What Modi should praise
- સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં ધારાસભ્યોની બેઠક રદ્દ થવા મામલે હાઈકમાન્ડે નોટીસ મોકલી છે. તો બીજી તરફ માનગઢની સભામાં વડાપ્રધાને અશોક ગહેલોતના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.
પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે (Former Deputy CM Sachin Pilote) રાજસ્થાનમાં 25 સપ્ટેમ્બરના રોજ રાજકીય ગરમાવો અને ધારાસભ્ય દળની બેઠકના બહિષ્કાર બાદ સર્જાયેલ ઘટના ક્રમ પર સચિન પાયલોટ (Sachin Pilote) પહેલી વખત ખુલીને બોલ્યા છે. સિયાસી રાજકારણ પર પાયલટે મંગળવારે જયપુરમાં કહ્યું કે વિધાયક દળની બેઠક રદ્દ થયા બાદ હાઈકમાન્ડ (High Command) તરફથી જે ત્રણ નેતાઓને નોટીસ મોકલી છે.
તેના પર ઝડપી નિર્ણય થવો જોઈએ. ત્યાં જ મંગળવારે માનગઢ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગહેલોતના વખાણ કરવા પર કટાક્ષ કર્યો છે અને ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ સાથે સાથે હાઈકમાન્ડને પાર્ટી અને સંગઠન વિરુધ્ધ કામ કરવા વાળા લોકો સામે કાર્યવાહિ કરી દાખલો બેસાડવો જોઈએ. એમણે કહ્યું કે પાર્ટીમાં દરેક લોકો માટે કાયદો સમાન હોવો જોઈએ.
13 મહિના જ બાકી છે હાઈકમાન્ડ કરે નિર્ણય :
રાજસ્થાનાં નેતૃત્વ બદલવાના પ્રશ્ન પર પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં 13 મહિના પછી ચૂંટણી થવાની છે. તેથી હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે ક્યા નેતાને જવાબદારી આપવી. પાયલોટે કહ્યું કે વિધાનસભ્ય દળની બેઠક હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવાની છે. જે ટૂંક સમયમાં નિર્ણય લેશે.
તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બરે વિધાન મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠક થઈ શકી ન હતી. જેના માટે મુખ્યમંત્રીએ પોતી માફી માંગી હતી અને AICC એ તેને અનુશાસનહીન ગણાવ્યું હતું. પાયલોટે માંગણી કરે હતી કે નિયમ અને કાયદાઓ બધા માટે સમાન છે અને જેમને નોટિસ મળી છે તેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. સાથે જ પાયલોટે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટી અને સંગઠનમાં અનુશાસન રહેશે અને તેમના માર્ગદર્શનમાં સાથે મળીને કામ કરીશું.
ગહેલોતનાં વખાણ કરી વડાપ્રધાને આપ્યા સંકેત :
માનગઢમાં પીએમ મોદી દ્વારા મુખ્યમંત્રી અશોક ગહેલોતના વખાણ કરવા પર સચિન પાયલોટે કટાક્ષ કર્યો હતો. પાયલટે કહ્યું કે માનગઢમાં વડાપ્રધાન મોદી મોટો સંકેત આપીને ગયા છે. એમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાને અશોક ગહેલોત પહેલા ગુલામનબી આઝાદનાં પણ વખાણ કર્યા હતા જે બાદ ગુલામનબી આઝાદે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.
આ પણ વાંચો :-