Stable locked after horse loose: Kutch
- મોરબીની દુર્ઘટના બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ભાવનગરમાં કેબલ સ્ટેઇડ પુલની કલેક્ટરે મુલાકાત લીધી તો કચ્છનો રૂકમાવતી નદી પરનો પુલ કરાયો બંધ.
મોરબીમાં ઝૂલતા બ્રિજ (The suspension bridge) પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે. જે બાદ તંત્રની કામગીરીની પણ પોલ ખુલી રહી છે. મોરબીની (Morbi) દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
ભાવનગરના કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ કેબલ સ્ટેઇડ પુલની મુલાકાત લીધી હતી. ભાવનગરમાં વર્ષ 2012માં ગુજરાતના સૌ પ્રથમ સ્ટેઈટ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે આ પુલ લોકાર્પણના થોડા જ દિવસોમાં બેસી ગયો હતો. જેથી પુલના પિલરને ચણીને સપોર્ટ આપવામાં આવ્યો હતો.
મોરબીની ઘટના બાદ ભાવનગર તંત્ર એલર્ટ :
મોરબીની દુર્ઘટના બાદ ભાવનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે અને 2012માં બનાવવામાં આવેલા સ્ટેઇડ પુલ ચેકિંગ હાથ ધર્યું હતું. કલેક્ટર સાથે માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓએ મુલાકાત સ્ટેઈડ પુલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2012માં લોકાર્પણ બાદ આ પુલ થોડા દિવસોમાં જ બેસી ગયો હતો. જે બાદ પુલનો પિલયર ચણીને સપોર્ટ આપવામા આવ્યો હતો.
કચ્છમાં પણ પુલ બંધ કરાયો :
મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ તંત્ર એકાએક હરકતમાં આવ્યું છે. મોરબીની ઘટના બાદ કચ્છનો ઐૈતિહાસિક પુલ બંધ કરાયો છે. માંડવીની રૂકમાવતી નદી પર આવેલો 150 વર્ષ જૂનો પુલ બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-