ગુજરાતમાં આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર, 17.2 ડિગ્રી સાથે અમદાવાદ​​​​​​​ રાજ્યનું ત્રીજું સૌથી ઠંડુ શહેર

Share this story

Cold will increase in Gujarat for the next two

  • હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હવે ઠંડીનું જોર વધશે. 17.2 ડિગ્રી સાથે રાજ્યમાં હાલમાં અમદાવાદ​​​​​​​ ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર કહેવાઇ રહ્યું છે.

પવનની દિશા બદલાતા ગુજરાતમાં (Gujarat) હવેથી ઉત્તરના ઠંડા પવનો (Cold winds) શરૂ થઈ ગયા છે. જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે-ધીરે વધવા લાગ્યું છે. મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં (Temperature) ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં બે જ દિવસમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પંજાબથી કાશ્મીર સુધી પહોંચવા ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું પણ રાજ્યમાં જોર વધશે.

મંગળવારના રોજ સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડિગ્રીથી ઘટીને 34.7 તેમજ લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. અમદાવાદમાં અત્યારે 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જુઓ આજે ક્યાં કેવું વાતાવરણ રહેશે ?

ઉતર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 31 રહેશે. જ્યારે દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થઈ શકે છે. આ સિવાય ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે.

મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 36 નોંધાશે. તદુપરાંત રાજકોટમાં આજે દિવસ દરમિયાન 38 ટકા ભેજવાળું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો :-