Home Blog Page 1262

પાકિસ્તાનની જીતે સેમીફાઇનલનાં સમીકરણો પલટાવ્યાં, પોઈન્ટ ટેબલમાં 3 નંબર સ્થાન પર, ટીમ ઈન્ડિયા પર પડશે અસર ?

0

Pakistan’s win overturns the equations of

  • ટી20 વર્લ્ડ કપ 2022ની એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રનોથી હરાવ્યાં છે. પાકિસ્તાન ટીમે આ જીતની સાથે જ સેમી ફાઈનલ્સમાં પોતાની હાજરી સંભવત: નોંધાવી દીધી છે. જો સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામે પોતાની છેલ્લી મેચ હારે છે તો પાકિસ્તાનનાં નસીબ ચમકી જશે.

ટી20 વર્લ્ડકપ 2022માં (T20 World Cup 2022) પાકિસ્તાને સાઉથ આફ્રિકાને (Pakistan to South Africa) ડકવર્થ લુઇસના નિયમ અંતર્ગત 33 રનોથી માત આપી છે. જેના લીધે પાકિસ્તાનના સેમી ફાઈનલ્સમાં જવાની શક્યતાઓ વધી ગઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Sydney Cricket Ground) ગુરૂવારે જે મેચ રમાઈ તેમાં સાઉથ આફ્રિકાને (South Africa) 14 ઓવરોમાં 142 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ આફ્રિકી ટીમ 9 વિકેટનાં નુક્સાન પર 108 રન જ બનાવી શકી.

પાકિસ્તાનની જીતે ગ્રુપ 2નાં સમીકરણો પલટાવ્યાં :

પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે મેચ જીતી જતાં ગ્રુપ 2નાં સમીકરણોને હવે પલટાવી દીધેલ છે. હવે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ સામે આવનારી મેચમાં જીતવું આવશ્યક છે જો તેમાં સાઉથ આફ્રિકા હારી તો તે સ્પર્ધાથી બહાર થશે અને પાકિસ્તાનની સંભવત: સેમી ફાઈનલ્સમાં એન્ટ્રી થશે.

નેધરલેન્ડ સામેની જીત સાઉથ આફ્રિકા માટે લાઈફ જેકેટ :

નેધરલેન્ડની સામે આવનારી મેચ સાઉથ આફ્રિકાની છે. જો આ મેચમાં સાઉથ આફ્રિકા જીતે છે તો તેનો અંક 7 થઈ જશે અને તે સેમી ફાઇનલ્સ ક્વોલિફાઇ કરી શકશે. અને જો સાઉથ આફ્રિકા પોતાની છેલ્લી મેચ હારી જાય છે તો સાથે જ પાકિસ્તાની ટીમ પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશથી જીતે છે તો તે 6 અંક મેળવ્યાની સાથે જ બીજા નંબર પર ક્વોલીફાઈ થશે.

ભારત નહીં કરે હવે ન્યૂઝીલેન્ડનો સામનો :

બીજી તરફ જોઈએ તો પાકિસ્તાનની જીતથી ભારતને ફાયદો થઇ શકે છે. ભારત જિમ્બાબ્વે સામે જીત મેળવીને 8 અંકો પોતાના નામ કરી પોતાના ગ્રુપમાં ટોપમાં પહોંચી શકે છે. આવી સ્થિતીમાં પોતાની સેમીફાઈનલ્સમાં ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડનો સામનો થઈ શકે છે. પરંતુ જો ભારતનું સ્થાન બીજું છે તો સંભવત: ગ્રુપ 1ની ટોપર ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો ભારતે કરવો પડશે.

આ પણ વાંચો :-

 

સર્વેમાં ઓછી બેઠકો છતાં કેજરીવાલને ગુજરાત જીતનો વિશ્વાસ, ટ્રેન્ડ વિશે આપ્યું મોટું નિવેદન 

0

Despite low seats in the survey

  • સર્વેમાં સાવ ઓછી સીટ છતાં AAP ને કેમ ગુજરાતમાં જીતનો છે વિશ્વાસ? કેજરીવાલે આપ્યું મોટું નિવેદન.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) અમદાવાદમાં (Ahmedabad) મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવી પાર્ટી માટે સર્વેમાં બેઠકોનો અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે અમે દિલ્હીમાં (Delhi) જીત્યા ત્યારે સર્વેમાં અમને એક પણ સીટ મળી ન હતી.

અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે ઈસુદાન ગઢવીના (Isudan Gadhvi) નામની જાહેરાત કરતી વખતે તમે વધુ પડતા આત્મવિશ્વાસમાં કહ્યું હતું કે. તેઓ તમારા નવા સીએમ છે. આ પ્રશ્નનો જવાબ આપતાં દિલ્હીના સીએમએ કહ્યું કે ગુજરાતમાં જે રીતે વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ધીમે ધીમે બધાને એવું લાગવા લાગ્યું છે કે ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે જ્યારે પણ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ નવો રાજકીય પક્ષ આવે છે ત્યારે સમસ્યા થાય છે. સર્વેમાં તેમના વોટ શેર અને સીટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે તમે જોયું જ હશે કે, જ્યારે દિલ્હીમાં પહેલીવાર અમારી સરકાર બની ત્યારે અમને એકપણ સર્વેમાં એક પણ સીટ મળી ન હતી.

સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સિવાય બાકીના બધાની ડિપોઝીટ પણ જપ્ત થશે. પરંતુ અમને 28 સીટો મળી અને અમે સરકાર બનાવી. એ જ રીતે જ્યારે બીજી ચૂંટણીમાં અમે 67 બેઠકો જીતી હતી. ત્યારે પણ સર્વેમાં ઘણી બેઠકો આપવામાં આવી ન હતી.

અરવિંદ કેજરીવાલે કહું હતું કે મહત્વની વાત છે કે આગામી ચૂંટણીમાં કેટલીક સીટો આપવામાં આવી રહી છે, પરંતુ સરકાર દેખાડવામાં આવી રહી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં ટ્રેન્ડ જોવા મળ્યો હશે કે આમ આદમી પાર્ટી વધી રહી છે અને કોંગ્રેસ-ભાજપ પતન કરી રહી છે.

મહત્વનું છે કે ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલે શુક્રવારે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો જાહેર કર્યો છે. આ માટે કેજરીવાલે ગુજરાતની જનતા પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 29 ઓક્ટોબરથી તેમણે ગુજરાતની જનતા પાસેથી જે અભિપ્રાય માંગ્યો હતો તેમાં 16 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય મોકલ્યો છે અને તેના આધારે અમે ઈસુદાન ગઢવીને સીએમ ચહેરા તરીકે જાહેર કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :-

 

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોએ જણાવી અંદરની વાત

0

AAP state presidents Gopal Italia and Alpesh Kathiria

  • AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને AAP ટિકિટ આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગઈકાલે (શુક્રવાર) સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા (Gopal italiya) કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને (Dharmik Malaviya) AAP ટિકિટ આપશે.

લાગણી કે વેદના… ભૂલભૂલમાં જાહેરમાં આ શું બોલી ગયા ઈટાલિયા?

શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઈટાલિયાની સ્પીચ ચર્ચાના ચગડોળે ચઢી હતી. ઈસુદાનનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે ત્યારે જોવા જેવી થઈ હતી. જો કે બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.

ગોપાલ ઈટાલિયા ઈસુદાનની જાહેરાત દરમિયાન ‘વેદના’ શબ્દ બોલ્યા હતા. સ્પષ્ટ અને આક્રમક શબ્દો બોલવા ટેવાયેલા ગોપાલ ઈટાલિયા જ્યારે આવું બોલ્યા ત્યારે તેમના મનના અંદરની અકળામણ બહાર આવી ગઈ હોય તેવું લાગ્યુ હતું. તેઓ લાગણી અને વેદના વચ્ચેનો ભેદ ચૂકી ગયા હતા. પરંતુ તેમના આ શબ્દોનો શું અર્થ કાઢવો.

સરવે બાદ ઈસુદાનની પસંદગી  :

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ CMના ઉમેદવાર માટે એક સર્વે કરાવ્યો હતો. જેમાં 16 લાખ 48 હજાર 500 લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને સમર્થન આપ્યુ. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાની સાથે જ ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. જાહેરાત થતા જ તેઓ સૌથી પહેલા તેઓ પરિવારને મળવા ગયા હતા. સ્ટેજ પરથી નીચે ઉતરીને માતાના આર્શીવાદ લીધા હતા.

આ પણ વાંચો :-

Virat Kohli Birthday : અનુષ્કા કે એશ્વર્યા નહીં….આ અભિનેત્રીને પસંદ કરતા હતા વિરાટ કોહલી, ઈન્ટરવ્યુમાં કર્યો હતો ખુલાસો

Virat Kohli Birthday : Not Anushka

  • ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે. 5 નવેમ્બર 2022ના રોજ વિરાટ કોહલી 34 વર્ષના થયા. વિરાટ હાલ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે છે.

અહીં ટી20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) રમાઈ રહ્યો છે. વિરાટના જન્મદિવસે અનેક દિગ્ગજોએ તેમને શુભકામના પાઠવી છે. આ બધા વચ્ચે અમે તમને જણાવીશું કે વિરાટને બાળપણમાં કઈ અભિનેત્રી ગમતી હતી. વિરાટે લગ્ન પણ બોલીવુડ અભિનેત્રી (Bollywood actress) સાથે કર્યા છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે વિરાટ કોહલીએ લગ્ન કર્યા છે. એક પુત્રીના માતા પિતા છે.

દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમીને ક્રિકેટમાં પોતાની કરિયર બનાવનારા વિરાટ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ગણતરી આજના સમયમાં દુનિયાના દિગ્ગજ બેટર્સમાં થાય છે. તેઓ જ્યારે મેદાન પર હોય છે ત્યારે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓના આશા બંધાયેલી હોય છે.

તેમણે અનેક મેચમાં પોતાના એકલાના દમ પર ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. હાલ તેઓ ટી20 વર્લ્ડ કપમાં રંગ જમાવી રહ્યા છે. તેમના બેટમાંથી રનની વર્ષા થઈ રહી છે. વિરાટે આ ટુર્નામેન્ટમાં ધૂંઆધાર બેટિંગ કરી છે અને અત્યાર સુધીમાં 4માંથી 3 મેચમાં અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને બાળપણમાં કઈ અભિનેત્રી ગમતી હતી. કોહલીએ ત્યારે જણાવ્યું હતું કે નાની ઉમરે તેઓ કરિશ્મા કપૂરને પસંદ કરતા હતા. વિરાટે વર્ષ 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા. આ કપલને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા છે. વામિકાનો જન્મ ગત વર્ષે 11 જાન્યુઆરીએ થયો હતો.

કોહલીએ અત્યાર સુધીમાં 102 ટેસ્ટ, 262 વનડે અને 113 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમના નામે ટેસ્ટમાં 27 ટેસ્ટ, 28 અડધી સદી સાથે 8072 રન છે. જ્યારે વનડેમાં તેમણે 43 સદી અને 64 અડધી સદી ફટકારતા કુલ 12344 રન કર્યા છે. ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં તેમણે એક સદી અને 36 અડધી સદી ફટકારી કુલ 3932 રન કર્યા છે.

આ પણ વાંચો :-

દેવ દિવાળીના રોજ અંબાજી મંદિર બંધ રહેશે, આ કારણે ભક્તો નહીં કરી શકે દર્શન

Ambaji temple will be closed on Dev Diwali

  • અંબાજી મંદિર (Ambaji Temple) દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે. સવારનાં 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

આગામી 8 નવેમ્બરનાં કારતક સુદ પૂનમનાં દેવ દિવાળીના (God Diwali) રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ (Final Lunar Eclipse) છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને (Ritual) પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) ખાતે અંબાજી મંદિરનાં (Ambaji temple) દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે.

સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કાર્તક સુદ પૂર્ણિમા એ દીપદાનનું વિશેષ મહત્વ છે પણ ચંદ્ર ગ્રહણ હોવાથી દીપદાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.

હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે તે જ દિવસે ચંદ્ર ગ્રહણ પણ લાગી રહ્યું છે.

એટલે કે વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે.

ચંદ્ર ગ્રહણ :

ભારતીય સમયાનુસાર 8 નવેમ્બરે બપોરે 02:39 કલાકે ગ્રહણનો સ્પર્શ થશે અને સાંજે 06:19 કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્ર ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે.

આ પણ વાંચો :-

આવતા અઠવાડિયે નાનું રોકાણ કરીને બમ્પર કમાણી કરવા માટે મળશે 3 તક, આ કંપનીઓ લાવી રહી છે IPO

0

Next week there will be 3 opportunities to

  • તમે પણ રોકાણ કરવા માંગો છો તો જાણી લો 7 નવેમ્બરથી 11 નવેમ્બર ની વચ્ચે કઈ ત્રણ કંપની તેના IPO લઈને આવી રહી છે..

આજકાલ દરેક લોકો રોકાણ (Investment) કરવા માટે નવા નવા રસ્તાઓ શોધતા રહે છે અને ખાસ કરીને લોકો શેરમાર્કેટમાં (Sharemarket) સૌથી વધુ પૈસા રોકે છે. એવામાં શેરબજારમાં પૈસા રોકનાર લોકો માટે એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે એક પછી એક ઘણી કંપનીઓ શેરબજારમાં તેમના IPO લાવી રહી છે અને એવા મુદ્દાઓ ઘણી વખત રોકાણકારો (Investors) માટે આ IPO કમાણીની મોટી તક સાબિત થયા છે.

રોકાણકારોનો એક વર્ગ પ્રાથમિક બજારમાં આવા IPO ની જ તકો શોધતો રહે છે. તમે પણ આવા રોકાણકાર છો અને નાની રકમમાંથી કંઈક કમાવવાનીની આશા રાખો છો તો આવતા અઠવાડિયે તમારા માટે 3 તકો આવી રહી છે. જણાવી દઈએ કે  શેરબજારમાં 7 નવેમ્બરથી 11 નવેમ્બર ની વચ્ચે 3 કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે.

Kaynes Technology :

જણાવી દઈએ કે IoT આધારિત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Keynes Technology India Limited નો IPO 10 નવેમ્બરે ખૂલવા જઈ રહ્યો છે અને રોકાણકારો 14 નવેમ્બર સુધી IPOમાં નાણાંનું રોકાણ કરી શકે છે. આ IPOમાં 559-587ની ઈશ્યુ કિંમત રાખવામાં આવી છે.

જણાવી દઈએ કે આ કંપની નવા શેરના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા, મૈસુર અને માનેસરમાં ઉત્પાદન પ્લાન્ટ માટે મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવશે. Keynes Technology એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) આધારિત સંકલિત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક વાળી એક અગ્રણી કંપની છે અને સમગ્ર દેશમાં તેના કુલ આઠ પ્રોડક્શન યુનિટ છે.

Five Star Business Finance :

નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ (Five Star Business Finance)નો IPO 9 થી લઈને 11 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે અને એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ 7 નવેમ્બરે ખુલશે. કંપનીના જણાવ્યા અનુસાર રૂ. 1,960 કરોડના IPOની ઇશ્યૂ કિંમત રૂ. 450-474 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને IPO એ સંપૂર્ણ વેચાણની ઓફર હશે.

જેમાં હાલના શેરધારકો અને પ્રમોટરો રૂ.1,960 કરોડના શેરનું વેચાણ કરશે. કંપની વિશે જણાવીએ તો કંપની નાના સાહસિકો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓને બિઝનેસ લોન આપે છે અને ખાસ કરીને આ કંપની સાઉથ ભારતમાં મજબૂત રીતે કાર્યરત છે.

આ પણ વાંચો :-

સી.આર.પાટિલએ ચોખ્ખું સંભળાવી દીધું જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે અમે સ્વીકાર્યું’

0

CR Patil made it clear that Jayanarayan Vyas

  • જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે. ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સી.આર.પાટિલે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા.

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી (Former Health Minister) અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે (Jayanarayan Vyas) ભાજપમાંથી રાજીનામું આપતા આજે સવારથી રાજનીતિમાં ગરમાવો (Get heated in politics) આવી ગયો હતો. ત્યારબાદ કમલમમાં સીઆર પાટિલને આ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી. જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે જે સ્વીકાર્યું છે.

જયનારાયણ વ્યાસ પર સી આર પાટિલની પ્રતિક્રિયા :

જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે. ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સી.આર.પાટિલે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા. કેબિનેટમાં પણ મંત્રી રહ્યા હતા.

છેલ્લા 2 વાર ચૂંટણી હાર્યા છતાં ભાજપે ટિકિટ આપી હતી. 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, એટલે કદાચ તેમણે રાજીનામું આપ્યું છે અને પક્ષે સ્વીકાર્યું છે. આ વખતે ભાજપ કોઈ પણ સાંસદ અને ધારાસભ્યોના સગાને ટિકિટ નહીં આપે. અગાઉ મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીને પણ પક્ષે ના પાડી છે.

સગા સંબંધીઓને ટિકીટ નહીં મળે : પાટિલ ;

સી.આર.પાટીલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કોઈ સાંસદ કે ધારાસભ્યોના સગા- સંબંધીઓને ટિકીટ નહીં મળે. તેમણે કહ્યુ કે, ભાજપના કોઈપણ પદાધિકારીના સગાને ટિકિટ નહીં આપે. મનસુખ વસાવા પોતાની પુત્રી માટે અગાઉ ટિકીટ માગી ચૂક્યા છે.

75 વર્ષ બાદ ટિકીટ નથી મળતી : પાટિલ

દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે સી.આર.પાટીલની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી. જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યુ છે જે સ્વીકારાયુ છે.

મહત્વનું છે કે જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે શુક્રવારે મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે પણ રસ લઈને બધુ સમુ સુથરૂ કર્યુ હતું. પણ દર વખતે મારા કાર્યકરોની અવગણના થાય કોઈ ઝઘડા થાય તેમાં પ્રદેશ અધ્યક્ષને કહેવું મારા મતે યોગ્ય નથી.

જેના કારણે મેં પહેલા પણ વિચાર્યું હતું કે એના કરતા હું જાતે જ વચ્ચેથી નીકળી જાવ તો સારું છે. પરંતુ આ વખતે તો પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમનું જે રીતનું વલણ છે. એટલું ન નહીં અમારા બીજા એક આગેવાન છે કેસરી પટેલ, જેના કારણે મને સતત ફરિયાદીની સ્થિતિમાં રાખે છે અને મારા કાર્યકરોને સતત અન્યાય થાય આ પ્રકારની પાટણમાં બેસેલા ચારથી પાંચ લોકો અન્યાય કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાત ચૂંટણી 2022 !  સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક પર કોંગ્રેસે આ દિગ્ગજ મહિલા નેતાને ઉતાર્યા મેદાનમાં

0

Gujarat Election 2022! Congress fielded this

  • ગુજરાતમાં એક તરફ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યાં બીજી બાજુ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસમાં (Congress) દિલ્હીમાં (Delhi) ઉમેદવારોને લઈને ભારે મંથન બાદ આજે 43 મૂરતિયાની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) બેઠક ઘાટલોડિયા (Ghatlodia) સામે કોંગ્રેસ મહિલા ઉમેદવાર ડો.અમીબહેન યાજ્ઞિકને (Dr. Amibehan Yagnik) ટિકિટ આપવામાં આવી છે.

કોગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર :

  • ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
  • અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
  • ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
  • ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
  • કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
  • હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
  • ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
  • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
  • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
  • એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
  • અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
  • દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
  • રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
  • રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
  • જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
  • જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
  • કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
  • માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  • મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
  • નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
  • મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
  • ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
  • ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
  • લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
  • સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
  • સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી.જેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.

આ પણ વાંચો :-

Organic Farming : ગજબ ભેજું…આ વ્યક્તિ ઘરના ધાબે ખેતી કરીને દર વર્ષે કમાય છે 70 લાખ રૂપિયા

0

Organic Farming: Very humid… This person earns

  • ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે.

દુનિયામાં ખાણીપીણીના તરીકાઓની તો ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો હવે ખાવા પીવાને (eat and drink) લઈને ખુબ સતર્કતા વર્તી રહ્યા છે. પરંતુ એ વાત પણ સાચી છે કે ખાવા મામલે કેમિકલ્સનો (Chemicals) વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઓર્ગેનિક ખેતીનું (Organic farming) ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે આ પ્રકારે ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જેમાંથી એક રામવીર (Ramveer) પણ છે.

ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી

ઉત્તર પ્રદેશના બરેલીના રહીશ રામવીર એકવાર ફરીથી ચર્ચામાં છે. આમ તો તેઓ ઓર્ગેનિક ખેતી લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ તેઓ ખુબ જ હોશિયારીથી આ કામ કરે છે. ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે.

ઘરને ખેતરમાં ફેરવી નાખ્યું :

મીડિયા રિપોર્ટ્સ મુજબ રામવીર પાસે વિમ્પા ઓર્ગેનિક અને હાઈડ્રોપોનિક્સ નામની એક કંપની છે. તેમણે પોતાના ઘરને લગભગ ખેતરમાં ફેરવી નાખ્યું છે. રાનવીર ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે પહેલા મીડિયામાં કામ કર્યું અને ત્યારબાદ ગામડે પાછા ફરીને ખેતીમાં મન પરોવ્યું. પહેલા ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવ્યો અને સફળતા મળી તો હાઈડ્રોપોનિક સિસ્ટમથી શાકભાજી ઉગાડવા લાગ્યા.

સફળ ઓર્ગેનિક ફાર્મર તરીકે ઓળખ :

તેમણે પોતાના ત્રણ માળના ઘરને સંપૂર્ણ રીતે હાઈડ્રોપોનિક સિસ્ટમમાં ફેરવી દીધુ છે. 10 હજારથી વધુ પ્લાન્ટ લાગેલા છે. એટલું જ નહીં તેઓ દેશના અલગ અલગ રાજ્યોમાં અન્ય લોકોના ઘરમાં પણ હાઈડ્રોપોનિક સિસ્ટમ મોડલ ડેવલપ કરી રહ્યા છે. તેનાથી વાર્ષિક 70થી 80 લાખ રૂપિયાનો તેમનો બિઝનેસ થઈ રહ્યો છે. તેઓ કહે છે કે લોકો કેમિકલનો ભોગ બની રહ્યા છે.

જો  આપણે આપણી જાતને અને પોતાના લોકોને બચાવવા હોય તો પોતે ખેતી કરવી પડશે અને તે પણ ઓર્ગેનિક રીતે. રામવીર સમય સાથે ઓર્ગેનિક ફાર્મિકનો દાયરો વધારતા ગયા અને સફળ ઓર્ગેનિક ફાર્મર તરીકે તેમની ઓળખ બની.

આ પણ વાંચો :-

 AAP CM ઉમેદવારનો ચહેરો ઘોષિત થતાં ડખા શરૂ, સૌરાષ્ટ્ર સંગઠન મહામંત્રીના નિવેદનથી નવાજૂનીના એંધાણ

0

As the face of AAP CM candidate was announced

  • રાજકોટના રાજભા ઝાલાના નિવેદન પર ઈટાલિયાની પ્રતિક્રિયા; “તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે”

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ (Political environment) ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરતા આપમાં રાજકીય ખેંચાતાણ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટી સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ (Indranil Rajyaguru) છેડા ફાડી નાખ્યો છે.

તેમણે ફરી કોંગ્રેસનો (Congress) હાથ પકડ્યો છે. આપના ઉમેદવારો અને CM પદનો ચહેરો ઘોષિત થતા ડખા શરૂ થયાં છે. રાજકોટમાં રાજભા ઝાલાનું (Rajbha Jhala) મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદન બાદ આપના પ્રદેશ પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી છે.

રાજભા ઝાલા મોટું નિવેદન :

સૌરાષ્ટ્ર સંગઠનના આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજભા ઝાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોને સાંભળવામાં નથી આવતા તેમજ તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેજરીવાલ કોઈ ને મળતા નથી કોઈને જવાબ નથી આપતા. તેમણે કહ્યું ઈન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ AAP કરી રહી છે. નવા નેતા આવે એટલે જુના નેતાને સાઈડલાઈન કરાય છે તેવું પણ જણાવ્યું હતું.

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા નિવેદન :

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું રાજભા ઝાલાના નિવેદન પર પ્રતિક્રિયા સામે આવી છે જેમા તેમણે કહ્યું કે તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે અને રાજભા ફરી મજબૂતીથી આમ આદમી પાર્ટીનો અવાજ ઉઠાવશે તેમણે જણાવ્યું કે રાજભા ઝાલાએ જે જણાવ્યું છે તેવું અર્થઘટન જુદુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-