કરે તે…: ગેહલોતના વિરોધમાં ફરી ‘રનવે પર પાયલટ’, કોંગ્રેસમાં વિવાદ ભડકે તેવી આશંકા

0

What Modi should praise

  • સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં ધારાસભ્યોની બેઠક રદ્દ થવા મામલે હાઈકમાન્ડે નોટીસ મોકલી છે. તો બીજી તરફ માનગઢની સભામાં વડાપ્રધાને અશોક ગહેલોતના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.

પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે (Former Deputy CM Sachin Pilote) રાજસ્થાનમાં 25 સપ્ટેમ્બરના રોજ રાજકીય ગરમાવો અને ધારાસભ્ય દળની બેઠકના બહિષ્કાર બાદ સર્જાયેલ ઘટના ક્રમ પર સચિન પાયલોટ (Sachin Pilote) પહેલી વખત ખુલીને બોલ્યા છે. સિયાસી રાજકારણ પર પાયલટે મંગળવારે જયપુરમાં કહ્યું કે વિધાયક દળની બેઠક રદ્દ થયા બાદ હાઈકમાન્ડ (High Command) તરફથી જે ત્રણ નેતાઓને નોટીસ મોકલી છે.

તેના પર ઝડપી નિર્ણય થવો જોઈએ. ત્યાં જ મંગળવારે માનગઢ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગહેલોતના વખાણ કરવા પર કટાક્ષ કર્યો છે અને ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ સાથે સાથે હાઈકમાન્ડને પાર્ટી અને સંગઠન વિરુધ્ધ કામ કરવા વાળા લોકો સામે કાર્યવાહિ કરી દાખલો બેસાડવો જોઈએ. એમણે કહ્યું કે પાર્ટીમાં દરેક લોકો માટે કાયદો સમાન હોવો જોઈએ.

13 મહિના જ બાકી છે હાઈકમાન્ડ કરે નિર્ણય :

રાજસ્થાનાં નેતૃત્વ બદલવાના પ્રશ્ન પર પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં 13 મહિના પછી ચૂંટણી થવાની છે. તેથી હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે ક્યા નેતાને જવાબદારી આપવી. પાયલોટે કહ્યું કે વિધાનસભ્ય દળની બેઠક હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવાની છે. જે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બરે વિધાન મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠક થઈ શકી ન હતી. જેના માટે મુખ્યમંત્રીએ પોતી માફી માંગી હતી અને AICC એ તેને અનુશાસનહીન ગણાવ્યું હતું. પાયલોટે માંગણી કરે હતી કે નિયમ અને કાયદાઓ બધા માટે સમાન છે અને જેમને નોટિસ મળી છે તેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. સાથે જ પાયલોટે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટી અને સંગઠનમાં અનુશાસન રહેશે અને તેમના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરીશું.

ગહેલોતનાં વખાણ કરી વડાપ્રધાને આપ્યા સંકેત :

માનગઢમાં પીએમ મોદી દ્વારા મુખ્યમંત્રી અશોક ગહેલોતના વખાણ કરવા પર સચિન પાયલોટે કટાક્ષ કર્યો હતો. પાયલટે કહ્યું કે માનગઢમાં વડાપ્રધાન મોદી મોટો સંકેત આપીને ગયા છે. એમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાને અશોક ગહેલોત પહેલા ગુલામનબી આઝાદનાં પણ વખાણ કર્યા હતા જે બાદ ગુલામનબી આઝાદે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

આ પણ વાંચો :-

શિલ્પા શેટ્ટી અને તમે સાથે છો ? શું હજુ પણ પોર્ન બિઝનેસ કરો છો ? તો સામે રાજ કુન્દ્રાએ ટ્રોલ્સને આપ્યો સણસણતો જવાબ

Shilpa Shetty and you together

  • એક યુઝરે રાજ કુંદ્રાને તેનાં લગ્ન પર સવાલ કરતા પૂછ્યું કે તમે અને શિલ્પા સાથે છો તે એક દેખાડો છે? જવાબમાં આપ્યા વગર રાજ કુંદ્રા રહી ન શક્યા અને તેમણે લખ્યું કે આ સવાલ ગમ્યો.

જ્યારથી શિલ્પા શેટ્ટીનાં (Shilpa Shetty) પતિ રાજ કુંન્દ્રાનું (Raj Kundra) નામ પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) આવ્યું છે. ત્યારથી પતિ-પત્નિનાં સબંધ પર લોકો ટીપ્પણીઓ કરી રહ્યા છે. લોકોએ શિલ્પા તેમજ રાજ કુંન્દ્રાના ડિવોર્સ (Raj Kundra’s Divorce) સુધીની અફવા પણ ફેલાવી દીધી હતી. રાજ કુંન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ આ મામલે મૌન સેવ્યું હતું. એવું લાગી રહ્યું છે કે લગ્ન જીવન પર થનારી ટીપ્પણીઓથી રાજ કુંદ્રા થાકી ચૂક્યો છે. એટલા માટે જ તેણે ટ્રોલરના ટ્વિટનો જવાબ આપ્યો.

શું શિલ્પા-રાજ એકબીજાની સાથે છે ?

એક યૂઝરે #AskRaj રાજુ કુંદ્રાને એના લગ્ન જીવન પર પ્રશ્ન કરતા કહ્યું કે શું તમે શિલ્પાની જોડે છો તે એક માત્ર દેખાડો છે? જવાબ આપ્યા વગર રાજ કુંદ્રા રહી ન શક્યા. તેમણે લખ્યું કે હા..હા..હા… આ સવાલ મને ગમ્યો. પ્રેમનો કોઈ કાયદો નથી અને તેનો દેખાવો પણ કરી શકાતો નથી. 22 નવેમ્બરનાં રોજ તેમની 13 મી વર્ષગાંઠ પર અમને શુભેચ્છા પાઠવવાનું  ભૂલતા નહીં. રાજ અને શિલ્પાનાં શુભેચ્છકો આ જવાબથી પ્રભાવિત છે.

પોર્ન કેસમાં ફસાયા હતા રાજ :

રાજ કુંદ્રા હવે પોર્ન કેસ પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે રાજ કુંદ્રાને સોશ્યિલ મીડિયા, અને પબ્લીકથી દૂર રહેતા હતા. પછી જેલની બહાર આવ્યાના થોડા મહિના બાદ રાજ ધીરે ધીરે જાહેરમાં દેખાવાનું અને સોશ્યિલ મીડીયા પ્રવૃતિને શરુ કરી. 21 ડિસેમ્બર 2021 નાં રોજ રાજ કુંદ્રાનું નામ પોર્નગ્રાફી કેસમાં સામે આવ્યું હતું. તેમજ તેમણે ધણો સમય જેલમાં વિતીવવો પડ્યો હતો.

પત્ની શિલ્પા શેટ્ટીએ પતિ પર આવેલી મુસીબતને દૂર કરવા માટે ઘણાં મંદિરનાં ચક્કર લગાવ્યા હતા. મુશ્કેલીના સમયમાં મજબૂત ઢાલ બનીને પતિ રાજ કુંદ્રા સાથે ઉભી રહી હતી. રાજે પહેલેથી જ તેના ઉપર લાગેલા આરોપોને ખોટા કહી પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. આશા છે કે કાયદો ન્યાય કરશે અને સાચી હકીકત જલ્દી સામે આવશે.

આ પણ વાંચો :-

“ભગવાન રાજી નહીં હોય એટલે……. “, ઓરેવા કંપનીના નિવેદનથી લોહી ઉકળી ઉઠશે

0

“God will not be pleased so……”, the statement of Orewa company

  • મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો.

ગુજરાતના મોરબીમાં (Morbi of Gujarat) 30 ઓક્ટોબરે થયેલ પુલ અકસ્માત (Bridge accident) સમગ્ર દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. દરમિયાન બ્રિજનું રિનોવેશન (Renovation of Bridges) કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્યું છે કે આ વખતે ભગવાનની કૃપા નહીં હોય તેથી આ દુર્ઘટના બની છે.

અકસ્માત અંગે ઓરેવા કંપનીનું કોર્ટમાં નિવેદન :

મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેમણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે કરવામાં આવ્યું હતું. તેથી તેમને ફરીથી કામ સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.

ઓરેવા ગ્રુપ અને મોરબી કલેક્ટરનો પત્ર વાયરલ :

મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી.

મેનેજરે જયસુખ પટેલનું નામ લીધું  :

કોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે કોર્ટ સમક્ષ પ્રથમ વખત જ એમ.ડી. જયસુખ પટેલનું નામ લીધું હતું. અગાઉ પોલીસ સમક્ષ દિપક પારેખે જયસુખ પટેલનું નામ નહોતું લીધું. મોરબી દુર્ધટના કેસમાં પોલીસે ૯ પૈકી ૪ આરોપીઓના ૧૦ દિવસની રિમાન્ડની માંગ કરી હતી.

જેમાં 4 આરોપીઓના 5 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો 5 આરોપીઓને સીધા જેલ હવાલે કરાયા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! દિલ્હીમાં દિવાળી અગાઉના ત્રણ દિવસમાં રૂ. 100 કરોડના દારૂનું વેચાણ

0

Oh my God ! In the three days preceding

  • દારૂ નીતિ કૌભાંડની તપાસની વચ્ચે દુકાનદારોને રાહત. દિવાળી અગાઉ 21 થી 23 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં રૂ. 100 કરોડની દારૂની 48 લાખ બોટલો વેચાઈ

કોરોનાનો (Corona) પ્રકોપ સમાપ્ત થયા પછી આ વખતે લોકોએ દિવાળીની (Diwali) ધામ ધૂમથી ઉજવણી કરી છે. એક તરફ જ્યાં બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી. તો બીજી તરફ દારૂ પીનારાઓએ મન ભરીને દારૂ પીધો. દિવાળીના દિવસોમાં સમગ્ર દેશમાં દારૂનું ધૂમ વેચાણ થયું અને દારૂના વેચાણમાં (Sale of alcohol) દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે.

જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવાર થી રવિવાર એટલે કે ૨૧ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. આ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાની ૪૮ લાખ દારૂની બોટલો વેચાઇ હતી.

એક અહેવાલમાં આબકારી વિભાગના સિનિયર અધિકારીના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે દિવાળી પહેલાના ત્રણ દિવસમાં દિલ્હીમાં ૧૦૦ કરોડ રૂપિયાની દારૂની ૪૮ લાખ બોટલ વેચવામાં આવી હતી. આ ત્રણ દિવસો પૈકી ૨૩ ઓક્ટોબરે સૌથી વધુ દારૂ વેચાયો હતો. તેનું કારણ એ હતું કે દિવાળીના દિવસે દિલ્હીમાં ડ્રાય ડે હતો.

સામાન્ય રીતે દિલ્હીમાં દરરોજ ૧૧ થી ૧૨ લાખ દારૂની બોટલો વેચાય છે પણ દિવાળીના ત્રણ દિવસ પહેલા દારૂની બોટલોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ અહેવાલ મુજબ ૨૧ ઓક્ટોબરે ૧૩.૫૬ લાખ દારૂની બોટલો ૨૨ ઓક્ટોબરે ૧૫.૦૯ લાખ બોટલ અને ૨૩ ઓક્ટોબરે ૨૦ લાખ બોટલ વેચવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની દારૂ નીતિ અને તેના અમલમાં કથિત કૌભાંડની ચાલી રહેલી તપાસને કારણે રાજધાનીમાં દારૂના વ્યવસાય પર અસર પડી છે. સરકારે એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ને પરત લઇ લીધી છે. આ સ્થિતિમાં દિવાળી પહેલાના સપ્તાહમાં ૧૦૦ કરોડ રૂપિયાનુૂં દારૂ વેચાવાથી દુકાનકારોને રાહત મળી છે.

આ પણ વાંચો :-

AAPમાં ટિકિટ મુદ્દે કકળાટ ! આઠમી યાદી જાહેર થતા જ વલસાડમાં જિલ્લા ચૂંટણી પ્રભારીનું “રાજીનામું”

0

Uproar over ticket issue in AAP

  • ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની આઠમી યાદીની જાહેરાત કરવામાં આવી હતી. AAP દ્વારા નવા ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ પાર્ટીમાંથી આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે.

વલસાડ (Valsad) જિલ્લામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) જુના સંગઠનમાં ભંગાણ પડાવ વારો આવ્યો છે. AAPના મોવડી મંડળ (Mowdi Mandal) દ્વારા વલસાડ વિધાનસભાની પારડી, ધરમપુર (Dharampur) અને કપરાડામાં બેઠક માટે ઉમેદવારના નામોની જાહેરાત કરાઈ હતી.

જેમાં ત્રણ દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા બે ઉમેદવારોના નામ જાહેર થતા જુનું સંગઠન (Old association) નારાજ થયું છે. જિલ્લા ચૂંટણી પ્રભારી રાજીવ પાંડે એ સમગ્ર બાબતથી નારાજ થઈ રાજીનામુ (Disgruntled and Resignen) ધરી દેતા આંતરીક વિખવાદ બહાર આવ્યો છે.

વલસાડની ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈને કકળાટ :

આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ ત્રણ દિવસ પહેલા જોડાયેલા ધરમપુરના આદિવાસી વિકાસ પરિષદના કમલેશ પટેલ તેમજ વાપીના તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા કેતન પટેલના નામની પારડી વિધાનસભા બેઠક માટે જાહેરાત કરતાની સાથે જ ધરમપુર અને વાપીમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી માટે લોહી રેડનારા જુના સંગઠનના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે.

એટલું જ નહીં ટિકિટ આપવા પૂર્વે કે નામ જાહેર કરવા પૂર્વે જિલ્લામાં વિધાનસભાના પ્રભારી ડો.રાજીવ પાંડેને પણ સંકલનમાં લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે રાજીવ પાંડે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.

જિલ્લા ચૂંટણી પ્રભારીએ રાજીનામું આપ્યું :

મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસમાં જ જોડાયેલા લોકોને પાર્ટીએ ટિકિટ આપી દેતા જુના સંગઠનમાં ભારે નારાજગી વ્યાપી છે. જેને પગલે આ સમગ્ર બાબતની સીધી અસર આગામી ચૂંટણીમાં પડી શકે છે એટલું જ નહીં જુના સંગઠન પૈકી કપરાડામાં મનાલા ગામના સરપંચ અને આદિવાસીના અગ્રણી જયેન્દ્ર ગામીતને ઉમેદવારી જાહેર કરતાની સાથે જ તેમનો નાણા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

જેને પગલે તેમની સામે પણ આંગળી અને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે હવે વલસાડ જિલ્લામાં ઉમેદવારોના નામ જાહેર કરીને આમ આદમી પાર્ટીએ હાથના કર્યા હૈયે વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનું સંગઠન ભંગાણ થવાના આરે  છે આગામી દિવસમાં પારડી અને ધરમપુરમાં પણ રાજીનામાં પડે તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-

હે ભગવાન…સુરતમાં ખીચોખીચ ભરેલી બસમાં લટકતું મોત ! શું માણસના જીવની કોઈ ચિંતા નથી ?

0

Oh God…Death hanging in a crowded bus in Surat

  • સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ,બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.

હાલમાં જ મોરબીમાં બ્રિજ તુટવાની (Breaking the bridge in Morbi)  ગંભીર દુર્ઘટના સર્જાઈ છે પરંતુ સુરત શહેરમાં પાલિકાની બસો (Municipal buses) એટલી ભરાઈને જાય છે કે વાત ન પૂછો સુરત શહેરમાં ઘણી બસો છે જેમાં બસની કેપેસિટી કરતા વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે.

તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ શહેરની અંદર અનેક બસો આ જ રીતે મુસાફરો ભરીને બેફામ રીતે દોડે છે. મહિના અગાઉ બસની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં મુસાફરી કરતા એક યુવક ચાલુ બસે પટકાયો હતો તેમ છતાં બેફામ રીતે હાલમાં પણ બસો દોડી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ, બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.

શહેરની અંદર અનેક વિસ્તારમાં તમને સીટી બસ, બીઆરટીએસ બસની અંદર મોતની મુસાફરી કરતા દ્રશ્ય જોવા મળશે. મોરબીની ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં બસની કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં મુસાફરી કરતા લોકો નજરે પડી રહ્યા છે.

શહેરની અંદર ગીચોગીચ ભરીને જતી બસોમાં લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પોલીસ કોઈ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવી નિયમોનું પાલન કરાવવાની સાથે દંડ ફટકારતી હોય છે. પરંતુ શહેરની અંદર મનપાની સીટી બસો ગીચગીચ ભરીને મોતની સવારી કરતી હોય ત્યારે બસો ઉપર પોલીસ પણ કેમ કોઈક કાર્યવાહી કરતી નથી.

આ પણ વાંચો :-

PM મોદીની જાહેરસભામાં ચૂક ! થરાદમાં મંડપના નટ બોલ્ટ ખોલનાર શખ્સનો VIDEO વાયરલ, ક્યાં ગયાં હતાં સુરક્ષા અધિકારીઓ ?

0

Miss PM Modi’s public meeting

  • બનાસકાંઠાના થરાદમાં PM મોદીની જાહેરસભા દરમ્યાન મંડપનો નટ બોલ્ટ ખોલતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.

બનાસકાંઠાના (Banaskantha) થરાદ ખાતે PM મોદીની સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. ચાલુ સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલી રહ્યો છે. જોકે આ શખ્સની આવી હરકતના કારણે જો કોઈ મોટી દુર્ઘટના (Big tragedy) ઘટી હોત તો કદાચ મોટી જાનહાનિ થઈ હોત.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે કોઈ પણ સુરક્ષા અધિકારીને PMની સભામાં આ વ્યક્તિ કેમ ન દેખાયો? શું આમાં કોઇનું ષડયંત્ર છે કે પછી આ શખ્સ માનસિક રીતે અસ્થિર છે? જેવાં અનેક સવાલો અહીં ઊભા થઇ રહ્યાં છે.

શખ્સની આ હરકતના કારણે મોટી જાનહાનિ થઈ હોત :

આ વીડિયો બનાસકાંઠાના થરાદમાં આયોજિત વડાપ્રધાન મોદીની સભાનો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેમાં PMની ચાલુ સભા દરમ્યાન કોઇ એક શખ્સ ડોમના જે થાંભલા ઉભા કરવામાં આવ્યા હોય તેના નટ બોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે.

જોકે આ વાયરલ વીડિયોને લઇને કેટલાક સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. કારણ કે લાખો લોકો આ સભામાં હાજર હતા. આથી જો કોઇ દુર્ઘટના ઘટી હોત તો ચોક્કસથી આ શખ્સની હરકતના કારણે મોટી જાનહાનિ થઈ શકત.

આ પણ વાંચો :-

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, જાણો ચૂંટણી પંચ ક્યારે કરશે તારીખોની જાહેર ?

0

Big news regarding Gujarat assembly elections

  • કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે અથવા આવતી કાલે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. જેમાં નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં મતદાન (voting) યોજાઈ શકે છે અને 8 ડિસેમ્બરે પરિણામની શક્યતા જોવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

એવું માનવામાં આવે છે કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે.

મહત્વનું છે કે ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજકીય પાર્ટીઓ ભાજપ પર પ્રહાર કરી રહી છે કે આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.

આ પણ વાંચો :-

સફેદ ચંદનની ખેતી તમને બનાવશે કરોડપતિ, 1 કિલો લાકડાની કિંમત એટલી કે જાણીનો ચોંકી જશો !

0

Cultivation of white sandalwood will make you a millionaire

  • ચંદનના છોડની સાથે વિકાસમાં તુવેર ઘણી સહાયક હોય છે. જો તમે ચંદનની ખેતીની સાથે તુવેરની ખેતી કરો છો. તો તેનાથી ચંદનને નાઈટ્રોજન મળે છે અને તેના સ્ટેમ અને મૂળના લાકડામાં સુગંધિત તેલનું પ્રમાણ વધી જાય છે.

દેશના ઘણા વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને (Traditional farming) છોડીને તે પાકો તરફ ઘ્યાન આપવા લાગ્યા છે. જેનું વેચાણ સારું થાય છે અને જેનો ભાવ પણ સારો મળે છે. ઉત્તર ભારતમાં (North India) ઘણા ખેડૂતો હવે સફેદ ચંદનની (White Sandalwood) ખેતી કરવા લાગ્યા છે.

સફેદ ચંદનની ખેતીની સાથે એક ખાસ વાત એ છે કે જો તેના છોડને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે તો તેનું વેચાણ ઊંચી કિંમતે થાય છે. તેનું 1 કિલો લાકડું 25થી 30 હજાર રૂપિયામાં વેચાય છે. જ્યારે એક ઝાડ જ તમને 6થી 7 લાખની કમાણી કરાવી શકે છે.

એક ઝાડ 15 વર્ષ પછી 7 લાખ રૂપિયામાં વેચાઈ શકે :

ચંદનના છોડને વૃક્ષ બનવામાં 12થી 15 વર્ષ લાગે છે. જો તમે પણ તમારા ખેતરમાં સફેદ ચંદનની ખેતી કરવા માંગો છો. તે તમને એ ખબર હોવી જોઈએ કે તમારું સફેદ ચંદનનું એક ઝાડ 15 વર્ષ પછી 7 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે.

સફેદ ચંદનની ખેતી પૂરી ભારતમાં થઈ શકે છે. સફેદ ચંદનની ખેતી તે વિસ્તારોમાં કરવી જોઈએ જ્યાં, માટીનું પીએચ લેવલ 6થી 8.5 ની વચ્ચે હોય. જમીનમાં પાણી ભરાતુ ન હોય અને બરફ ન પડતો હોય. રેતાળ જમીનમાં ચંદનની ખેતી થઈ ન શકે. દેશના ઉત્તર વિસ્તારોમાં પણ ચંદનની ખેતી થઈ રહી છે.

ઉજ્જડ જમીન પર ખેતી :

સફેદ ચંદનની ખેતીની સાથે ખાસ વાત એ છે કે ઉજ્જડ જમીન પર પણ તેની ખેતી કરી શકાય છે. ચંદનના છોડને ઓછા પાણીની જરૂરત હોય છે. સફેદ ચંદનના વૃક્ષની ઉંચાઈ 18થી 25 ફુટ હોય છે. સફેદ ચંદનને વધવા માટે સહાયક છોડની જરૂર હોય છે. સફેદ ચંદન માટે સહાયક છોડ તુવેર હોઈ શકે છે.

એક વૃક્ષ પાંચ લાખનું :

ઘણા ખેડૂતોનું કહેવુ છે કે સફેદ ચંદનના છોડ વાવીને તેમની કમાણીમાં ઘણો વધારો થયો છે. સફેદ ચંદનના એક કિલ્લામાં 434 રોપાઓ છે. એક છોડ તમને 12-15 વર્ષ પછી ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાની કમાણી કરાવી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર, 17.2 ડિગ્રી સાથે અમદાવાદ​​​​​​​ રાજ્યનું ત્રીજું સૌથી ઠંડુ શહેર

0

Cold will increase in Gujarat for the next two

  • હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હવે ઠંડીનું જોર વધશે. 17.2 ડિગ્રી સાથે રાજ્યમાં હાલમાં અમદાવાદ​​​​​​​ ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર કહેવાઇ રહ્યું છે.

પવનની દિશા બદલાતા ગુજરાતમાં (Gujarat) હવેથી ઉત્તરના ઠંડા પવનો (Cold winds) શરૂ થઈ ગયા છે. જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે-ધીરે વધવા લાગ્યું છે. મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં (Temperature) ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં બે જ દિવસમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પંજાબથી કાશ્મીર સુધી પહોંચવા ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું પણ રાજ્યમાં જોર વધશે.

મંગળવારના રોજ સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડિગ્રીથી ઘટીને 34.7 તેમજ લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. અમદાવાદમાં અત્યારે 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જુઓ આજે ક્યાં કેવું વાતાવરણ રહેશે ?

ઉતર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 31 રહેશે. જ્યારે દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થઈ શકે છે. આ સિવાય ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે.

મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 36 નોંધાશે. તદુપરાંત રાજકોટમાં આજે દિવસ દરમિયાન 38 ટકા ભેજવાળું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો :-