Google ની ચેતવણી ! તાત્કાલીક અપડેટ કરી લો Chrome, નહીંતર..

Share this story

Google warning ! Update Chrome

  • જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો તો સાવધાન રહેવાની જરૂર છે. એક ખતરનાક બગથી લોકો પરેશાન થઇ ગયા છે. ગૂગલે યૂઝર્સને કહ્યું કે તેમને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે.

જો Google Chrome તમારી ડેલી સર્ચ પાર્ટનર (Daily Search Partner) છે. તો આ રિપોર્ટ તમારા માટે છે. Google એ Chrome યૂઝર્સ માટે એક ખતરનાક બગ વિશે એક ઉચ્ચ ગંભીર ચેતાવણી જાહેર કરી છે જે તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે.

જોકે સિક્યોરિટી પર્પસ માટે Google એ ડિટેલને પ્રતિબંધિત રાખી છે. એક બ્લોગ પોસ્ટમાં Google નું કહેવું છે કે બગ અને લિંકની ડિટેલ્સ સુધી પહોંચ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જ્યાં સુધી મોટાભાગના યૂઝર લેટેસ્ટ Google Chrome અપડેટ ડાઉનલોડ કરી લેતા નથી.

સાઇબર ફર્મ અવોસ્ટના સાઇબર સિક્યોરિટી રિસર્ચર્સે 25 ઓક્ટોબરને આ હાઇ સીવીઇ-2022-3723 બગની શોધ કરી. ગૂગલે ઉલ્લેખ કર્યો કે ‘અમે તે તમામ સુરક્ષા શોધકર્તાઓને ધન્યવાદ આપવા માંગુ છે જેમણે ડેવલોપમેન્ટ સાઇકલ દરમિયાન અમારી સાથે કામ કર્યું જેથી સુરક્ષા બગને સ્થિર ચેનલ સુધી પહોંચતાં રોકી શકાય.’

ક્રોમ યૂઝર્સને શું કરવું જોઇએ? 

Google Chrome માં આ બગનો ફાયદો ઉઠાવવા માંગતા હેકર્સનો શિકાર થતાં બચવા માટે, કંપનીએ યૂઝર્સને સલાહ આપી કે તે પોતાના બ્રાઉઝરને મેક અને લિનક્સ માટે લેટેસ્ટ વર્જન 107.0.5304.87 અને વિંડોઝ માટે 107.0.5304.87/.88 પર અપડેટ કરો. જે આગામી દિવસો અથવા અઠવાડિયામાં રોલ આઉટ થશે. આ વર્જન મુદ્દાઓને ઠીક કરવા અને બ્રાઉઝરની ઉણપને સુધારવા માટે કહેવામાં આવે છે. એટલા માટે તમારે તમારા બ્રાઉઝરને અપડેટ કરવાનું ચૂકવું જોઇએ નહી.

 તમારા ક્રોમને અપડેટ કરવા માટે સૌથી પહેલાં સિસ્ટમ બ્રાઉઝર ખોલો.:

– વેબ સ્ક્રીન ઉપર જમણી તરફ ત્રણ ડોટ્સ પર ટેપ કરો.
– સેટિંગ્સ પર ક્લિક કરો.
– પછી ‘અબાઉટ ક્રોમ’ પર ક્લિક કરો જો આ લેટેસ્ટ વર્જન નહી હોય તો આ ઓટોમેટિક રીતે તમારા ગુગલ ક્રોમને અપડેટ કરી દેશે. નહીતર તમે અહીં મેન્યુઅલી કરી શકો છો.
– જો તમને હજુ સુધી અપડેટ મળ્યું નથી, તો મેક અને લિનક્સ માટે લેટેસ્ટ વર્જન 107.0.5304.87 અને વિંડોઝ માટે 107.0.5304.87/.88 નામથી અપડેટ કરવા માટે નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-