You didn’t bring a fake iPhone
- iPhoneનો ફ્રોડ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે અને અસલી પ્રોડક્ટના નામે નકલી પ્રોડક્ટ મોકલી દેવામાં આવે છે. આવુ તમારી સાથે પણ થવાની શંકા છે તો આજે અમે તમને આઈફોનને ચેક કરવાની પ્રક્રિયા જણાવી રહ્યાં છે.
આજે આઈફોનના સૌથી કિમતી મોડલની કિંમત આશરે રૂ. 50,000થી શરૂ થઇને રૂ. 1,50,000 સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો પૈસા ખર્ચ કર્યા બાદ પણ તમને અસલી આઈફોન (Original iPhone) મળશે આ વાતની કોઈ ગેરંટી નથી. કારણ કે આઈફોન સ્કેમ માર્કેટમાં ઝડપથી ફરી રહ્યું છે અને આ જ કારણ છે કે લોકોને હવે આઈફોન ખરીદવામાં ડર લાગી રહ્યો છે. આજે અમે તમને અમુક એવી સરળ ટીપ્સ આપવા જઇ રહ્યાં છે. જેના કારણે તમે ચેક કરી શકો છો કે તમારો આઈફોન (iPhone) મોડલ અસલી છે કે નહીં.
સૌથી પહેલા ડિઝાઈન પર નાખો નજર :
જેમકે તમે બધા જાણો છો કે આઈફોનની ડિઝાઈન કોઈ અન્ય સ્માર્ટ ફોનની તુલનામાં ઘણુ વધારે યુનિક છે અને તેને તૈયાર કરવામાં ફર્નિશિંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તમે આઈફોનનું કોઈ પણ મોડલ ખરીદ્યુ હોય પરંતુ તેમાં ફર્નિશિંગની સમસ્યા આવી રહી છે તો શંકા થાય તે સ્વાભાવિક છે. કારણ કે એપલ આવી ભૂલ કરતુ નથી તો એવામાં તમારી સાથે ફ્રોડ થવાનો ડર છે.
ડિસ્પ્લેની સ્મૂધનેસ :
જેમ કે અમે તમને જણાવ્યું આઈફોન સ્પીડ મામલામાં ભારતમાં રહેલા અન્ય ઘણા સ્માર્ટ ફોનથી ઘણુ વધારે સારું છે. એવામાં જો ડિસ્પ્લે પર સ્ક્રોલિંગ કરતી વખતે તમને સ્પીડની સમસ્યા થાય છે અથવા ફરીથી ડિસ્પ્લે હેન્ગ થાય છે તો સમજો કે દાળમાં કઈક કાળુ છે.
બેટરી બેકઅપ ચેક કરવું છે જરૂરી :
સામાન્ય રીતે આઈફોનનું કોઈ પણ મોડલ સારી બેટરી ઓફર કરે છે. એવામાં જો બેટરીની લાઈફ 2 થી 3 કલાકમાં પૂરી થાય છે તો આ વાતના અણસાર છે કે તમને નકલી આઈફોન પકડાવી દેવામાં આવ્યો છે અને તમારે તેને બદલાવીને અસલી આઈફોન ખરીદવાનો છે.