Home Blog Page 1227

રામકથામાં મોરારીબાપુનો રાજવી પ્રેમ, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરી 

0

The royal love of Moraribapu in Ramakatha

  • મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી.

ભાવનગરના (Bhavnagar) આંગણે મોરારીબાપુની (Moraribapu) રામકથા આયોજિત કરાઈ હતી. ત્યારે રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુએ આ રામકથાને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને (Maharaja Krishnakumarsinghji) સમર્પિત કરી છે. ત્યારે મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી.

ભાવનગરના ઉદ્યોગપતિ બુધાભાઇ વાનાણી પરિવાર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ સોંપી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા ઘણા સમયથી માંગ ઉઠી છે.

ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળવું જોઈએ તેવી વાત અનેકવાર મોરારીબાપુ કહી ચૂક્યા છે. ત્યારે રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે, ભારતરત્ન કોઈ કઈ આપે કે ન આપે એમાં નથી પડવું. પણ તલગાજરડાનો બાવો ભાવનગરમાં યોજાયેલ આખેઆખી રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરું છું.

મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી. આ પ્રસંગે નવા ચૂંટાયેલા ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

પઠાણની રિલીઝ પહેલાં મક્કામાં અને હવે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો શાહરૂખ

Before the release of Pathan, Shahrukh

  • પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. શાહરૂખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન મુવીઝ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનનો વાઈરલ વીડિયો જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.

બોલિવૂડના કિંગ ખાન (King Khan of Bollywood) લાંબા વિરામ બાદ પોતાની ફિલ્મી કારકિર્દી ફરી શરૂ કરવા જઈ રહ્યાં છે. બ્રેક બાદ શાહરૂખ ખાનની (Shah Rukh Khan) પહેલી ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણની (Pathan) રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટારે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધાં હતાં.

શાહરૂખ ખાને મા વૈષ્ણો દેવીના દર્શન કર્યા :

શાહરૂખ ખાન રવિવારે મોડી રાત્રે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન મોડી રાત્રે લગભગ 12 વાગ્યે માતાની કોર્ટમાં હાજર થયો હતો. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ રવિવારે જમ્મુના કટરા પહોંચ્યા, ત્યાં હોટલમાં થોડો સમય આરામ કર્યા બાદ તેઓ વૈષ્ણોદેવી ભવન જવા રવાના થયા. શાહરૂખ ખાનનો તેની માતાના દરબારમાં પહોંચવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન મુવીઝ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનનો વાઈરલ વીડિયો જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને મક્કા ઉમરાહ થોડા દિવસ પહેલા મક્કામાં ઉમરાહ કરી હતી. એવું માનવામાં આવે છે કે ફિલ્મોમાંથી લાંબા બ્રેક બાદ પરત ફરેલો શાહરૂખ ખાન ફરી એકવાર નવી શરૂઆત કરવા માંગે છે.

આવી સ્થિતિમાં તે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને વધુ ફિલ્મોની ઈચ્છા ધરાવે છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની એક્શનથી ભરપૂર ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મના ગોસિપ કોરિડોરમાં ખૂબ જ ધૂમ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

ટીમ ઈન્ડિયામાં ચાન્સ ન મળતા સેમસનને આ દેશમાંથી રમવાની ઓફર મળી, સંજૂનો જવાબ દિલ જીતી લેશે

0

Not getting a chance in Team India

  • ટીમ ઈન્ડિયાના સ્ટાર અને ટેલેન્ટેડ બેટ્સમેન તથા વિકેટકીપર સંજૂ સેમસનને સતત તક આપવામાં આવી રહી છે. ભારતીય ટીમમાં તક મળે ત્યારે સારું પ્રદર્શન કરવા છતાં ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે.

તેને ટી-20 વર્લ્ડકપની (T-20 World Cup) સ્ક્વોડમાં સ્થાન ન મળ્યું. તાજેતરની બાંગ્લાદેશ સામેની સીરીઝમાં પણ તેને તક આપવામાં આવી નથી. આ બધા વચ્ચે અન્ય એક દેશ દ્વારા સંજૂ સેમસનને (Sanju Samson) તેમના માટે રમવાની ઓફર આપવામાં આવી છે.

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડની સેમસનને ઓફર :

ક્રિકઈન્ફોર્મરના એક રિપોર્ટ મુજબ, સંજૂ સેમસનને આયરલેન્ડ ક્રિકેટ દ્વારા તેમના દેશ માટે રમવાની ઓફર આપવામાં આવી છે.સાથે જ આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટે સંજૂને ટીમની તમામ મેચોમાં રમવાની તક અપાશે તેવી પણ ગેરંટી આપી છે.

દરેક મેચમાં રમાડવાની ઓફર મળી :

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટના કહેવા મુજબ, જો તે અમારી નેશનલ ટીમમાં હશે તો અમે તેને અમારી દરેક મેચમાં રમવાની તક આપીશું. અમે તેને અમારી નેશનલ ટીમ માટે મેચ રમવાની ઓફર આપી રહ્યા છીએ. અમારી ટીમને તેમના જેવા કેપ્ટન અને બેટ્સમેનની જરૂર છે. જો ભારતીય ટીમ તેને નજરઅંદાજ કરી રહી હોય તો તે અમારી સાથે જોડાઈ શકે છે. અમે તેનો આદર કરીએ છીએ અને દરેક મેચમાં તેને રમાડીશું.

જવાબમાં સંજૂએ શું કહ્યું ?

જોકે જવાબમાં સંજૂ સેમસને આયરલેન્ડની ક્રિકેટ ટીમના પ્રેસિડેન્ટનો આભાર માન્યો અને કહ્યું કે, હું સમજી શકું છું કે ઘણીવાર આપણે રાહ જોવી પડતી હોય છે. હાલમાં હું અહીં જ છું અને મારા સિલેક્ટર્સના ફોન કોલની રાહ જોઈ રહ્યો છું. પરંતુ મારું સપનું હજુ પણ ભારતીય ટીમ માટે રમવાનું છે અને હું ક્યારેય અન્ય કોઈ દેશ માટે નહીં રમું.

આ પણ વાંચો :-

યુવતીના ફેક એકાઉન્ટ બનાવી યુવતીઓને જ બનાવતો શિકાર, બદનામ વિકૃતની મોડસ ઓપરેન્ડી લાલબત્તી સમાન

The modus operandi of the infamous pervert

  • ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો. ફ્રેન્ડશીપ માટે મેસેજ મોકલ્યા બાદ અશ્લીલ ફોટો મુકતો, બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ.

ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર યુવતી બની એકાઉન્ટ ખોલ્યા બાદ યુવતીઓને ફ્રેન્ડશીપ (Friendship to Girls) માટે મેસેજ મોકલ્યા બાદ તેમને પોતાના કહી અન્ય યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો મોકલી તેમની પાસે તેમના અતરંગ ફોટો માગી બ્લેકમેઈલ (Blackmail) કે હેરાનગતિ કરતાં વિકૃતની ચોથી વખત ધરપકડ કરાઇ.

ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો :

સુરતમાં ગુરૂવારે પીપલોદ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને થોડાંક દિવસ પહેલાં જ સોનુ વસાવાના નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. આ રિકવેસ્ટ એકસેપ્ટ કરી તે સાથે જ તે યુવતીના એકાઉન્ટમાં સ્ટોરીમાં પોતાનો ફોટો જોવા મળતાં ચોંકી હતી. આ એકાઉન્ટ ઉપરથી આ યુવતીને અશ્લીલ ફોટો મોકલી હેરાનગતિ કરવામાં આવતાં છેવટે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હતા.

બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ :

પોલીસે આ ગુનામાં બોટાદના ખાભંડા ગામના 20 વર્ષીય જગદીશ પ્રકાશ મકવાણાની ધરપકડ કરી હતી. વ્યવસાયે રત્નકલાકાર જગદીશની 2019માં તેના સાયબર ક્રાઈમે જ પ્રથમ વખત ધરપકડ કરી હતી. જગદીશ ઈન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલાવી મહિલાઓની હેરાનગતિ માટે જાણીતો છે. 2019માં સાયબર ક્રાઇમ તેમજ બોટાદ જિલ્લાના બળવાળા અને થોડાંક સમય પહેલાં વ્યારા પોલીસે પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

સ્ત્રીનો પહેરવેશ પહેરીને ઢોંગી ભુવાએ અનેક મહિલા સાથે કર્યું ‘ગંદું’ કામ

Dressing as a woman, Bhuwa did

  • રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી તાલુકાના વઘીયા મહુડી ગામે ઢોંગી ભુવો જયેશભાઈ નર્સિંગભાઈ ભીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો વેશ ધારણ કરીને ફરે છે.

નસવાડી તાલુકાના વાઘીયા મોહુડી ગામે વિજ્ઞાન જાથા સંસ્થા Vigyan Jatha Institute() દ્વારા ઢોંગી ધતિંગ કરતા ઢોંધી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ તો નસવાડી પોલીસે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ ધટનાની મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકો એ આદિવાસી પટ્ટો છે અને અહીંના લોકો અંધશ્રદ્ધામાં વધુ માનતા હોવાથી જેને લઈને રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી તાલુકાના વઘીયા મહુડી ગામે ઢોંગી ભુવો જયેશભાઈ નર્સિંગભાઈ ભીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો વેશ ધારણ કરીને ફરે છે.

એટલું જ નહીં, તે પોતે માતાજી હોય તેવો ઢોંગ કરી લોકોના દુઃખ, દર્દ, રોગ, બાધા, જુવાર, નિ:સંતાન પ્રાપ્તિ, પતિ પત્નીના ઝઘડા પીડિત લોકોની હકીકત જાણી દુઃખ દર્દ મટાડવાનું કામ કરી જુવારી વાળાના નામે 3 હજાર થી 15 હજારની ફી વસુલે છે. ઢોંગ કરતા આ બાવાને ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી પોલીસને સાથે રાખી ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો હતો.

No description available.

ઢોંગી ભવો ઉર્ફે જયું માતાજી દ્વારા મહિલાઓ સાથે બિભસ્ત વર્તન કરતો હતો અને શારીરિક અડપલા પણ કરતો હોવાથી જેને લઈને ભારત જન વિજ્ઞાન જાથાને જાણ કરતા ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવા માટે એક મહિનાથી ભુવાની સામે વોચ ગોઠવી હતી. તમામ હકીકતો જાણી ભુવા દ્વારા ઢોંગ કરતો હોવાની જાણ થતાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ભવો ઉર્ફે જયું માતાજીનો પર્દાફાશ કર્યો હતો.

હાલ તો આ વઘીયા મહુડીયાના ભુવા દ્વારા ઢોંગ કરતો હોય તેવું કબુલ કરવામાં આવ્યું છે અને નસવાડી પોલીસ દ્વારા જયેશભાઇ ઉર્ફે જયું ભીલ સામે અટકાયતી પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :-

સુરત સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજનો જાજરમાન ઈતિહાસ ડો. પી.કે. પટેલના શ્વાસ થંભી ગયા !

સુરત સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજનો જાજરમાન ઈતિહાસ ડો. પી.કે. પટેલના શ્વાસ થંભી ગયા !

  • ૧૯૮૦થી ૨૦૦૫ના સમયગાળામાં સિવિલ હોસ્પિ. ચોક્કસ લોકોનો અડ્ડો ગણાતી હતી ત્યારે ડો. પી.કે. પટેલે જબરદસ્ત ધાક ઉભી કરીને હોસ્પિ. અને મેડિકલ કોલેજને ધમધમતી રાખી હતી.
  • ડો. પી.કે. એક એવા તબીબી અધિકારી હતા કે તેમની ઓફિસમાં રાજનેતાઓ, સામાજિક આગેવાનો, પોલીસ અધિકારીઓ, પત્રકારો અને ઘણી વખત કુખ્યાત લોકોની હાજરી જોવા મળતી હતી.
  • હોસ્પિ. ફરતે ઝૂંપડપટ્ટી વિંટળાઇને પડી હતી, કેમ્પસમાં દારૂના અડ્ડા ચાલતા હતા એવા કપરાકાળમાં ડો. પી.કે.એ ભય અને પ્રેમ વચ્ચે જડબેસલાક અને અસરકારક ‌વહીવટ ચલાવ્યો હતો, ડો. પી.કે.નો એવો ધાક હતો કે ગુનેગારોને પણ પરસેવો છુટી જતો હતો.
  • મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી આંદોલનો ચાલતા હતા ત્યારે ડો. પી.કે. સામે પ્રથમ વખત ડો. મહેન્દ્ર ચૌહાણે મોરચો માંડયો હતો, આ તરફ નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાળાએ કેમ્પસમાં ભાજપના ટેબલ મુકી ૧૪૦૦ પૈકી ૧૨ મતો મેળવ્યા હતા.
  • સુરતના ડો. અકેન દેસાઇ મુંબઇની અંધારી આલમના ગુંડાને સારવાર આપવા મજબૂર બન્યા ત્યારે ડો. પી.કે. પટેલને પણ છાંટા ઉડયા હતા પરંતુ તેઓએ મક્કમ રહીને સામનો કર્યો હતો.
  • ડો. પી.કે.ની ગરીબોમાં લોકપ્રિયતા એટલી હદે હતી કે સફાઇ કામદારોના લગ્ન, મરણ પ્રસંગમા તેઓ હાજરી આપતા હતા અનેક પરિવારો લગ્નની કંકોત્રીમાં પણ ડો. પી.કે.નું નામ લખતા હતા.
  • છેલ્લે ડો. પ્રીતી અરોરાની પી.જી.ની ડિગ્રીના વિવાદમાં તેમને છાંટા ઉડયા હતા અને ડો. પી.કે.પટેલની બોટાદ ખાતે અને ડો. મેઘા મહેતાની સાવરકુંડલા બદલી કરવામાં આવી ત્યારે તેમને રોકવા ચોથા વર્ગના કર્મચારીઓ દિવાલ બનીને ઉભા રહી ગયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) જહોજલાલી ભર્યા ઇતિહાસના અને એક ભડવીર ભૂતપૂર્વ તબીબી અધિકારનો જીવદિપ બુઝાઈ જવા સાથે એક ઇતિહાસનો અંત આવી ગયો હતો. એક જમાનો હતો સુરત સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં (Medical College) ડો. પી.કે. પટેલનું (Dr. P.K. Patel) નામ ગાજતું હતું અને ધાક પણ એવી જ હતી. લગભગ ૧૯૮૦થી ૨૦૦૫ના અરસામાં સુરત સિવિલ હોસ્પિટલમાં બનતી લગભગ પ્રત્યેક ઘટનાઓ સાથે ડો. પી.કે.નું નામ હંમેશા જોડાયેલું રહેતું હતું. એ જમાનામાં સિવિલ હોસ્પિ.નો વિકાસ થયો નહોતો. હોસ્પિટલ ફરતે ઉધઈની માફક ચારેતરફ ઝૂંપડપટ્ટી પથરાયેલી રહેતી અને કેમ્પસમાં દારૂનું વેચાણ થતું. માફિયા તત્વો સિવિલ હોસ્પિ.માં પડયા પાથર્યા રહેતા હતા. એવા કપરાકાળમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓ ડો. પી.કે. પટેલ કોઈ ખુંખાર પોલીસ અધિકારી કરતા પણ વધુ રૂઆબ ધરાવતા હતા. ખાસ કરીને મધ્યમ અને શ્રીમંત વર્ગના મોટાભાગના લોકો સિવિલ હોસ્પિ.માં સારવાર લેવાનું ટાળતા હતા. ગામડાંના અને શહેરના ગરીબો માટે જ સિવિલ હોસ્પિ. માત્રને માત્ર હાથવગું સારવારનું કેન્દ્ર હતું. એવા સમયે સિવિલ હોસ્પિ.માં એક હથ્થુ શાસન ચલાવીને ડો. પી.કે. પટેલે હોસ્પિ.ની સેવાઓ ધમધમતી રાખી હતી.

સુરત શહેર અને દ‌‍િક્ષણ ગુજરાતમાં ક્રાઇમ સાથે સંકળાયેલી મોટાભાગની ઘટનાઓનું કેન્દ્ર સુરતની સિવિલ હોસ્પિ. જ રહેતી હતી. ડો. પી.કે.ની ઓફિસમાં ટોચના રાજકીય આગેવાનો, અધિકારીઓ, શહેરના જાણિતા તબીબો અને પત્રકારોનો લગભગ કાયમી મેળાવડો જામતો હતો. એ દિવસોમાં સુરતનો વિકાસ થયો નહોતો. રીંગરોડનો મજુરાગેટ નજીકનો વિસ્તાર પણ સાવ ‌ઉજ્જડ હતો એક માત્ર સિવિલ હોસ્પિ.માં મોડીરાત્રે લાઇટો સળગતી જોવા મળતી હતી. હાલમાં સુરત શહેરમાં પ્રેકટીસ કરતા મોટાભાગના ડોકટર્સ સિવિલ હોસ્પિ.માંથી (સરકારી મેડિકલ કોલેજ) ડીગ્રી લઇને બહાર પડ્યા હતા. અલબત એ જમાનામાં સુરતની ગર્વમેન્ટ મેડિકલ કોલેજની ડીગ્રીને કે કોલેજને કોઇ ગંભીરતાથી લેતુ નહોતું અને તોફાની ગણાતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ડો. પી.કે. પટેલની ભયાનક ધાક હતી. અહિંયા છાશવારે આંદોલનો થતા હતા. ગરીબ દરદીઓની સારવાર રઝળી પડતી હતી એવા સમયે ડો. પી.કે.ની ધાક કામ આવતી હતી.

એવું કહેવાય છે કે ડો. પી.કે. પટેલ આરએમઓની ઓફિસમાં ઇન્જેકશનની સાથે ‘ધોકો’ લઇને પણ બેસતા હતા! અને આ ધોકા જેવો જ તેમનો સ્વભાવ સિવિલ હોસ્પિ.ના વહિવટીતંત્રને કાબુમાં લાવવામાં સફળ રહ્યો હતો.  ડો. પી.કે. પટેલ અનેક વખત વિવાદમાં પણ આવ્યા હતા પરંતુ ક્યારેય પણ ઝુક્યા નહોતા. તેઓ ગણદેવીના મૂળ વતની અને ધોડિયા પટેલ સમાજમાંથી આવતા હતા પરંતુ તેમનો સ્વભાવ ઉત્તર ગુજરાતના પાટીદાર કરતા પણ આકરો હોવાથી લોકો તેમને ઉત્તર ગુજરાતના પાટીદાર હોવાનું માનતા હતા. ડો. પી.કે. પટેલના સમયમાં તેમના સહોયોગી તરીકે ડો. બાબુભાઈ (ઓર્થો) ડો. રમેશ દૂધાત (હાલ અમેરિકા) ડો. ગીતા અગ્રવાલ, ડો. જી.જી. વૈધ, ડો. અકેન દેસાઇ, ડો. મહેન્દ્ર ચૌહાણ, ડો. મેઘા મહેતા, ડો. બી.બી. સુબ્રહણ્યમ, ડો. અરબતી અને નર્સિંગ એસો.ના ઇકબાલ કડીવાળા આ બધાનો સૂર્ય મધ્યાહને હતો.

ડો. મહેન્દ્ર ચૌહાણે સૌ પ્રથમ વખત ડો. પી.કે. પટેલ સામે મોરચો માંડ્યો હતો અને ઇકબાલ કડીવાલાએ પણ એ સમય જ્યારે કોંગ્રેસનો સુંવર્ણકાળ હતો ત્યારે સૌ પ્રથમ સિવિલ હોસ્પિ. કેમ્પસમાં ભાજપનું ટેબલ મુકીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ડો. પી.કે. પટેલ કટ્ટર કોંગ્રેસી અને સિવિલ હોસ્પિ., મેડિકલ કોલેજમાં જબરજસ્ત વર્ચસ્વ છતા ઇકબાલ કડીવાલા ભાજપ તરફી ૧૪૦૦ પૈકી ૧૨ મતો લઇ ગયા હતા. જેના બદલામાં ઈકબાલ કડીવાલાને ઘણું ઘણું સહન કરવું પડયું હતું. આ તરફ ડો. મહેન્દ્ર ચૌહાણ પણ ડોકટર્સના મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. અને સિવિલ હોસ્પિ. કેમ્પસમાં લગભગ રોજીંદા વિવાદ અને ઘર્ષણ શરૂ થઈ ગયા હતા.

ખેર, ડો. પી.કે. પટેલનો સુરત સિવિલ હોસ્પિ.ની ફરજ દરમિયાન કરેલી કામગીરીનો ઇતિહાસ ખૂબ લાંબો છે તેઓ જેટલા આકરા હતા એટલા જ ગરીબ દરદીઓ માટે મૃદુ અને કોમળ હતા. હોસ્પિ.માં આવતા ગરીબોની સારવારની પોતે કાળજી રાખતા હતા. વોર્ડમાં રાઉન્ડ લેવા માટે તેમના કોઇ ચોક્કસ નિયમો નહોતા પરંતુ ગમે તે સમયે વોર્ડમાં પહોંચી જતા હતા અને ગરીબોની સારવારની કાળજી લેતા હતા આ ઉપરાંત અકસ્માત કે અપમૃત્યુના કેસમાં પણ મૃતકોના સંબંધીઓને કોઇ જ મુશ્કેલી પડે નહીં અને મૃતકની લાશનું શકય એટલી ઝડપથી પોસ્ટમોર્ટમ થાય તેના માટે તેઓ સતત આગ્રહી રહેતા હતા. ડો. પી.કે. પટેલે ચાલુ ફરજ દરમિયાન ફોરેન્સિકમાં એમડી પણ કર્યું હતું.

ડો. પી.કે.ની લોકપ્રિયતા માટે એક ઉદાહરણ આપી શકાય કે સફાઈ કામદાર પરિવારોના સંતાનોના લગ્ન પ્રસંગે કંકોત્રીમાં ડો. પી.કે.ના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો અને સફાઇ કામદાર પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ચાંદલો કરવા સાથે ફોટા પણ પડાવતા હતા. હજુ ઘણા પરિવારોના લગ્નના આલબમમાં ડો. પી.કે. પટેલના ફોટા હયાત હશે.

૧૯૯૪માં સુરતમાં કહેવાતો પ્લેગનો વાવર ફેલાયો ત્યારે ડો. પી.કે. પટેલે દિવસ-રાત મહેનત કરી હતી. સિવિલ હોસ્પિ.ને લશ્કરી હોસ્પિ.માં ફેરવી નાંખી હતી. અને સતત દોડતા રહ્યા હતા. દેશ અને દુનિયાના લોકો પ્લેગની સાચી માહિતી મેળવવા આવતા હતા ત્યારે એક માત્ર સિવિલ હોસ્પિ. એવું કેન્દ્ર હતું કે મુલાકાતીઓને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવતો હતો. શહેરના લોકોને અને મુલાકાતીઓને પ્લેગની બિમારીથી ભયમુક્ત કરવામાં ડો. પી.કે. પટેલની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી. એવું કહી શકાય કે ડો. પી.કે. પટેલ વહિવટમાં વજ્ર કરતા કઠોર હતા તો બીજી તરફ માનવીય સેવાઓ માટે મીણ કરતા પણ કોમળ હતા.

સુરતના ખૂબ જાણિતા ડો. અકેન દેસાઇ મુંબઇની અંધારી આલમના ગુનેગારોને રિવોલ્વરની અણીએ સારવાર આપવા મજબૂર બન્યા અને તેમની સામે ‘ટાડા’નો કેસ કરવામાં આવ્યો ત્યારે ડો. પી.કે. પટેલ સામે પણ છાંટા ઉડયા હતા. અલબત્ત ડો. અકેન દેસાઇ ગુનેગારને સારવાર આપવા માટે મજબૂર કરાયા હતા. એક ગુનેગારને ગોળી વાગી હતી અને એ ગોળી ડો. અકેન દેસાઇએ કાઢી આપવી પડી હતી. ડો. અકેન દેસાઇ પણ હવે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ સુરતની તબીબી આલમમાં ડો. અકેન દેસાઇનું નામ કાયમ માટે બહાદુર ડોકટર તરીકે અક્ષરે લખાયેલું રહેશે.

ખેર, દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક ઝંઝાવાત આવતો જ હોય છે લગભગ ૨૦૦૫ના વર્ષમાં ડો. પ્રિતી અરોરા નામની મેડિસીનની વિદ્યાર્થિનીની ડિગ્રીનો વિવાદ થયો હતો અને આ વિવાદના છાંટા ડો. પી.કે. પટેલને પણ ઉડયા હતા.

આ તરફ ગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદીનું શાસન આવી ગયું હતું અને એક દિવસ ડો. પી.કે. પટેલની ભાવનગર જિલ્લાના બોટાદ ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડો. મેઘા મહેતાની સાવરકુંડલા ખાતે બદલી કરવામાં આવી હતી. ડો. પી.કે. પટેલે જે દિવસે સુરત સિવિલ હોસ્પિ.નું કેમ્પસ છોડ્યું એ દિવસે અનેક લોકોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ ડો. પી.કે. પટેલને રોકવા દિવાલ બનીને ઊભા રહી ગયા હતા. કારણ ડો. પી.કે. ગરીબ વર્ગના લોકો માટે ‘મસીહા’ બરાબર હતા.

ડો. પી.કે. પટેલે સુરત સિવિલ હોસ્પિ. છોડયાને વર્ષો નીકળી ગયા પરંતુ આજના તબક્કે પણ સિવિલ હોસ્પિ. કેમ્પસમાં પગ મુકો એટલે કોઇકને કોઇક ખૂંણામાં ડો. પી.કે. પટેલનું નામ અવશ્ય સાંભળવા મળે જ. ડો. પી.કે. પટેલ ખુદ એક ઇતિહાસ હતા. આજે રવિવાર તા. ૧૧મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ડો. પી.કે. પટેલે અંતિમ શ્વાસ લીધા ત્યારે ડો. પી.કે. પટેલના અવસાનની વાત સાંભળનાર પ્રત્યેક વ્યક્તિના દિલની ધડકન થંભી ગઈ હશે. અને એક નિસાસો નીકળી ગયો હશે તેમના એક સમયના વિરોધીઓનો આત્મા પણ કકળી ઉઠયો હશે. ડો. પી.કે. પટેલ અસંખ્ય લોકોના હમદર્દ હતા. અસંખ્ય લોકોનો વિશ્વાસ હતા. અનેક લોકોનો ભરોસો હતા.

આવા વીરલ વ્યક્તિત્વના આત્મને ઈશ્વર શાંતિ અર્પે એનાથી વિશેષ કંઈ પ્રાર્થના હોઇ શકે. સુરત સિવિલ હોસ્પિ.માં ગુંજતું એક નામ શાંત થઈ ગયું પરંતુ ઇતિહાસમાં હંમેશ હંમેશ માટે લખાયેલું રહેશે.

આ પણ વાંચો :-

આ છે દુનિયાનો સૌથી મજબૂત અને સુરક્ષિત બેડ, ભૂકંપમાં પણ વાળ નહીં થાય વાંકો !

This is the strongest and safest bed

  • જ્યારે ધરતીકંપ જોરદાર હોય ત્યારે ઈમારત ધરાશાયી થવા લાગે છે, તેનો કાટમાળ પલંગ પર સૂતેલા માણસ પર પડવા લાગે છે, પથારી આપોઆપ ફોલ્ડ થઈને બોક્સનું રૂપ ધારણ કરી લે છે. બોક્સ બનાવતા પહેલા તે સૂતેલા વ્યક્તિને અંદર ધકેલી દે છે.

કુદરતી આફતોમાં (Natural disaster) ભૂકંપ એવો હોય છે કે તેની અગાઉથી કોઈ આગાહી કે ચેતવણી જારી કરી શકાતી નથી. સમયાંતરે આપણે વિશ્વના વિવિધ દેશોમાં આના કારણે થતા નુકસાન જોયા છે. જો ભૂકંપ ખૂબ જ જોરદાર હોય અને તે બિલ્ડિંગની (Building) અંદર હોય તો બચવાની શક્યતા બહુ ઓછી હોય છે.

પરંતુ આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને એન્જિનિયર્સે એક અદ્ભુત ટેક્નોલોજી લઈને આવી છે. આ ટેક્નોલોજીથી ભૂકંપ તમને નુકસાન નહીં પહોંચાડી શકે. આ બધું એક અનોખા પલંગથી શક્ય બનશે, જે જોખમના કિસ્સામાં આપમેળે બંકરમાં ફેરવાઈ જાય છે. આ અદ્ભુત બેડ જોઈને તમે પણ દંગ રહી જશો.

આ રીતે કરે છે કામ, બોક્સમાં ઘણી સુવિધાઓ :

અમે જે ટેક્નોલોજી વિશે વાત કરી રહ્યા છીએ તે એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહી છે. તે જણાવે છે કે ભૂકંપ આવે ત્યારે આ પલંગ કેવી રીતે આપોઆપ બંકરમાં ફેરવાઈ જાય છે અને તે એટલો મજબૂત છે કે તેના પર સૂતા વ્યક્તિને કંઈ થતું નથી. આટલું જ નહીં, જ્યારે પથારી બંકર બની જશે. તો વ્યક્તિની અંદર ઓક્સિજન અને અન્ય જરૂરી વસ્તુઓ મળશે જે જીવવા માટે જરૂરી છે. આ રીતે તમે તેમાં લાંબો સમય જીવી શકો છો.

આ રીતે બેડ કામ કરશે :

વાયરલ વીડિયોમાં તમે જોશો કે એક બેડ છે જેના પર એક માણસ સૂઈ રહ્યો છે. એનિમેશનમાં બતાવવામાં આવ્યું છે કે અચાનક ભૂકંપ આવે છે અને પલંગ પર સૂઈ રહેલા વ્યક્તિને કંઈ ખબર જ નથી પડતી. જ્યારે ધરતીકંપ જોરદાર હોય ત્યારે ઈમારત ધરાશાયી થવા લાગે છે.

તેનો કાટમાળ પલંગ પર સૂતેલા માણસ પર પડવા લાગે છે. પથારી આપોઆપ ફોલ્ડ થઈને બોક્સનું રૂપ ધારણ કરી લે છે. બોક્સ બનાવતા પહેલા તે સૂતેલા વ્યક્તિને અંદર ધકેલી દે છે. આ બોક્સમાં પાણી, ખોરાક અને મેડિકલ કીટ વગેરેની વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી છે.

લોકો કરી રહ્યાં છે પ્રશંસા :

તો આ વીડિયોને સોશિયલ મીડિયા પર Enezator નામના યૂઝરે અપલોડ કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો વ્યૂ અને લાઇક્સ મળી ચુકી છે. વીડિયો પર મોટી પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

ભારેખમ વીજબિલથી છો પરેશાન ? તો આજથી જ છત પર લગાવો આ ડિવાઈસ અને થઈ જાઓ ટેન્શન ફ્રી!

Are you troubled by high electricity bills

  • જો તમે વધારે પડતા વીજળી બિલથી પરેશાન છો અને તેને કેવી રીતે ઘટાડવું તે સમજાતું નથી, તો ચિંતા ન કરો. આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું બિલ કંટ્રોલ કરી શકો છો.

સામાન્ય માણસ માટે વધુ પડતુ વીજળીનું બિલ (Electricity bill) પરેશાનીનું કારણ બની શકે છે. જો તમે પણે વધારે પડતા વીજળી બિલથી ચિંતિત છો અને તેને કેવી રીતે ઘટાડવું તે સમજાતું નથી તો ચિંતા કરશો નહીં. ટેક્નોલોજીની (technology) દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે ફેરફારો થયા છે અને આવા ઉપકરણો એવા બની ગયા છે કે તેઓ ખૂબ ઓછી વીજળી વાપરે છે.

આ રીતે કંટ્રોલ કરો બીલ  :

આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું બિલ કંટ્રોલ કરી શકો છો. દરેક ઘરમાં લાઇટની જરૂર છે. પહેલા લોકો બલ્બનો ઉપયોગ કરતા હતા પછી સીએફએલનો યુગ આવ્યો અને હવે એલઈડીનો ટ્રેન્ડ છે. જો તમે ઘરે ઓછી વીજળીનો ઉપયોગ કરીને તમારું બિલ બચાવવા માંગો છો, તો તમે Solar LED ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો.

શું છે મોશન સેન્સર LED :

અમે જે ડિવાઈઝ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે LED Motion Sensor Sensor Light for Home Garden Outdoor Solar Light Set. આ ડિવાઈઝની વિશેષતા એ છે કે તે વીજળીથી નહીં પરંતુ સોલાર પેનલ પર ચાલે છે. બીજી ખાસ વાત એ છે કે તે લાઇટ સેન્સરથી સજ્જ છે અને મૂવમેન્ટ પ્રમાણે કામ કરે છે. જ્યારે કોઈ હિલચાલ હોય ત્યારે આ લાઈટ ચાલુ થાય છે અને 30 સેકન્ડમાં બંધ થઈ જાય છે.

કઈ રીતે કરે છે કામ? 

આ લાઈટમાં બેટરી લગાવવામાં આવી છે અને આ બેટરી આ યુનિટમાં ફીટ કરવામાં આવેલી સોલાર પેનલ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. આ લાઈટ સોલાર પેનલની મદદથી કામ કરે છે. તેને વીજળી સાથે કોઈ લેવાદેવા નથી. તમે આ લાઈટ ઓનલાઈન ખરીદી શકો છો. ઘરમાં આ પ્રકારની લાઇટિંગનો ઉપયોગ કરીને તમે તમારા વીજળીના બિલને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

આ પણ વાંચો :-

13 ડિસેમ્બર 2022 રાશિફળ : મહાદેવની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

13 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
ધર્મ નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચી વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય દામ્પત્ય સુખમાં વધારો. અપિરણીતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્યો મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી વિવાદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા અનુભવાય. આવકક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય, ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભતત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

આ પણ વાંચો :-

મારુતિની સસ્તી SUVએ લોકોને બનાવ્યાં દિવાના, 5 મહિનામાં 1.9 લાખ બુકિંગ, કંપનીએ ઉમેર્યા 3 શાનદાર ફીચર્સ

Maruti’s cheap SUV drives people crazy

  • મારુતિએ તેના બ્રેઝામાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ બ્રેઝાને હવે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી માટે સપોર્ટ મળે છે. તેના હેડ અપ ડિસ્પ્લે અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન પણ ઉમેરવામાં આવ્યું છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) માટે બ્રેઝા (Brezza) એક શાનદાર પ્રોડક્ટ સાબિત થઈ છે. કંપનીને સૌપ્રથમ વર્ષ 2016માં લાવવામાં આવી હતી. ત્યારથી તે ઘણી વખત દેશની સૌથી વધુ વેચાતી એસયુવી બની છે. મારુતિએ તેને 30 જૂન 2022ના રોજ નવા અવતારમાં લોન્ચ કર્યું હતું.

SUVને લોન્ચ કરવામાં આવી ત્યારથી જ તેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીની વાત માનીએ તો 5 મહિનામાં આ કારને 1.9 લાખથી વધુ બુકિંગ મળી ચૂક્યું છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કંપનીએ નવા ફીચર્સ ઉમેર્યા છે :

મારુતિએ તેના બ્રેઝામાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ સુઝુકી બ્રેઝાને હવે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી માટે સપોર્ટ મળે છે. આ સાથે તેના હેડ અપ ડિસ્પ્લે યુનિટ અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે (MID)માં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા પણ ઉમેરવામાં આવી છે. આ ફીચર્સ ઓવર-ધ-એર (OTA) અપડેટના રૂપમાં બહાર પાડવામાં આવ્યા છે. ગ્રાહકો તેને કંપનીની વેબસાઈટ દ્વારા ડાઉનલોડ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કંપનીની આ SUV ડ્યુઅલ ટોન ઈન્ટિરિયરમાં આવે છે. તે ઈલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ ડોક અને SmartPlayPro+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. તે 360 વ્યૂ કેમેરા સિસ્ટમ અને 40+ કનેક્ટેડ ફીચર્સ પણ મેળવે છે.

એન્જિન અને પાવરની વાત કરીએ તો :

મારુતિની આ SUVમાં કંપની 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપે છે. આ એન્જિન 103 bhp અને 137Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે Kia Sonet, Renault Kiger, Mahindra XUV300, Toyota Urban Cruiser, Tata Nexon અને Hyundai Venue જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

આ પણ વાંચો :-