Oh my God ! In the three days preceding
- દારૂ નીતિ કૌભાંડની તપાસની વચ્ચે દુકાનદારોને રાહત. દિવાળી અગાઉ 21 થી 23 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં રૂ. 100 કરોડની દારૂની 48 લાખ બોટલો વેચાઈ
કોરોનાનો (Corona) પ્રકોપ સમાપ્ત થયા પછી આ વખતે લોકોએ દિવાળીની (Diwali) ધામ ધૂમથી ઉજવણી કરી છે. એક તરફ જ્યાં બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી. તો બીજી તરફ દારૂ પીનારાઓએ મન ભરીને દારૂ પીધો. દિવાળીના દિવસોમાં સમગ્ર દેશમાં દારૂનું ધૂમ વેચાણ થયું અને દારૂના વેચાણમાં (Sale of alcohol) દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે.
જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવાર થી રવિવાર એટલે કે ૨૧ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. આ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાની ૪૮ લાખ દારૂની બોટલો વેચાઇ હતી.
એક અહેવાલમાં આબકારી વિભાગના સિનિયર અધિકારીના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે દિવાળી પહેલાના ત્રણ દિવસમાં દિલ્હીમાં ૧૦૦ કરોડ રૂપિયાની દારૂની ૪૮ લાખ બોટલ વેચવામાં આવી હતી. આ ત્રણ દિવસો પૈકી ૨૩ ઓક્ટોબરે સૌથી વધુ દારૂ વેચાયો હતો. તેનું કારણ એ હતું કે દિવાળીના દિવસે દિલ્હીમાં ડ્રાય ડે હતો.
સામાન્ય રીતે દિલ્હીમાં દરરોજ ૧૧ થી ૧૨ લાખ દારૂની બોટલો વેચાય છે પણ દિવાળીના ત્રણ દિવસ પહેલા દારૂની બોટલોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ અહેવાલ મુજબ ૨૧ ઓક્ટોબરે ૧૩.૫૬ લાખ દારૂની બોટલો ૨૨ ઓક્ટોબરે ૧૫.૦૯ લાખ બોટલ અને ૨૩ ઓક્ટોબરે ૨૦ લાખ બોટલ વેચવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની દારૂ નીતિ અને તેના અમલમાં કથિત કૌભાંડની ચાલી રહેલી તપાસને કારણે રાજધાનીમાં દારૂના વ્યવસાય પર અસર પડી છે. સરકારે એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ને પરત લઇ લીધી છે. આ સ્થિતિમાં દિવાળી પહેલાના સપ્તાહમાં ૧૦૦ કરોડ રૂપિયાનુૂં દારૂ વેચાવાથી દુકાનકારોને રાહત મળી છે.
આ પણ વાંચો :-