“ભગવાન રાજી નહીં હોય એટલે……. “, ઓરેવા કંપનીના નિવેદનથી લોહી ઉકળી ઉઠશે

Share this story

“God will not be pleased so……”, the statement of Orewa company

  • મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો.

ગુજરાતના મોરબીમાં (Morbi of Gujarat) 30 ઓક્ટોબરે થયેલ પુલ અકસ્માત (Bridge accident) સમગ્ર દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. દરમિયાન બ્રિજનું રિનોવેશન (Renovation of Bridges) કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્યું છે કે આ વખતે ભગવાનની કૃપા નહીં હોય તેથી આ દુર્ઘટના બની છે.

અકસ્માત અંગે ઓરેવા કંપનીનું કોર્ટમાં નિવેદન :

મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેમણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે કરવામાં આવ્યું હતું. તેથી તેમને ફરીથી કામ સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.

ઓરેવા ગ્રુપ અને મોરબી કલેક્ટરનો પત્ર વાયરલ :

મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી.

મેનેજરે જયસુખ પટેલનું નામ લીધું  :

કોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે કોર્ટ સમક્ષ પ્રથમ વખત જ એમ.ડી. જયસુખ પટેલનું નામ લીધું હતું. અગાઉ પોલીસ સમક્ષ દિપક પારેખે જયસુખ પટેલનું નામ નહોતું લીધું. મોરબી દુર્ધટના કેસમાં પોલીસે ૯ પૈકી ૪ આરોપીઓના ૧૦ દિવસની રિમાન્ડની માંગ કરી હતી.

જેમાં 4 આરોપીઓના 5 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો 5 આરોપીઓને સીધા જેલ હવાલે કરાયા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો :-